પેટને રાખવા માંગો છો રોગમુક્ત? આ સરળ ઘરેલુ ઉપાય કરશે તમને મદદ.

દરેક રોગની શરૂઆત પેટથી જ થાય છે એ વાતમાં કોઈ બેમત નથી. પેટ એ ખૂબ મહત્વનો ભાગ છે. પેડ દ્વારા જ વ્યક્તિના શરીરની બધી ગંદકી અને કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય પેટ એ શરીરની ઘણી બીમારીઓથી પણ તે બચાવીને રાખે છે. એવમાં જરૂરી છે કે આપણે આપણાં પેટનું પૂરું ધ્યાન રાખીએ.

જો કે આજકાલ લોકો ખાવા પીવામાં ખૂબ બેદરકાર બની રહ્યા છે. એવી પરિસ્થિતિમાં પેટનું બરાબર ધ્યાન રાખવું એ શક્ય બનતું નથી. આ કારણે જ વ્યક્તિનું શરીર ધીરે ધીરે બીમાર થવા લાગે છે અને એક દિવસ આપણું શરીરએ બીમારીઓનું ઘર બની જાય છે.

જ્યારે પણ વ્યક્તિનું પેટ ખરાબ હોય છે તો વ્યક્તિના શરીરની આખી સિસ્ટમ ખરાબ થઈ જતી હોય છે. પણ આજકાલના સમયમાં લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. જેના લીધે આતરડા અને પેટમાં સોજો પણ આવી જતો હોય છે. એવામાં જો આંતરડાની અંદરથી સફાઇ ના કરવામાં આવે તો વ્યક્તિને ઘણી ગંભીર બીમારીઓ થવાની શક્યતા બની શકે છે.

પાચન ના થયેલ ભોજનને લીધે વ્યક્તિના પેટમાં સોજો આવી જતો હોય છે અને તેનું શરીર સારી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. એટલા માટે જરૂરી છે કે શરીર સારી રીતે કામ કરે. આંતરડાની યોગ્ય સફાઇ કરવામાં આવે. આજે અમે તમને આંતરડાની સફાઇ કેવીરીતે કરવી તે જણાવીશું.

આંતરડા સાફ કરવા માટે સૌપ્રથમ બાવળ ગુંદર, વરિયાળી, ઈસબગુલની ભૂકી અને નાની ઈલાયચીનો 100 ગ્રામ પાવડર લઈ આ બધાને પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેમાં ત્રણસો ગ્રામ દેશી ખાંડ અથવા બૂરું મિક્સ કરીને કાચની શીશીમાં રાખો. જણાવી દઈએ કે સવારે નાસ્તો કરતા પહેલા બે ચમચી પાવડર નવશેકા પાણી સાથે લો.

હા, આ પછી સાંજે બે ચમચી હુંફાળા પાણી અથવા દૂધ સાથે લો. એટલે કે આ પાઉડર તમારે દિવસમાં ઓછામાં ઓછા બે વાર સવાર-સાંજ લેવો જોઈએ. ખાસ વાત એ છે કે તમારે આ પાઉડરનું સેવન સતત સાત દિવસ સુધી કરવું પડશે.

તમારી જાણકારી માતા કહી દઈએ કે સાત સિવસ સુધી સતત આનું સેવન કરવાથી તમને ઘણા લાભ થશે. આ સિવાય તમે જો આ દવા વધારે લેવા માંગો છો તો તેને પિસ્તાળીસ દિવસ સુધી વાપરો. હ એ પછી આ ઉપાય કરશો નહીં.

આ ચૂરણથી તમારા આંતરડાના સોજા તો ઉતરી જ જશે અને સાથે સવારમાં પેટ પણ સાફ આવશે. એટલે સુધી કે જો તમને પહેલાંની કબજિયાત કે આંતરડા સાથે જોડાયેલ તકલીફ છે તે દૂર થઈ જશે.

error: Content is protected !!