મૃત્યુ પછી – જ્યારે અચાનક જીવનભર સાથે ચાલવા વાળા ડગલાં દિશા બદલીને ચાલ્યા જાય દૂર.

એક સુંદર કપલ કે જએ પોતાનું જીવન ખૂબ સુંદર રીતે જીવી રહ્યું હતું. તેઓ ખૂબ ઉત્સાહિત હતા કેમ કે તેમના જીવનમાં તેમનું પહેલું સંતાન હવે કોઈપણ સમયે ડિલીવર થવાનું હતું. પત્ની ખોળો ભરવાના પ્રસંગ પછી બાળકને પિયરમાં જન્મ આપવાની હતી. બંને વચ્ચે દરરોજ ઘણીવાર વાત થતી. એવામાં અચાનક આ કપલ થઈ જાય છે અલગ. આ કપલના સુંદર જીવનને કોઇની નજર લાગી જાય છે. પત્ની પતિનો સાથ છોડી ચાલી જાય છે. અને સાથે પોતાની આવનાર બાળકીને પણ લઈ જાય છે.

આ વાત કોઈ ફિલ્મ કે વાર્તાની કહાની નથી આ છે હકીકત કે જએ જુનાગઢમાં બન્યું છે. અહિયાં એક મહિલાનું ગર્ભવસ્થાના છેલ્લા મહિને મૃત્યુ થયું છે. તેના અચાનક આઆમ મૃત્યુથી બધા જ શોકમાં છે અને સૌથી વધુ આઘાતમાં કોઈ હોય તો તે છે આ મહિલાનો પતિ કે જે ખૂબ આતુરતાથી પોતાના આવનાર બાળકની રાહ જોઈ રહ્યો હતો. પણ તેને તો ફોન પર સમાચાર મળે છે કે તેની પત્નીને કશુંક થઈ ગયું છે. તે ખૂબ સિરિયસ છે.

આ પછી તરત જ તેને સમાચાર મળે છે કે તેની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. પણ આટલા દુખમાં પણ એક આશાની કિરણ તેને મળે છે કે મૃત પત્નીના ગર્ભમાં તેની દીકરી હજી પણ શ્વાસ લઈ રહી છે તેને બચાવવા માટે તે ડૉક્ટરને વિનંતી કરે છે. પછી મૃતક પત્નીનું સિઝર કરીને બાળકીને જન્મ આપવામાં આવે છે.

પણ તે પતિનું દુખ અહિયાં જ પૂરું નથી થતું હવે બીજું એક દુખ તેના માથે આવે છે. તેની નવજાત દીકરી પણ જન્મના થોડા જ સમય પછી તેનો સાથ છોડી દે છે. નાનકડી દીકરી પણ માતા સાથે ચીર નિંદ્રામાં સૂઈ જાય છે. આ વ્યક્તિને પત્નીના મૃત્યુનું દુખ ઓછું હતું તો ઉપરથી નવજાત દીકરીનું પણ મૃત્યુ તેને વધુ વિચલિત કરી દે છે.

તમને જણાવી દઈએ કે આ કપલના લવ મેરેજ થયા હતા. તેમના આટલા લગ્ન જીવન દરમિયાન તેમણે ઘણું બધુ જોયું હતું. તેમણે સારી પરિસ્થિતિ જોઈ હતી સાથે ઘણું કામ કર્યું હતું. ઘણું કમાયા હતા, ઘણું ફર્યા હતા ઘણી મસ્તી કરી હતી. હવે પત્ની તો આ દુનિયામાં નથી રહી પણ પતિ માટે આ બધી યાદો સાથે જીવવું એ મુશ્કેલ થઈ રહેશે. હમણાં તો થોડા દિવસ તેની આસપાસ ઘણા સગા અને સંબંધીઓ હશે પણ મને એમ વિચાર આવે છે ત્યારે શું થશે જ્યારે તે એકલો પડશે.

સતત તેની આસપાસ તેની પત્નીની યાદો હશે. તેમના આવનાર બાળકઓ માટે જોયેલા જએ સપના હતા એ જ સપના હવે અડધી રાત્રે તેની ઊંઘ ઉડાડી દેશે. બહુ દુખનો સમય હોય છે આ જ્યારે દંપત્તિમાંથી કોઈ એક પાત્ર એ પોતાની જીવનલીલા સંકેલી લે છે. ઉમર કોઈપણ હોય બંનેમાંથી એક પણ પાત્ર એ જો વિદાઇ લે છે તો બાકી રહી ગયેલ વ્યક્તિનું જીવન એ જાણે અટકી જતું હોય છે.

મારી સૌથી નજીક રહેતા એવા મારા સાસુનું દુખ મી જોયું છે. ભલે તેઓ બોલીને જણાવતા નથી પણ આજે પણ તેમને કમી લાગે છે. એ કમી કોઈપણ ક્યારેય નહીં પૂરી કરી શકે. તમારા પરિવારમાં પણ આવું કોઈ છે જે એકલા છે તેમના જીવનસાથી તેમને છોડી ચાલ્યા ગયા છે? તો તેમને સપોર્ટ કરજો તેમની સાથે વાતો કરજો. તેઓ જીવનમાં શું કરવા માંગે છે તે પૂછજો અને બનતા પ્રયત્ન કરજો કે તેઓ તણાવ ના અનુભવે.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!