પાચનશક્તિને વધારે સારી અને મજબૂત બનાવવા જીવનમાં અપનાવો ફક્ત આ 4 નિયમ.

આ વસ્તુઓ પાચનશક્તિને વધારે સારી અને મજબૂત બનાવે છે, દરરોજ તેનું સેવન કરવું જરૂરી છે.

સ્વસ્થ રહેવા માટે, સારી અને મજબૂત બનાવવા માટે આપણી પાચનશકિત હોવી ખૂબ જ જરૂરી છે. પાચનતંત્ર મૂળભૂત રીતે ખોરાકને પચાવવાનું કામ કરે છે. તેમાં કહે છે કે મોટાભાગના રોગો પેટમાંથી જ શરૂ થતાં હોય છે, તેથી પેટનું સ્વાસ્થ્ય સારું રાખવું જરૂરી છે. જોકે આજકાલ લોકોની રોજીંદા કામકાજ ની શૈલી ઘણી બદલાઈ ગઈ છે, જે પાચન તંત્રને ખૂબ અસર કરી રહી છે. તમે શું ખાવ છો, તમે કેટલું ખાવ છો, તમે કેટલું પાણી પીવો છો, એટલે કે, સ્વસ્થ આહારથી લઈને નિયમિત કસરત સુધી, પાચનતંત્ર પર સીધી અસર કરે છે. જો પાચન તંત્ર નબળું હોય તો શરીર માં જાતજાતના રોગોનો શિકાર બને છે. તેથી જ લોકો તેને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રકારના પગલાં લેતા જોવા મળે છે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુઓને ટાળવી જોઈએ જેથી પાચનતંત્ર વધુ સારું અને મજબૂત બને?

ફાયબર વાળો આહાર લેવો જોઈએ.

પાચનતંત્રને મજબૂત બનાવવા માટે તમારે તમારા આહારમાં ફાયબરથી ભરપુર વાળો ખોરાક લેવો જોઈએ. જેથી પાચનતંત્રને જ બરાબર રાખે છે અને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે ફાયબર યુક્ત ખોરાક ખાવાથી વજન માં પણ ઘટાડો થાય છે. વધુ માં, આંતરડાના માર્ગ ને સાફ કરવામાં મદદ કરે છે. જેથી વધુ ને વધુ આખા અનાજ , કઠોળ , ફળો જેમ કે સફરજન , સ્ટ્રોબેરી વગેરે અને ફાયબર થી ભરપુર શાકભાજી જેમ કે, બ્રોકોલી ,ગાજર , બીટ વગેરે ખાવાનું શરૂ કરવું જોઈએ.

નિયમિત ખોરાક લેવો જોઈએ.

જો આપણે પાચનતંત્ર સારું રાખવું હોય તો તમારે નિયમિત સમયે ખોરાક લેવાની ટેવ પાડવી જોઈએ. સવારે નાસ્તો હોય કે બપોર નું જમવાનું અને રાત નું ડિનર તમારે દરેક વસ્તુ માટે એક નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ. આના સિવાય તમારે પાણી ખૂબ વધારે પીવું જરૂરી છે જેથી તમારી પાચનશકિત નબળી ના પડે અને પાચનતંત્ર સારી રીતે કામ કરે.

દારૂ અને તણાવથી દૂર રહો.

આલ્કોહોલ , કેફીન અને ધૂમ્રપાનથી આપણા પાચનતંત્ર પર ખૂબ ખરાબ અસર પડે છે. જો તમે તમારા પાચનતંત્ર ને સારું રાખવા માગતા હોય તો આ બધી વસ્તુઓ થી દુર રહેવું ખૂબ જરૂરી છે. આ સિવાય માનસિક તણાવ અને ચિંતા થી પણ તમારા પાચનતંત્ર પર ખૂબ ખરાબ અસર કરે છે. અત્યારે ઘણા બધા ને ચિંતા રહેતી હોય છે તો તેનાથી દૂર રહેવું જરૂરી છે તેથી તમે શક્ય હોય એટલા આ બધી વસ્તુથી દુર રહો અને તણાવ મુક્ત રાખો.

કસરત:

જો તમે નિયમિત કસરત કરો તો ઘણા બધા રોગો થી બચી શકો છો. આનાથી ખાલી વજન જ નથી ઘટતું તેના સિવાય પાચનતંત્ર પણ સારું રહે છે અને બોડીને સ્વસ્થ રાખવા માટે કસરત ને વધારે મહત્વ આપવામાં આવે છે રોજ કસરત કરવાથી આપણું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહેતું હોય છે. નિયમિત કસરત કરવાથી લોહી નું પરિભ્રમણ થાય છે સાથે સાથે પાચનક્રિયા પણ સારી રહે છે. જેથી તમારે તમારા કામમાં થી થોડો સમય કાઢી ને કસરત કરવી જોઈએ. વધુ માં આપણું શરીર પણ સારું રહે છે જેથી આપણો આખો દિવસ તાજગી અનુભવાય છે જેથી નિયમિત સમય કાઢી ને દરરોજ કસરત કરવી જોઈએ.

One thought on “પાચનશક્તિને વધારે સારી અને મજબૂત બનાવવા જીવનમાં અપનાવો ફક્ત આ 4 નિયમ.

  • June 3, 2022 at 12:08 pm
    Permalink

    We can eat Positive Millets ( Ref. Dr. Khader Valli – The Millets Man of India ).
    Thank you.
    Yours Sincerely,
    N. V. Patel
    9825309974
    C-502, Bejanwala Complex, Tadwadi, Rander Raod, Surat-395009
    Gujarat State, India.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!