પાણીપુરીનું ફુદીના ધાણા અને મરચાનું પાણી.

કેમ છો મિત્રો? જય જલારામ, આજે હું આપની માટે એક મસ્ત અને બહુ જ સરળ રેસિપી લાવી છું. પાણીપુરી ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને પાણીપુરી નહિ ભાવતી હોય. નાના મોટા, યુવાન હોય કે વૃદ્ધ લગભગ બધાને જ પાણીપુરી ભાવતી હોય છે.

પાણીપુરીને ઘણા અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. પાણીપુરી, પુચકા, પકોડી, ગોલગપ્પા અને બીજા અનેક પણ મને તો પકોડી કે પાણીપુરી કહેવાનું જ ફાવે છે. પાણીપુરી મારી ફેવરિટ છે અને એમાં પણ જો તેની સાથે ધાણા ફુદીનાનું તીખું પાણી મળી જાય તો ભગવાન મળી ગયા જેવી ફીલિંગ આવે. ઘણી જગ્યાએ સાત પાણી અને બીજા ઘણા બધા સ્વાદના પાણી સાથે પાણીપુરી મળે છે પણ જે મજા અને આનંદ ધાણા અને ફુદીનાના તીખા પાણીમાં આવે એવી મજા બીજા કોઈપણ પાણીમાં આવે નહિ. તો ચાલો આજે ફટાફટ બની જતું પાણીપુરીનું રેગ્યુલર પાણી જે લીલા ધાણા અને ફુદીનાથી બનાવવામાં આવે છે.

જો તમે હજી પણ મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ હમણાં જ કરો. plssss HIT that like button and Do SUBSCRIBE to my channel… Its free for you all but would mean alot to me.. મારી ચેનલનું નામ જલારામ ફૂડ હબ છે અહીંયા ક્લિક કરીને જોડાવ મારી સાથે.

સામગ્રી

  • લીલા ધાણા
  • ફ્રેશ ફુદીનો
  • લીલા મરચા
  • મરીયા
  • જીરું
  • મીઠું
  • લીંબુ

પાણીપુરીનું લીલા ધાણા અને ફુદીનાનું પાણી બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા લીલા ધાણા અને ફુદીનો માર્કેટમાંથી ફ્રેશ લાવીને બરાબર ચૂંટી લો અને હવે પાણીપુરી માટે ધાણા અને ફુદીનાના પાન ફક્ત છુટા કરી લો તેને સમારવાની જરૂરત નથી. (મીક્ષરમાં ક્રશ જ કરવાનું છે ને શું કામ વધુ મહેનત કરીને એનર્જી વેસ્ટ કરવી.)

2. હવે પાણીપુરીના પાણી માટે તેમાં ઉમેરીશું લીલા મરચા, લીલા મરચા પણ બને ત્યાં સુધી ફ્રેશ લો. બધી વસ્તુઓ ફ્રેશ એટલા માટે લેવાની કેમ કે ફ્રેશ વાસ્તુના ઉપયોગથી બનાવવામાં આવતા પાણીનો ટેસ્ટ તમને પાણીપુરીનો સાચો આનંદ આપશે.

3. હા તો હવે મરચા લવિંગયા જે સુરતી મરચા પસંદ કરશો નહિ એ ઉપયોગમાં લેવાથી એક તો પાણી બહુ જ તીખું થઇ જશે અને બીજી વાત બળતરા થોડી વધારે થશે. તો આ પાણીમાં તમે જે રેગ્યુલર મરચા આવે છે એ ઉપયોગમાં લો.

4. હવે મીક્ષરના નાના કપમાં બધી જ સામગ્રી લઈ લો. લીલા મરચા, લીલા ધાણા, ફુદીનો, મરીયા અને જીરું પણ ઉમેરી લો અને સાથે મીઠું પણ ઉમેરી લો.

5. હવે આને ક્રશ કરી લઈશું, પહેલા થોડું ક્રશ કરો અને થોડું ક્રશ થાય પછી તેમાં બે થી ત્રણ ચમચી પાણી ઉમેરો અને પછી એકદમ પેસ્ટ જેવું બનાવી લો.

6. આ પેસ્ટ બહુ પાતળી નથી કરવાની આ પેસ્ટને તમે પાણીપુરી માત એ જે બટાકાનો માવો કે પછી કઠોળનો માવો બનાવો તેમાં એડ કરજો એનાથી તમારા પાણીપુરના ટેસ્ટમાં ચાર ચાંદ લાગી જશે અને હા ખાસ એ માવામાં થોડા લીલા ધાણા પણ ઉમેરજો અને હજી વધુ ટેસ્ટી બનાવવા માટે ફુદીનાના પાનને પણ જીણા કટ કરીને ઉમેરી શકો.

7. હવે બનેલ પેસ્ટને તમે એક ડબ્બામાં ભરીને પણ તમે ફ્રીઝમાં રાખી શકો છો. આ પેસ્ટ તમે ભેળ, કે પછી બીજી ઘણી ચાટમાં વાપરી શકો છો.

8. હવે આ પેસ્ટમાંથી પાણીપુરીનું પાણી બનાવવા માટે એક તપેલી લો, તેમાં બનેલ પેસ્ટમાંથી ચારથી પાંચ ચમચી પેસ્ટ લો. હવે તેમાં ઠંડુ પાણી ઉમેરો, અને જો પાણીપુરી ખાવામાં થોડી વાર હોય તો વહેલા પાણી બનાવીને તમે ફ્રીઝમાં રાખી દો.

9. આ પાણીમાં હવે અડધું લીંબુ નીચવી લો અને બરાબર હલાવી લો. (આટલું કરીને પાણી ચાખી લેવું, જો તમને વધુ તીખું જોઈએ તો પેસ્ટ વધારે ઉમેરી શકો છો.)

10. બસ તો તૈયાર છે તમારી પાણીપુરીનું પાણી, બટેકાનો માવો, કોરી પકોડી અને થોડો કોરો મસાલો. બસ તો રાહ કોની જુઓ છો? ફટાફટ બનાવો અને આનંદ માણો પરિવાર સાથે.

મારી આ ક્વિક રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. need your સપોર્ટ…ચાલો ફરી મળીશું કોઈ નવીન આવી જ ક્વિક અને ટેસ્ટી રેસિપી સાથે. મારી ચેનલ પર બીજી ઘણી રેસિપી આપેલ છે એ જરૂર ચેક કરજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!