પગની એડીઓ ફાટવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? તો અપનાવો આ ઘરગથ્થું ઉપચાર.

મોટાભાગના લોકો હોય છે જેમની પગની એડી ફાટી જાય છે. જો કે પગની એડી ફાટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો પગની એડી ફાટી જાય તો તમારી પર્સનાલિટી પર પણ તેની અસર વધુ પ્રમાણમાં પડે છે. જો છોકરીઓના પગની એડી ફાટી જાય તો તે હાઇ હિલના સેન્ડલ તેમજ સારા ચંપલ પણ પહેરી શકતી નથી.

જો કે પગની ખૂબસુરતી પાછી મેળવવા માટે લોકો અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે. ફાટેલી એડીઓને મુલાયમ બનાવવા માટે જો તમે તેની સરખી રીતે કાળજી નથી લેતા તો તેનાથી તમને ચાલવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આમ, જ્યારે તમારે વધારે ચાલવાનુ થાય ત્યારે તમને પગમાં બળતરા થવા લાગે છે અને સાથે-સાથે તમારી સ્કિનને પણ વધુ પ્રમાણમાં નુકસાન થાય છે.

જો તમે ફાટેલી એડીને મુલાયમ બનાવવા માટે અનેક પ્રયત્નો કરી ચુક્યા હોવ અને તો પણ તમને તેનાથી કોઇ ફરક ના પડતો હોય તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે. તો આજે જાણી લો તમે પણ પગની એડિઓ ફાટવા પાછળના કારણો અને તેને મુલાયમ બનાવવા માટેની ટિપ્સ.

પગની એડી ફાટવા પાછળના કારણો

  • વિટામીન ઇની ઉણપ
  • કેલ્શિયમની ઉણપ
  • પગ પર વધુ પ્રમાણમાં દબાણ
  • સોરાયસિસ
  • એથલિટ ફૂટ

એડિને મુલાયમ બનાવવા માટેના ઘરેલુ ઉપાય

નારિયેળ તેલ

રોજ રાત્રે સુતા પહેલા પગની એડી પર નારિયેળ તેલથી માલિશ કરો. માલિશ કરવા માટે એક મોટી ચમચી નારિયેળ તેલ લો અને તેને હળવા હાથે માલિશ કરો. ધ્યાન રહે કે, માલિશ કરતી વખતે તેની પર બહુ ભાર આપવાની જરૂર નથી. આ માલિશ તમારે 15થી 20 મિનિટ સુધી કરવાની રહેશે. જો તમે સતત 10 દિવસ સુધી પગની એડી પર આ રીતે માલિશ કરશો તો તમારી એડી એકદમ મુલાયમ થવા લાગશે.

ગ્લિસરીન અને ગુલાબજળ

જો તમારી પગની એડી વધુ પ્રમાણમાં ફાટી ગઇ હોય તો આ ઉપાય તમારા માટે એકદમ બેસ્ટ છે. આ પ્રયોગ માટે સૌ પ્રથમ ગુલાબજળ અને ગ્લિસરીનને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ફાટેલી એડિઓ પર લગાવો અને અડધો કલાક સુધી તેને રહેવા દો. પછી થોડા ગરમ પાણીથી પગ ધોઇ લો. જો તમે સતત 15 દિવસ સુધી આ પ્રયોગ કરશો તો તમારા પગની ફાટેલી એડીમાં તમે રાહત અનુભવશો અને સાથે-સાથે તમને બળતરા પણ નહિં થાય. કારણકે ગુલાબજળમાં ઠંડકના ગુણો હોય છે જે સ્કિનને ઠંડક પહોંચાડે છે.

મધ

પગને હાઇડ્રેટ રાખવા માટે પોષણની ખૂબ જ જરૂરિયાત હોય છે. મધ પગને મોઇશ્યુરાઇઝ કરવા માટેનુ એક ઉત્તમ સાધન છે. આ પ્રયોગ માટે સૌ પ્રથમ મધ લો અને તેને તમારા પગની એડી પર લગાવો. 20 મિનિટ સુધી મધને તમારી પગની એડી પર લગાવેલુ રાખો અને પછી નવાયા પાણીથી પગને ધોઇ લો. આ પ્રયોગ જો તમે સવારે નાહતા પહેલા કરશો તો તમને સરળતા પડશે. આમ, જો તમે આ પ્રોસેસ સતત 20 દિવસ સુધી કરશો તો ફાટેલી એડી એકદમ મુલાયમ થશે અને ફરી ફાટશે પણ નહિં.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

અહિયાં જણાવેલ દરેક ઉપાય અને ટીપ એ ઈન્ટરનેટ પરથી અલગ અલગ જગ્યાએ થી ભેગી કરેલ માહિતી પરથી લખેલ છે. દરેક વ્યક્તિના શરીરની રચના અને તાસીર અલગ અલગ હોય છે એવામાં દરેક વસ્તુ અને ઉપાય વ્યક્તિ પર અલગ અલગ રીતે અને સમયે અસર કરતી હોય છે. જો તમને કોઈ બીમારી કે એલર્જી છે તો અમારી સલાહ છે કે તમે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ જરૂર લો.

error: Content is protected !!