પિતાની આ આદત તેમને પોતાના સંતાનથી કરે છે દૂર, જો તમારા સંતાન પણ થઈ રહ્યા છે તમારાથી દૂર તો રાખો ધ્યાન.

માતા-પુત્રીના સંબંધોની જેમ પિતા-પુત્રના સંબંધો પણ ખૂબ જ અણમોલ હોય છે. જે રીતે માતા તેમની પુત્રીની ઉંમરના હિસાબથી તેની સાથે મિત્રતા કરતી હોય છે તેવી જ રીતે પુત્રને પણ તેના પિતા સાથે દોસ્તીના સંબંધો બંધાય તે એક ખૂબ જ જરૂરી બાબત છે. જો કે કેટલાક પિતા-પુત્રને એકબીજા સાથે જરા પણ બનતુ હોતુ નથી અને તેમના સંબંધોમાં કોઇને કોઇ રીતે ખટાશ આવી જતી હોય છે. પિતા-પુત્ર વચ્ચે સંબંધો ન હોવાને કારણે લાઇફમાં અનેક ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

આમ, પિતા-પુત્ર વચ્ચે જ્યારે લાગણીના સંબંધોનો અભાવ હોય ત્યારે પુત્ર થોડા સમય પછી તેનો રસ્તો જાતે જ શોધી કાઢે છે અને પિતાથી અલગ થવાની કોશિશ કરે છે. તો આજે અમે તમને એવી વાત જણાવીશું કે, જે પિતા-પુત્રના સંબંધોમાં કેવી રીતે ખટાશ પેદા કરે છે. આમ, જો તમે ઇચ્છો કે તમારો પુત્ર એક પુત્રીની જેમ જ હોંશિયાર અને ખોટા રસ્તે ના જાય તો તમારે ક્યારે પણ તેની સામે આ પ્રકારની વાતો ના કરવી જોઇએ અને તેની સાથે એકદમ ફ્રેન્કલી બની રહેવુ જોઇએ.

તુ હજુ નાદાન છે

પુત્ર ગમે તેટલો મોટો થઇ જાય તેમ છતા તેના પિતા તેને ક્યારે પણ એક સમજદાર વ્યક્તિ તરીકે માનવા તૈયાર હોતા નથી. આમ, જ્યારે એક પુત્ર તેના ઘરમાં કોઇ વાતચીતમાં સલાહ આપે છે તો પિતા તેને ત્યાં જ અટકાવી દે છે અને તેને બોલવાનો મોકો નથી આપતા. જ્યારે પુત્ર સાથે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તેનુ સ્વમાન ઘવાય છે અને તે પિતાથી અલગ થવાની કોશિશ કરવા લાગે છે. આ સાથે જ પિતા દરેક પરિસ્થિતિમાં તેના પુત્રને નાદાન સમજીને અનેક ઘણી મોટી ભૂલો કરી બેસતા હોય છે.

કોઇ કામ જવાબદારીથી કરતો નથી

પુત્ર ગમે તેટલી ઘરની જવાબદારી સંભાળે તો પણ એક પિતાને તે વિશે ક્યારે પણ સંતોષ થતો નથી. આ સાથે જ પિતાને હંમેશા એવુ લાગે છે કે, તુ ઘરનુ કામ ક્યારે પણ સમય પર નથી કરતો અને તુ તારી લાઇફમાં ક્યારે પણ કોઇ જવાબદારી ઉપાડી શકીશ નહિં. આ બધા મેણાં-ટોણાંને કારણે પુત્રને ખૂબ જ દુખ થાય છે અને તેના મનમાં અનેક બાબતો ઘર કરી જાય છે જે તેને આગળ જતા અનેક તકલીફમાં મુકી દે છે. એક અહેવાલ અનુસાર જો તમે તમારા પુત્રને જરૂરિયાત કરતા વધારે બોલ-બોલ કરો છો તો તેના મનમાં અનેક ઘણા ખોટા વિચારો આવે છે અને તે એક ટાઇમે સ્યુસાઇડ કરવાનું પણ વિચારી લે છે.

તુ નહિં કરી શકે આ કામ

જ્યારે કોઇ પુત્ર હિંમ્મત કરીને એમ કહી દે છે કે, પપ્પા આ કામ હું કરી લઇશ, ત્યારે પિતા તેનો ઉત્સાહ અને ઉમંગ તોડીને સીધુ જ એમ કહી દે છે કે, આ કામ તારાથી નહિં થાય અથવા આ કામ કરવામાં હજુ તુ નાનો પડે છે. આમ, આવી વાતો પુત્રના મનમાં લાગી આવે છે અને પછી તેના પિતા પ્રત્યેનો પ્રેમ ઓછો થઇ જાય છે અને તેના પિતાથી તે હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.

error: Content is protected !!