26/11 મુંબઈના એ દિવસો જીવનભર રહેશે યાદ, આજે પણ દિલમાં દુખે છે એ યાદ કરતા જ.

‘તાજ’ ના! એ પ્રેમની નિશાની વાળો તાજ નહિ આજે વાત એ તાજની કે જ્યાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અનેક લોકોએ એકબીજા પ્રત્યે માણસાઈ બતાવી. આખા દેશનો જીવ જયારે તાળવે ચોંટી ગયો હતો. આજે વાત મુંબઈની એ તાજ હોટલ પર થેયલ આતંકી હુમલાની. દર વર્ષે એવું થાય છે કેમ થાય છે એ ખબર નથી. જેમ જેમ 26/11 નજીક આવે ને એમ એમ ખબર નહિ મન બહુ મુંજાય છે. કોઈને કહી નથી શકતી કે શું થાય છે?

અચાનક જ શાંત વાતાવરણમાં ગોળીઓનો અવાજ ગુંજી ઉઠે છે. એ 10 આતંકવાદીઓએ 13 વર્ષ પહેલા ફક્ત આખી મુંબઈને જ નહિ આખા વિશ્વને હચમચાવી દીધું હતું. ભલે આપણા કોઈ ઓળખીતા મુંબઈમાં હતા કે નહોતા એ એક ગૌણ વાત હતી એ સમય લગભગ બધા જ લોકો મુંબઈની માટે પ્રાર્થના કરતા હતા.

હવે આપણે વિચારીએ કે એ હુમલા પછી તેની ઉપર ઘણી બધી ફિલ્મો બની સિરીઝ બની અને ઘણી શોર્ટ ફિલ્મો પણ બની હશે અને વિડિઓ તો એટલા અગણિત બન્યા હશે કે જેનો કોઈ હિસાબ જ નથી. ફિલ્મો જોઈને જ આપણે એ સમયની હકીકતનો અંદાજો લગાવી શકીએ છીએ. આતંકવાદીઓને પકડવા, તેમનાથી બચવા અને ફિલ્મ મુંબઈ એટેકમાં બતાવ્યા પ્રમાણે હોટલના સ્ટાફે હોટલના મહેમાનને બચાવવા માટે જે જેહમત ઉઠાવી છે એ ખરેખર વખાણવા લાયક છે.

26/11 હુમલા પર બનેલ ફિલ્મ જોઈને જ આપણે ઘણીવાર હચમચી જતા હોઈએ છે. ફિલ્મના અંતમાં જયારે વિદેશી લોકો અને આપણા દેશના લોકોએ હોટલમાંથી જીવ બચાવીને બહાર આવે કે એ સીન જોઈને લગભગ બધા જ લોકો ભાવુક થઇ જતા હોય છે. મને અંતમાં એ સીન જોઈને વિચાર આવે કે સાલું ત્યારે શું થયું હશે જયારે ખરેખર અમુક લોકોએ એવું વિચારી લીધું હોય કે તે હોટલમાં કામ કરનાર તેમના પ્રિયજન હવે ક્યારેય પરત આવશે નહિ.

આ વાત વિચારીને જ હ્ર્દય હચમચી જાય છે. હવે એવું પણ બન્યું હશે કે ઘણા લોકો તેમના પરિવારજનોને મળી શક્યા હશે કેમ કે તેમનો જીવ બચી ગયો હશે. પણ આ સાથે જ ઘણા એવા પણ લોકો હતા કે આ હુમલાએ તેમના પ્રિયજનને તેમનાથી દૂર કરી દીધા. ખરેખર એ એક ક્યારેય ના ભુલાય એવી ઘટના હતી. આ ઘટનાની એક બહુ જ શીખવા જેવી વાત બની હતી.

જયારે પણ તમે અનેક લોકો સાથે મુશ્કેલીમાં હોવ તો તમારે ફક્ત તમારા એકલાનું જ નહિ પણ તમારી સાથે રહેલ બીજા બધા જ લોકો વિષે પણ વિચારવું જોઈએ. જયારે ઘણા બધા લોકો એક જ વાત વિષે બધાનો જીવ બચાવવા માટે વિચારશે ત્યારે તેમાં સફળતા મળે જ છે. ખબર નહિ મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને શું લખી રહી છું તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!