રવિવારે ખાસ કરો આ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને મળશે મનગમતું પરિણામ.

દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખ સુવિધાથી ભરપૂર જીવવા માંગતા હોય છે. વ્યક્તિ એ પોતાના માટે અને પરિવાર માટે દિવસ રાત ખૂબ મહેનત કરતો હોય છે. જો કે દર વખતે તે વ્યક્તિને તેની મહેનત પ્રમાણે ફળ મળતું નથી.

ઘણીવાર વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે પછી પણ અમુક કારણસર તેને સફળતા મળતી નથી. એવામાં વ્યક્તિએ પોતાના કુંડળીમાં રહેલ ગ્રહોને મજબૂત કરવા જોઈએ. આમ કરવા માટે આપણાં શસ્ત્રોમાં પણ અમુક ઉપાય જણાવ્યા છે.

અમુક એવા ટોટકા હોય છે જે કરવાથી વ્યક્તિ બહુ જ ઓછા સમયમાં ધાર્યું પરિણામ મેળવી શકતો હોય છે. આજે અમે તમને રવિવારના દિવસે કરવામાં આવતા કેટલાક ટોટકા જણાવીશું.

1. રવિવારના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે ચાર મુખની દીવો પ્રગટાવો. આમ કરવાથી ધન સંપતિમાં વધારો થશે, માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનલાભના યોગ બને છે.

2. રવિવારના દિવસે ઘરમાં બધા સભ્યોએ માથા પર ચંદન લગાવવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળએ છે.

3. રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી એ પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી રહેતી નથી.

4. માન્યતા છે કે રવિવારના દિવસે સાંજે ગાયના ઘીમાંથી બે બાજુ પ્રગટાવી શકાય એવો દીવો તૈયાર કરો પછી તેને તુલસી પાસે પ્રગટાવી દેવાનો રહેશે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી પર કૃપા વરસાવે છે.

5. રવિવારના દિવસે સાંજે શિવ મંદિરમાં ગૌરી શંકર રુદ્રાક્ષ ચઢાવવાથી પણ ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

6. કહેવાય છે કે રવિવાર સાંજે પીપળાના પાન પર તમારી મનોકામના લખો અને પછી તેને નદીના વહેતા પ્રવાહમાં પધરાવી દો. આમ કરવાથી મનોકામના જલ્દી જ પૂરી થઈ જાય છે.

7. રવિવારે રાત્રે સુવા પહેલા એક ગ્લાસ ગાયનું દૂધ ભરીને તમારા સુવાની જગ્યાએ માથા ની પાસે રાખીને સૂઈ જાવ. સવારે સ્નાન અને પૂજા કામ કર્યા પછી આ દૂધનું સેવન કરો. કહેવાય છે કે આમ કરવાથી બગડેલ કામ બની જાય છે.

8. કહેવાય છે કે રવિવારે ત્રણ નવી સાવરણી ખરીદો અને લાવો. સ્નાન કર્યા પછી બીજા દિવસે, તેમને દેવીના મંદિરમાં રાખો અને આ દરમિયાન કોઈ જુએ નહીં કે ટોકે નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનનો યોગ બને છે.

9. રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો શુભ છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા વરસે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

10. રવિવારે કીડીઓને ખાંડ ખવડાવવી પણ શુભ છે. એવું કહેવાય છે કે આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

error: Content is protected !!