ઘરની અંદર જેમણે રાખ્યો હોય મની પ્લાન્ટ તે ખાસ જાણે આ વાત.

ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી કેવા લાભ થાય છે તે તો તમે જાણતાં જ હશો. આ વિષય પર અનેક સૂચનો તમને મળ્યા હશે અને કદાચ તેને ધ્યાનમાં રાખી તમે ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો પણ હશે. પરંતુ શું તમને લાભ થયો ?

જો ઘરની સ્થિતીમાં કોઈ ફેરફાર ન વર્તાતો હોય તો એ જાણવું જરૂરી છે કે મની પ્લાન્ટ યોગ્ય દિશામાં છે કે નહીં. જી હાં, મની પ્લાન્ટ જો યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેનાથી નુકસાન તો નહીં થાય પરંતુ જે ધનલાભની અપેક્ષા હશે તે સંતોષાશે નહીં. તો મની પ્લાન્ટથી લાભ થાય તે માટે કરવું શું ? તો ચાલો આ પ્રશ્નનો જવાબ તમને આજે આપી જ દઈએ.

મની પ્લાન્ટ વિશે માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં જેટલી વૃદ્ધિ પામે તેટલો જ વધારો ઘરની સુખ અને સમૃદ્ધિમાં થાય છે. મની પ્લાન્ટમાં જેમ જેમ પાંદડા વધે તેમ તેમ ઘરમાં સમૃદ્ધિ પણ વધે. પરંતુ મહત્વની વાત એ છે કે આ ચમત્કાર શક્ય ત્યારે જ બને જ્યારે મની પ્લાન્ટની દિશા યોગ્ય હોય.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા વિશે જણાવવામાં આવ્યું છે. જે અનુસાર મની પ્લાન્ટને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો. આ દિશા શુભ તો છે પરંતુ મની પ્લાન્ટને ત્યાં રાખવાથી ખરાબ પરીણામ ભોગવવું પડી શકે છે.

મની પ્લાન્ટ આ દિશામાં રાખવાથી પરીવારમાં અશાંતિ વધે છે. મની પ્લાન્ટ રાખવા માટે પશ્ચિમ દિશા પણ યોગ્ય નથી. આ દિશામાં તેને રાખવાથી આર્થિક નુકસાની વધે છે. મની પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશા તેના માટે ઉત્તમ છે.

મની પ્લાન્ટ ઘરમાં રાખો ત્યારે માત્ર દિશાનું ધ્યાન રાખવાનું નથી. એ વાત પણ ધ્યાનમાં રાખવી કે તે જમીન તરફ ઢળતી ન રહે. એટલે કે મની વેલને ઉપરની દિશા તરફ રાખવી જે પ્રગતિનું સૂચન કરે છે. મની પ્લાન્ટની સાફ-સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું, નિયમિત તેમાં પાણી રેડવું અને તે કરમાય ન જાય તેની તકેદારી રાખવી.

error: Content is protected !!