હવે જ્યારે પણ નર્મદાના દર્શન કરવાનો મૌકો મળે તો ત્યાંથી શિવલિંગ સ્વરૂપ પથ્થર જરૂર લાવજો.
નર્મદા નદીથી નીકળવાવાળા શિવલિંગને નર્મદેશ્વર કહેવામાં આવે છે. આ નંદેશ્વર શિવલિંગને ઘરમાં સ્થાપના કરાવવાથી ઘણા લાભ થાય છે. આ એક ચમત્કારિક શિવલિંગ છે, તેની પૂજા કરવાથી ઘણું શુભ ફળ મળે છે. આ સાક્ષાત શિવસ્વરૂપ કહેવાય છે, સિધ્ધ અને સ્વયંભૂ શિવલિંગ છે. તેને વાણલિંગ પણ કહેવામાં આવે છે.
શસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માટી અને પાષાણથી પણ કરોડો ગણો વધારે ફાયદો સ્વર્ણ નિર્મિત શિવલિંગ આપે છે અને સ્વર્ણ થી પણ વધુ ફળ આપે છે બાણલિંગ નર્મદેશ્વર શિવલિંગ. તમને જાણીને નવાઈ લાગશે પણ આ શિવલિંગને સ્થાપિત કરવા માટે કોઈપણ શુભ મુહૂર્ત કે પછી દિવસ જોવાની જરૂરત નથી. આની પ્રાણપ્રતિષ્ઠા કરવાની જરૂરત નથી હોતી. ઘરના લોકોએ નર્મદેશ્વર શિવલિંગની પૂજા દરરોજ કરવી જોઈએ. આમ કરવાથી ઘર અને પરિવારનું શુભ થાય છે. બધી સિધ્ધિઓ અને સ્થિર લક્ષ્મીને આવકારવા માટે આ શિવલિંગની પૂજા કરો. સામાન્ય રીતે કોઈપણ શિવલિંગ પર ચઢાવવામાં આવેલ કોઈપણ વસ્તુ ગ્રહણ કરવામાં આવતી નથી, પણ નર્મદેશ્વર શિવલિંગનો પ્રસાદ ગ્રહણ કરી શકાય છે.
સ્કંધપુરાણ અનુસાર એકવાર ભગવાન શિવએ દેવી પાર્વતીને ભગવાન વિષ્ણુના શયનકાળ એટલે કે ચાતુર્માસ દરમિયાન તેમનો મંત્ર જાપ કરવાનું કહે છે. તેઓ ૐ નમો ભગવતે વસુદેવાય નમઃ જાપ કરતાં કરતાં તપ કરવાનું કહે છે. પાર્વતીજઈ શંકર ભગવાનની આજ્ઞા લઈને ચાતુર્માસ શરૂ થવા પર હિમાલય પર્વત પર તપસ્યા કરવા લાગે છે. પાર્વતીજઈ ધ્યાનમાં લીન થતાં જ ભગવાન શંકર પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળે છે. ભગવાન શિવ યમુના નદીને કિનારે હાથમાં ડમરુ લઈને ફરી રહ્યા હોય છે તે સમયે તેમની જટા ખૂબ વધી ગઈ હોય છે. તેઓ ક્યારેક ખુશી ખુશી નાચવા લાગે છે તો ક્યારેક દુખી થઈ જતા હોય છે તો ઘણીવાર તેઓ મૌન પણ રહેતા હોય છે.
તેમને ગાતા અને નાચતા જોઈને તેમના એ સુંદર રૂપ પર મુગ્ધ થઈને ઘણી ઋષિ મુનિ પત્નીઓ પણ તેમની સાથે નાચવા લાગે છે. ત્યારે મુનિજન ભગવાન શિવને ઓળખી શકતા નથી એટલે તેઓ ભગવાન શિવના એ રૂપ પર ગુસ્સો જાહેર કરે છે. મુનિઓ ગુસ્સામાં ભગવાન શિવને શાપ આપે છે. તેઓ ભગવાન શિવને લિંગરૂપ થઈ જવાનો શાપ આપે છે. શિવજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. પછી તેમનું લિંગ સ્વરૂપ અમરકંટક પર્વત પર થાય છે.
નર્મદા પણ ત્યાંથી જ પ્રગટ થાય છે અને તેઓ ભગવાન શિવની સ્તુતિ કરે છે. ત્યારે શિવજી નર્મદાને વરદાન આપે છે કે, ‘નર્મદે, તમારા તટ પર જેટલા પથ્થર છે, એ બધા મારા વરદાનથી શિવલિંગ સ્વરૂપ બની જશે અને તારા દર્શનમાત્રથી સંપૂર્ણ પાપનું નિવારણ થઈ જશે.’ આ વરદાન મેળવીને નર્મદા પ્રસન્ન થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે, ‘નર્મદાના દરેક પથ્થર છે શંકર. એટલે જ નર્મદામાં જેટલા પણ પથ્થર છે એ બધા શિવરૂપ છે.’
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.