પાઈનેપલ જ્યુસ શરીરની અનેક બીમારીઓને કરશે જડમૂળમાંથી દુર.

પાઈનેપલને તેનું નામ પાઈનકોનના દેખાવ જેવુ હોવાથી મળ્યું છે, પાઈનએપલનો ઉપયોગ પુરાણ કાળથી પાચન તેમજ દાહને લગતી સમસ્યાઓના ઉપાય તરીકે કરવામાં આવતો હતો. તેનામાં રહેલા રોગપ્રતિકારક તંત્રને થતાં લાભોના કારણે તેનો ખુબ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેની સાથે તે રુઝ આવવાના સમયગાળાના ઘટાડામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

100 કરતાં પણ વધારે જાતિના અનાનસ આજે વિશ્વમાં ઉપલબ્ધ છે, પણ તેમાંની માત્ર પાંજ જાતીઓની જ વ્યવસાયી ધોરણે ખેતી કરવામાં આવે છે.
આજના આ લેખમાં અમે પાઈનેપલના જ્યુસ પીવાથી થતાં અગણિત સ્વાસ્થ્ય વર્ધક લાભો વિષે વિગતવાર માહિતી આપવાના છે. તમારા રોજિંદા ખોરાકમાં પાઈનેપલનો સમાવેશ કેવી રીતે કરવો તે વિષેની ટીપ્સ પણ આપવાના છીએ.

પાઈનેપલના પાંચ સ્વાસ્થ્ય લાભો

અહીં અમે પાઈનેપલ જ્યુસ પીવાથી થતાં લાભો વિષે તમને જણાવી રહ્યા છીએ.

રોગપ્રતિકારક તંત્રને કાર્યક્ષમ બનાવે છેઃ

ફિલિપાઇન્સમાં યોજવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધકોએ પાઈનેપલની અસર શાળાના વિદ્યાર્થીઓ પર તપાસી હતી. જે વિદ્યાર્થીઓને કેન્ડ પાઈનેપલ આપવામાં નહોતા આવ્યા તેમની સરખામણીએ જેમને કેન્ડ પાઈનેપલ આપવામાં આવ્યું તેમનામાં વાઈરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું લાગ્યું હતું. તેમનો આ બિમારીમાંથી ઉભા થવાનો સમય ગાળો પણ ટુંકો હતો.

પાચન

બ્રોમેલેઈન એક પ્રકારનું એન્ઝાઈમ છે જે પાઈનેપલની ડાળી તેમજ રસમાં હોય છે. તે પ્રોટિનને તોડવામાં તેમજ તેના પાચનમાં મદદ કરે છે. કેપ્સ્યુલ ફોર્મમાં આવતું બ્રોમેલેઇન પણ સોજા, ઉઝરડા, તેમજ રુઝાવાના સમય અને સર્જરી બાદની પીડાને ઘટાડવામાં મદદ કરે છે.

પાઈનેપલ ખાવાથી અથવા તો તેનો રસ પીવાથી તમને ઘા રુઝાવા વિગેરે જેવી તબીબી સારવારમાટે પુરતું બ્રોમેલેઇન પુરુ નહી પાડે. પાઈનેપલનો જ્યુસ બનાવવાની જે સામાન્ય પ્રક્રિયા છે તેના કારણે તેમાં રહેલું સંપૂર્ણ બ્રોમેલેઇન એન્ઝાઈમ આપણા સુધી પહોંચતું નથી.

એક પ્રયોગશાળાના અભ્યાસ પ્રમાણે, જેમાં તાજો પાઈનેપલનો જ્યુસ વાપરવામાં આવ્યો હતો તેમાં જાણવા મળ્યું કે પાઈનેપલના સૌથી અંદરના ભાગ, ડાળી અને અંદરના માવામાંથી કાઢવામાં આવેલો રસ ઓવેરિયન અને કોલોન કેન્સર સેલ્સના વિકાસને દબાવી દે છે.

પાઈનેપલ જ્યુસ અને કેન્સર સાથેના સંબંધને વધારે જાણવા માટે તે માટે વધારાનો અભ્યાસ કરવાની જરૂર છે.

હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુટ્રીશનના જણાવ્યા પ્રમાણે, બેટા કેરોટીન પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પાઈનેપલના રસમાં વિટામીન સી અને બેટાકેરોટીન હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ્સ સૂર્ય તેમજ પ્રદુષણને કારણે ત્વચાને થયેલા નુકસાન સામે રક્ષણ આપે છે, ચામડી પરની કરચીલીઓ દૂર કરે છે અને તમારી ત્વચાના ઓવરઓલ ટેક્સ્ચરને સુધારે છે.

વિટામીન સી કોલેજન રચનામાં મદદ કરે છે, કોલેજન એ શરીરમાંનું તે સામાન્ય પ્રોટીન છે જે ત્વચાને તેની મજબુતી અને માળખુ પુરા પાડે છે.

બીજા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વધારે બીટા કેરોટીન ધરાવતો ખોરાક લે છે તેમને કોલોન કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે.

આંખ

એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જે ખોરાકમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય તેને આરોગવાથી મોતિયાબીંદુ થવાનું જોખમ લગભઘ ત્રીજા ભાગ જેટલું ઘટી જાય છે. સંશોધકોએ આ અભ્યાસ યુકેની 1000 સ્ત્રી જોડીઓ પર કર્યો છે.

આંખમાંના પ્રવાહીમાં વિટામીન સી હોય છે અને વિટામીન સી વાળો ખોરાક લેવાથી તમને તે પ્રવાહી જાળવી રાખવામાં મદદ મળે છે અને તેના કારણે તમને મોતિયાબિંદુ થવાનું જોખમ ઘટી જાય છે.

પોષણનું પ્રમાણ

યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના એગ્રીકલ્ચરલ રીસર્ચ સર્વિસ પ્રમાણે એક કપ (250 ગ્રામ) કેન્ડ, ગળપણવગરના પાઈનેપલ જ્યુસમાઃ

132 કેલેરી 0.9 ગ્રામ પ્રોટિન 0.3 ગ્રામ ચરબી 32 ગ્રામ કાર્બોહાઇડ્રેટ 0.5 ગ્રામ રેશા 25 ગ્રામ શર્કરા સમાયેલા હોય છે.

એક કપ પાઈનેપલ જ્યુસ એક વયસ્ક વ્યક્તિની મેન્ગેનિઝની રોજીંદી જરૂરિયાતના 63 ટકા પૂરી પાડે છે, વિટામિન સીની 42 ટકા માંગ પૂરી કરે છે, અને થિયામિન, વિટામીન બી-6 અને ફોલિએટની 10 ટકાથી પણ વધારે રોજીંદી માંગને પૂરી કરે છે.

પાઈનેપલમાં નીચે દર્શાવેલા પોષકતત્ત્વો પણ સમાયેલા હોય છે.

  • પોટેશિયમ
  • મેગ્નેશિયમ
  • કોપર
  • બેટા-કેરોટીન

ડાયેટ ટીપ્સ

જ્યારે તમે કોઈ ફળનો જ્યુસ લેતા હોવ ત્યારે તેના પ્રમાણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમાં વિટામીન્સ અને ખનીજ તો હોય છે પણ તેની સાથે સાથે ઉચ્ચ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ અને શર્કરા પણ હોય છે.

પાઈનેપલ જ્યુસ કુદરતી રીતે મીઠો હોય છે પણ તેની સાથે સાથે તે થોડો તૂરો પણ હોય છે. તમારે હંમેશા ખાંડ ઉમેર્યા વગરનો પાઈનેપલ જ્યુસ લેવો જોઈએ. અને માત્ર પાઈનેપલ જ્યુસ જ નહીં પણ કોઈ પણ ફ્રુટ જ્યુસ ખાંડ વગરનો જ લેવો જોઈએ.

લોકો સંપૂર્ણ પૌષ્ટિક જ્યુસ મેળવવા માટે ઘરે જ પોતાનો પાઇનેપલ જ્યુસ બનાવતા હોય છે. હંમેશા જ્યુસ બનાવવાની પ્રક્રિયા તેમજ તેને સંગ્રહની રીતના કારણે તેનું પોષણ સ્તર ઘટી જતું હોય છે. જ્યારે વ્યક્તિ પોતાનો જ્યુસ જાતે જ બનાવતી હોય ત્યારે તેમણે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં કોઈ પણ જાતનું એડેડે પ્રિઝર્વેટીવ કે સ્વિટનર ઉમેરેલું હોવું જોઈએ નહીં. તેમણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પાકેલા ફળમાંથી તમને સૌથી વધારે ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

ઘણા લોકોને પાઈનેપલના રસથી મોઢા, હોઠ અને જીભમાં અસહજતા તેમજ નરમાશ જેવું લાગતું હોય છે. જેની પાછળ બ્રોમેલેઇન એઝાઈમ જવાબદાર છે. વધારે પડતું એન્ઝાઈમ લેવાથી રેશીઝ, વોમિટિંગ અને ડાયેરિયા થઈ શકે છે. બ્રોમેલેઇન કેટલીક દવાઓના કાર્યમાં પણ દખલ કરી શકે છે. આ દવાઓમાં

  • એન્ટિબાયોટિક્સ
  • લોહી પાતળુ કરવાની દવાઓ
  • એન્ટિડીપ્રેસન્ટ

એન્ટિકન્વલ્સન્ટનો સમાવેશ થાય છે.

પાઈનેપલ કે અન્ય સાઇટ્રસ ફળો અથવા ટ્રોપિકલ ફળોમાંની એસીડીટી હાર્ટબર્ન અથવા રીફ્લક્સની સમસ્યા ઉભી કરી શકે છે. વધારે પડતું પોટેશિયમ લેવાથી જે લોકોને કીડનીની સમસ્યા રહેતી હોય તેમના માટે સમસ્યા ઉભી થઈ શકે છે. જે લોકોની કીડની લોહીમાંનું વધારાનું પોટેશિયમ દૂર કરવા અસક્ષમ હોય તેમના માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.

વધારે પડતું પોટેશિયમ લેવાથી તે હૃદયના રોગો માટે લખી આપવામાં આવતી દવાઓમાંના બેટા-બ્લોકરમાં દખલ કરે છે. જે લોકોને લેટેક્ષની એલર્જી હોય તેમને પાઇનએપલથી એલર્જી થવાની શક્યતા છે. લેટેક્ષ એલેર્જીના લક્ષણો હળવાથી ભારે હોઈ શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

  • સોજા આવવા
  • પેટમાં દુઃખાવો થવો
  • ગળામાં સસણી બોલવી
  • આંખમાં ખજવાળ આવવી

જે લોકોને પાઈનેપલ ખાધા બાદ આ લક્ષણો જોવા મળે તેમણે પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, બીજા મિત્રો સાથે અચૂક શેર કરો આ માહિતી.

error: Content is protected !!