પ્રેગ્નેન્સીમાં રહેશો આ વસ્તુઓથી દૂર તો તમે અને તમારું સંતાન રાહશો સુરક્ષિત.
પ્રેગનન્ટ મહિલાઓને લોકો ખૂબ જ સાવધાની તેમજ સાવચેતી રાખવાની સલાહ આપતા હોય છે, તેની પાછળ એક જ કારણ જવાબદાર હોય છે કે ગર્ભમાં રહેલ શીશુ અને માતા બંન્ને સુરક્ષિત રહે. જો કે પ્રેગનન્સી દરમિયાન સૌથી વધુ ધ્યાન ખાવા-પીવાની વસ્તુઓ પર અને એક્સેસાઇઝ પર આપવાનુ હોય છે જેથી કરીને બાળક હેલ્ધી આવે. તેમ છતા ધણી વાર પ્રેગનન્ટ વુમનથી એવી ભુલો થઇ જતી હોય છે કે, તેને આખી જીંદગીભર પસ્તાવુ પડે. આમ, જો તમે અથવા તમારા ઘરમાં કોઇ પ્રેગનન્ટ છે તો આજથી જાણી લો કે તમારે કઇ વસ્તુઓથી દૂર રહેવુ જોઇએ.
નુકસાનકારક ગંધથી દૂર રહો
ઘણી બધી ચીજવસ્તુઓની ગંધ એવી હોય છે કે, જે પ્રેગનન્ટ વુમન અને ગર્ભમાં રહુલા બાળક એમ બંન્ને નુકસાન કરે છે. આમ, જો તમે આ દિવસોમાં તમારા ઘરમાં કલર પ્રિન્ટ કરાવવા ઇચ્છતા હોવ તો થોડો સમય થોભી જજો કારણકે તે કલરની વાસ શ્વાસમાં જવાથી તેની બાળક પર ખરાબ અસર પડે છે અને તેને નુકસાન પણ થાય છે. આ સાથે જો તમે તમારા ઘરમાં ફર્નિચર કરાવવાનું વિચારી રહ્યા હોવ તો પણ તમે તેનાથી દૂર રહેજો કારણકે તેનાથી પણ બાળક અને માતાને ખૂબ જ નુકસાન થાય છે.
ગરમ પાણીથી સ્નાન ના કરો
જો તમને વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવાની આદત છે તો તે છોડી દેજો કારણકે ઘણી વાર સ્નાન કરતી વખતે વધુ ગરમ પાણી શરીર પર પડી જાય તો તેનાથી શરીરનુ તાપમાન 101 ડિગ્રી સુધી પહોંચી જાય છે જે કારણોસર તમારું બ્લડ પ્રેશર ડાઉન થઇ શકે છે. તબિયતમાં આ બદલાવ આવવાને કારણે બાળકને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો નથી મળી શકતા જેનાથી બાળકને નુકસાન પહોંચે છે. એક અહેવાલ અનુસાર ગર્ભવતી મહિલાઓએ તેમના શરીરનું તાપમાન 101 ડિગ્રીથી નીચુ રહે તેવી કોશિશ હંમેશ માટે કરવી જોઇએ.
ફ્રૂટ જ્યૂસનું સેવન વધુ પ્રમાણમાં ના કરો
તમને આ વાત સાંભળીને નવાઇ લાગશે કે, ફ્રૂટ જ્યૂસનું સેવન કરવાથી શું થાય. તો આજે અમે તમને જણાવી દઇએ કે, ફ્રૂટ જ્યૂસમાં શુગરનુ પ્રમાણ વધુ માત્રામાં હોવાથી તે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચાડે છે. માટે જો તમે વધુ પ્રમાણમાં ફ્રૂટ જ્યૂસનું સેવન કરો છો તો હવેથી બંધ કરી દો. ફ્રૂટ જ્યૂસ કરતા તમે આખા ફ્રૂટ ખાવાનો આગ્રહ રાખો. જ્યૂસ કરતા ફ્રૂટ ખાવાથી બાળક અને માતા એમ બંન્ને માટે લાભદાયી છે અને સાથે-સાથે શુગરનુ પ્રમાણ પણ આ સમયમાં તમારી બોડીમાં ઓછુ જાય છે.
પીઠના બળ પર ઊંઘવુ ના જોઇએ
પ્રેગનન્સી સમયે ઊંઘવાની સૌથી બેસ્ટ પોઝિશન ડાબી બાજુ છે. ડાબી સાઇડ ઊંધી જવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે. જો કે આ ઘણી મહિલાઓ માટે અઘરુ છે. પણ તમે કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર ડાબા પડખે ઊંઘી શકો છો. જો તમે ડાબા પડખે ઊંઘીને કંટાળી જાવો તો જમણી બાજુ ફરીને સૂઇ જાઓ. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે પીઠના બળ પર સૂઇ જાઓ છો તો ગર્ભાશયનુ પૂરેપૂરું વજન શરીરના બીજા અંગો પર પડે છે જેને કારણે બ્લડ સર્કુલેશનમાં પ્રોબ્લેમ થાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
સ્કિન કેર પ્રોડક્ટસનો ઉપયોગ ના કરો
જો તમે આ દિવસોમાં તમારી સ્કિન પર ફેશિયલ, બ્લીચ, વેક્સ, બોડી મસાજ તેમજ બીજી કોઇ પણ જાતની ટ્રિટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા છો તો ચેતી જાજો કારણકે પ્રેગનન્સી દરમિયાન આ બધી પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ બાળક અને માતાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
આ માહિતી તમારી દરેક મહિલા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલાય નહિ.