જૂના ન્યૂઝ પેપરને આવીરીતે વાપરીને તમને ઘર રાખી શકશો ચોખ્ખું. જાણો કેવીરીતે.

દેશ-વિદેશની અનેક ખબરોને જાણવા માટે મોટાભાગના લોકોના ઘરે ન્યૂઝ પેપર આવતુ હોય છે. ન્યૂઝ પેપરથી વ્યક્તિ ઘરે બેઠા-બેઠા અનેક દેશ વિદેશના સમાચારોને જાણી શકે છે. ઘણા લોકોને સવારમાં ઉઠતાની સાથે જ ન્યૂઝ પેપર વાંચવાની આદત હોય છે. કહેવાય છે કે, જો તેઓને સવારમાં ન્યૂઝ પેપર ના મળે તો તેમનો દિવસ સારો જતો નથી.

આ સાથે ઘણા લોકોને સવારમાં ચા પીવાની સાથે ન્યૂઝ પેપર વાંચવાની આદત હોય છે. જો કે ન્યૂઝ પેપર વાંચવાથી અનેક ઘણી માહિતીથી તમે માહિતગાર થાઓ છો અને તમારું જનરલ નોલેજ પણ સાથે-સાથે ખૂબ જ વધે છે. માટે દરેક લોકોએ આખા દિવસમાં જ્યારે સમય મળે ત્યારે ન્યૂઝ પેપર તો અચુક વાંચવુ જોઇએ.

આ સિવાય જો તમે કોઇ ગર્વમેન્ટ પરિક્ષાની તૈયારી કરો છો તો તેને ક્લિઅર કરવા માટે ન્યૂઝ પેપર એક તમારા માટે સારો ઓપ્શન છે. કારણકે ન્યૂઝ પેપરમાં અનેક પ્રકારના સમાચાર આવતા હોવાથી તમને અનેક બાબતોની જાણ થઇ જતી હોય છે જે પરિક્ષા સમયે ખૂબ જ કામમાં આવે છે. આમ, અનેક લોકો ન્યૂઝ પેપર વાંચીને તેને પસ્તીમાં આપી દેતા હોય છે તેમજ ફેંકી દેતા હોય છે.

જો તમે પણ આવુ જ કંઇક કરો છો તો તમારે આ આદત બદલવાની જરૂર છે. કારણકે તમે ન્યૂઝ પેપરનો ફરી ઉપયોગ કરીને તેમાંથી અનેક ઘણી વસ્તુઓ તમને કામમાં આવે તેવી બનાવી શકો છો. તો જાણી લો તમે કેવી રીતે કરી શકો છો ન્યૂઝ પેપરનો ફરી ઉપયોગ.

સ્ટીકર્સ પરના નિશાન દૂર કરવા

સામાન્ય રીતે નાના બાળકો દિવાલો પર તેમજ ઘરમાં બીજી અનેક જગ્યાઓ પર સ્ટીકર્સ લગાવી દેતા હોય છે. જો કે આ સ્ટીકર્સ એક વખત જ્યારે લાગી જાય છે પછી તેને ઉખાડવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે. આ માટે તમે સૌ પ્રથમ એ સ્ટીકર્સ પર બેબી તેમજ વેજિટેબલ ઓઇલ લગાવી દો. પછી મેટલની ચમચીથી તેના પર થોડીવાર ઘસો. આમ, જ્યારે આ પ્રોસેસ પૂરી થઇ જાય પછી સ્ટીકર્સને કારણે પડી ગયેલા નિશાન પર વિનેગર લગાવો અને ન્યૂઝ પેપરથી સાફ કરી દો. જો તમે આ પ્રયોગથી સ્ટીકર્સ કાઢશો તો તેનો ડાઘ રહેશે નહિં અને તે જગ્યા ગંદી પણ નહિં લાગે.

ટિફિનમાંથી આવતી વાસને દૂર કરો

અનેક વખતે એવુ થાય છે કે, ટિફિનને તમે ગમે તેટલુ ધોવો તો પણ તેમાંથી વાસ જતી નથી. આ માટે તમે ન્યૂઝ પેપરના નાના-નાના ટૂકડા કરી લો અને તેને ભેગા કરીને એક ટિફિનમાં મુકી દો. ત્યારબાદ તેને ઢાંકણાથી ફિટ કરી દો. ધ્યાન રહે કે, ઢાંકણું બરાબર બંધ થયેલુ હોવુ જોઇએ. પછી આખી રાત તેને એમને એમ જ રહેવા દો અને સવારમાં ઉઠીને ટિફિન ધોઇ લો. હવે તેને અડધો કલાક માટે તડકામાં મુકી રાખો. આમ, જો તમે આ પ્રોસેસ માત્ર એક જ વાર કરશો તો તમારા ટિફિનમાંથી આવતી વાસ દૂર થઇ જશે.

ભીના બૂટને આ રીતે કોરા કરો

ઘણી વાર વરસાદને કારણે તેમજ પાણીમાં પલળી જવાથી બૂટ-ચંપલ ભીના થઇ જતા હોય છે, જેને સુકાતા પછી ખૂબ જ વાર લાગે છે. આમ, જ્યારે તમારા બૂટ-ચંપલ પણ પાણીમાં ભીના થઇ જાય ત્યારે તેમાં ન્યૂઝ પેપર મુકી દો. પેપરને દર બે કલાકે ચેન્જ કરતા રહો. આમ, કરવાથી તડકા વગર જ તમારા બૂટ-ચંપલ સુકાઇ જશે અને તેમાંથી વાસ પણ નહિં આવે.

કાચ સાફ કરો

સામાન્ય રીતે માટી અને ધૂળને કારણે ઘરમાં લગાવેલા અરીસા પર, દરવાજા પર તેમજ કારના કાચ પર ગંદકી જામી જાય છે. આમ, જો તમે તેને સાફ કરવા માટે મોંઘા ક્લિનરનો ઉપયોગ કરો છો તો હવે તેના બદલે ન્યૂઝ પેપરનો યુઝ કરો. કોઇ પણ વસ્તુને સાફ કરવા માટે પહેલા તેની પર થોડુ પાણી છાંટી દો અને પછી ન્યૂઝ પેપરથી સાફ કરી દો. તમારા કાચ તેમજ દરવાજા ખૂબ જ ઝડપથી એકદમ મસ્ત રીતે સાફ થઇ જશે અને ડાઘા પણ નહિં પડે.

error: Content is protected !!