દીકરો હોય તો આવો, માતા પિતાનું મંદિર બનાવી દીધું દરરોજ ભગવાનની જેમ કરે છે પૂજા.

કહેવાય છે કે માતા પિતા ભગવાનનું સ્વરૂપ હોય છે. તેઓ આપણાં સોનેરી ભવિષ્ય માટે કશું પણ કરી શકે છે. એટલે આપણી પણ ફરજ બને છે કે આપણે તેમની સેવા કરીએ તેમને માન સન્માન આપીએ જેના તેઓ હકદાર છે.

એક તરફ જયા અમુક કલયુગના દીકરાઓ કે જેવો આવા સમયમાં માતા પિતાને છોડી દેતા હોય છે તો અમુક શ્રવણ કુમાર બનીને એવું કામ કરી જતાં હોય છે જેની મિસાલ લોકો આપતા રહે છે. હવે તમિલનાડુના મદુરૈથી સામે આવેલ આ ઘટનાને જ લઈ લઈએ. અહિયાં એક વ્યક્તિએ પોતાના માતા પિતાના સમ્માનમાં તેમનું મંદિર બનાવી દીધું.

રમેશ બાબુ નિવૃત પોલીસ અધિકારી છે. તેઓ પોલીસ વિભાગમાં એસઆઈની પોસ્ટ પર હતા. તેઓ પોતાના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે. તે પોતાના માતા-પિતાને ભગવાન માને છે. તેની હૃદયપૂર્વકની ઈચ્છા તેના માતા-પિતા માટે મંદિર બનાવવાની હતી. જોકે, કામમાં વ્યસ્ત હોવાને કારણે તેમને સમય મળ્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે તેમણે તેમના માતાપિતાના સન્માનમાં એક મંદિર બનાવ્યું.

મંદિર બન્યા પછી, રમેશ બાબુ દરરોજ તેમના માતા-પિતાની મૂર્તિઓને ભગવાન તરીકે ફૂલનો હાર અર્પણ કરીને પૂજા કરે છે. રમેશ બાબુ જણાવે છે કે આ મંદિરના નિર્માણ બાદ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. જોકે આ મંદિર અને મૂર્તિ દ્વારા તે હંમેશા તેમની સાથે છે.

રમેશ બાબુનું પોતાના માતા-પિતા પ્રત્યેનું આ સન્માન જોઈને લોકો તેમના વખાણ કરતાં થાકતા નથી. લોકો કહેવા લાગ્યા કે આ સાચો દીકરો છે. જો બધા બાળકો પોતાના માતા-પિતા માટે આટલું માન રાખવા લાગે તો તેમને પૃથ્વી પર જ સ્વર્ગનું સુખ મળી જશે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પુત્રએ તેના માતા-પિતા માટે મંદિર બનાવ્યું હોય. આ પહેલા યુપીના હરદોઈ જિલ્લાના અતરજી ગામમાં એક સરકારી કર્મચારીએ નિવૃત્તિ બાદ તેના માતા-પિતાના સન્માનમાં મંદિર પણ બનાવ્યું હતું. રમેશ બાબુની જેમ, વીરેન્દ્ર દીક્ષિત, જેઓ એકાઉન્ટન્ટ હતા, મૂર્તિ સ્થાપિત કરીને દરરોજ તેમના સ્વર્ગસ્થ માતા-પિતાની પૂજા કરે છે.

error: Content is protected !!