એકસાથે 30,000 નાગ દેવતા આપે છે આ મંદિરમાં દર્શન, સ્ત્રીઓનું નિસંતાનપણું થાય છે દૂર.
સાપ એક ઝેરી જીવ હોય છે. લગભગ બધા જ તેમનાથી ડરતા હોય છે. પણ ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાપને આપણે દેવતા માનીએ છીએ. ભગવાન વિષ્ણુજી એ શેષનાગ પર વિરાજમાન હોય છે. ભગવાન વિષ્ણુ અને શેષનાગનો પણ અનોખો સંબંધ છે.
જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન રામનો અવતાર લઈને પૃથ્વી પર આવે છે ત્યારે શેષનાગજી એ તેમના નાના ભાઈ લક્ષ્મણનું રૂપ લઈને આવે છે. તો બીજી વાર જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અવતાર લઈને પૃથ્વી પર આવે છે ત્યારે શેષનાગ એ તેમના મોટા ભાઈ બલરામનું રૂપ લઈને તેમની સાથે આવે છે. આમ નાગનું આપણાં ધર્મમાં પણ ખૂબ મહત્વ છે.
ભગવાન શંકરના ગળામાં જોવા મળતાં નાગ દેવતાને પણ પૂજવામાં આવે છે. તેમના પણ અનેક મંદિર આપણાં દેશમાં જોવા મળે છે. આપણાં દેશમાં એક આવા જ મંદિર વિશે આજે અમે તમને જાણવા મળશે. આ મંદિરમાં એક, બે નહીં 30 હજાર નાગના દર્શન એક સાથે ભક્તોને થાય છે.
આ મંદિર આવેલું છે કેરળના અલપ્પુઝા જિલ્લાના હરીપદ ગામમાં. આ મંદિરનું નામ સ્થાનિક ભાષામાં મન્નારસલા શ્રીનાગરાજ છે. મંદિર તરફ જવાના રસ્તા પરના ઝાડ પાસે 30,000થી વધારેે નાગ દેવતાની મૂર્તિઓ જોવા મળે છે. અહીં નાગરાજ સાથે તેમની પત્ની નાગયક્ષી પણ સ્થાપિત છે. વિશ્વભરમાં મન્નારને મંદિરના નામથી જ ઓળખવામાં આવે છે. આ સ્થાન સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે.
પૌરાણિક કથા
પરશુરામ ભગવાનએ જ્યારે ક્ષત્રિયોનો વધ કર્યો તો તે પાપથી મુક્ત થવા તેમણે આ નાગ ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું. પરશુરામએ અહીં તપસ્યા કરી અને તેનાથી ખુશ થઈ નાગરાજ પ્રસન્ન થયા અને વચન આપ્યું કે તેઓ આ સ્થાન પર યુગો સુધી વાસ કરશે અને તેમના શરણે આવનાર ભક્તોનો ઉદ્ધાર કરશે. પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર અહીં શેષ નાગ, તક્ષક અને કર્કોટકએ ભગવાન શંકરની ઉપાસના કરી હતી. અહીં શંકર ભગવાનની પૂજા પણ નાગ સ્વરૂપે જ કરવામાં આવે છે.
મંદિરનું મહાત્મ્ય
આ મંદિર વિશે માન્યતા છે કે જે સ્ત્રીઓ નિસંતાન હોય છે તે અહીં આવી ઉરુલી કમજાહથાલ નામની પૂજા કરે છે તેમને સંતાનપ્રાપ્તિ થાય છે. આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.