સવારના સમયે પૂજા- પાઠ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
બપોરના સમયે ૧૨ વાગ્યાથી લઈને સાંજે ૪ વાગ્યાના સમયગાળામાં પિતૃઓની પૂજા કરવાનો રીવાજ, જયારે સવારે અને સાંજે દેવી- દેવતાઓની પૂજા કરવી.
-બ્રહ્મ મુહુર્તમાં મન શાંત રહે છે, એટલા માટે જ સવારના વહેલા પૂજા- અર્ચના કરવાની પરંપરા છે.
સવારના સમયે પૂજા- પાઠ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તો આપની પૂજા જલ્દી જ સકારાત્મક ફળ આપી શકે છે. પૂજા કરવા માટે સવારનો સમય સૌથી મહત્વનો માનવામાં આવે છે. બ્રહ્મ મુહુર્તમાં પૂજા કરવાની પરંપરા આપણા દેશમાં પ્રાચીન સમયથી ચાલતી આવી રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ બ્રહ્મ મુહુર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે.
બ્રહ્મ મુહુર્તમાં જાગી જવાથી અને દેવી- દેવતાઓની પૂજા કરવાથી આપના મનને શાંતિ મળે છે. સવારના સમયે સૂર્યોદય સમયે તમામ દૈવીય શક્તિઓ જાગૃત થતી હોય છે. જેવી રીતે સૂર્યની પ્રથમ કિરણથી ફૂલ ખીલી જાય છે, તેવી જ રીતે સવાર- સવારના સૂર્યના કિરણો આપના શરીર માટે અત્યંત લાભદાયક સાબિત થાય છે.
સવારના સમયે સૂર્યના કિરણો આપની ત્વચા માટે લાભકારક હોય છે, સૂર્યના કિરણોથી આપની ત્વચાની ચમક વધી જાય છે. આપે ધ્યાન રાખવું જોઈએ કે, બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યાના સમય દરમિયાન પિતૃઓની પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે.
સવારના સમયે પૂજા કરવાથી મનની એકાગ્રતા વધે છે.
પૂજા કરતા સમયે મનનું શાંત હોવું જરૂરી છે. એકાગ્રતા વગર પૂજા કરવાથી આપના દ્વારા કરવામાં આવતી પૂજા સફળ થઈ શકતી નથી. સવારનો સમય પૂજા કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે, સવારે એકવાર ઊંઘ માંથી જાગી ગયા બાદ આપનું મન શાંત અને સ્થિર હોય છે અને આપના મનમાં કોઈ ખોટા વિચારો હોતા નથી.
એટલા માટે સવારના સમયે દેવી- દેવતાઓની પૂજા કરવા માટે એકાગ્રતા અત્યંત જરૂરી છે. એકાગ્ર મનથી જ ધ્યાન કરવાથી આપને લાભ થાય છે. આખા દિવસ દરમિયાન આપના મનમાં ઘણા બધા પ્રકારના વિચારો આવતા રહે છે જેના લીધે આપનું મન એક સ્થાને સ્થિર રહી શકતું નથી. એટલા માટે સવારના સમયે દેવી- દેવતાઓની પૂજા કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આખા દિવસ દરમિયાન સકારાત્મક રહો છો.
સવારના સમયે વહેલા ઉઠી જવાના લીધે આપની માનસિક શક્તિમાં વધારો થાય છે જેના લીધે આપ આખો દિવસ ઉર્જાવાન અને સકારાત્મકતા જળવાઈ રહે છે. સવારે વહેલા ઉઠી જવાથી આપના સ્વાસ્થ્યને લાભ થાય છે. આપની ત્વચાની ચમક વધી જાય છે, તેમજ પેટ સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકાય છે. સવારના સમયે પૂજા કરવાથી આપને તાણ રહેશે નહી અને આપનું મન શાંત રહે છે. જેથી કરીને આપ આપની મુશ્કેલીઓ સહેલાઈથી ઉકેલી શકશો.