પેંડો કે જલેબી? – આ વાતનું શું ખરેખર હજી એટલું મહત્વ છે ખરું?
પેંડો કે જલેબી?
“અલી સવિતા ત્રણચાર દિવસ ક્યાં ખોવાઈ ગઈ હતી ?”
વૃદ્ધા આશ્રમમાં રહેતા મકોરબા એ ઓરડીની સફાઈ કરવા આવેલી તેણીને પૂછ્યું. “બા મારી દીકરીની સુવાવડ હતી એટ્લે નહોતી આવી.”
“ એમ !! તો શું આવ્યું પેંડો કે જલેબી? મકોરબાએ કુતૂહલવશ પૂછ્યું” બાનો પૂછવાનો ભાવાર્થ એ હતો કે દીકરો કે દીકરી?. આ સાંભળતા જ સવિતા મકોરબા પર તાડૂકિ ઉઠી ને પછી બોલી “બા હજી પણ તમારો પેંડાનો અભરખો ગયો નથી !!? ..
એ વાત ભૂલી ગયા? કે તમે જેના અવતર્યાની ખુશીમાં પેંડા વહેંચ્યા હતા એ જ તમને અહી મૂકી ગયો છે ને પછી જોવા પણ આવ્યો નથી.!!! “હાલ એ જ તમારી કાળજી એ જ લઈ રહી છે જ્યારે અવતરી ત્યારે તમે જલેબી પણ નહોતી વહેંચી”
મકોરબા એક્દમ સ્તબ્ધ હતા.
ઓરડીમાં જાણે શૂન્ય અવકાશ વ્યાપી ગયો !
લેખક : (C) નરેન કે સોનાર ‘ પંખી’
તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાર્તાઓ અમે તમને આપી શકીએ.