ઘરમાં લગાવવાના અરીસા સાથે જોડાયેલ છે આ ખાસ વાસ્તુ ટિપ્સ આજથી જ કરો ફોલો.

અરીસો એ વ્યક્તિને તેની છબી તો બતાવે જ છે આ સાથે તેના વ્યક્તિત્વને પણ બતાવે છે. ઘરમાં કઈ દિશામાં અરીસો લગાવવો, કેવા શેપનો અરીસો લગાવવો જોઈએ? અરીસાથી ઘર અને ઘરમાં રહેવાવાળા લોકો પર ખાસ પ્રભાવ થાય છે.

એટલે વાસ્તુમાં આને સાચી રીતે વાપરવા માટે જણાવ્યું છે. સાચી દિશામાં અરીસો લગાવવાથી વાસ્તુદોષ નિવારણ કરી શકાય છે. તો તેને ખોટી દિશામાં લગાવવાથી નકારાત્મક ઉર્જાના લેવલમાં વધારો થાય છે જેના લીધા સ્વાસ્થ્ય અને ધનની હાનિ થઈ શકે છે.

બેડરૂમમાં ક્યારેય પણ અરીસો લગાવવો જોઈએ નહીં. આમ કરવાથી કપલના જીવનમાં વિશ્વાસની કમી થાય છે. આ સાથે જ પતિ પત્ની વચ્ચે મતભેદ વધી શકે છે. આ સિવાય પતિ પત્નીના સ્વાસ્થ્યમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. પતિ પત્ની બંનેને આખો દિવસ થાક પણ લાગી શકે છે.

જો ડ્રેસિંગ ટેબલ બેડરૂમમાં રાખવું જરૂરી છે તો તેને એવી રીતે કે એવી જગ્યાએ મૂકો કે જેથી ઊંઘવાવાળા લોકોનું પ્રતિબિંબ તેમાં દેખાય નહીં. જો દેખાય એવી રીતે હોય તો તેની પર કપડું ઢાંકી દો. એ પણ ધ્યાન રાખો કે જયા અરીસો લગાવેલ છે તો તેનાથી નકારાત્મક પ્રભાવ વધી શકે છે.

મોઢું ધોવા માટે અથવા તો નાહવા પછી પોતાને જોવા માટે બાથરૂમમાં અરીસો લગાવવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે બાથરૂમમાં અરીસો લગાવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અરીસો દરવાજાની બિલકુલ સામે ના હોવો જોઈએ.

અરીસાનું કામ હોય છે હાલનુ રિફલેક્શન બતાવવું, જ્યારે આપણે બાથરૂમમાં પ્રવેશ કરીએ છીએ તો આપણી સાથે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પણ બાથરૂમમાં પ્રવેશ કરે છે.

અરીસો હમેશા સાફ, સ્પષ્ટ આણે ચોખ્ખું દેખાઈ શકે એવો અરીસો હોવો જોઈએ. તૂટેલો કે પછી ધારદાર કે પછી આછું દેખાય એઓ અરીસો હોવો જોઈએ નહીં.

અરીસો હલકો અને મોટો હોવો જોઈએ. તે જેટલો મોટો અને હલવો હશે તેની અસર એટલી જ સારી હશે. શુભ ફળમાં વૃધ્ધિ માટે અક્ષતભુજા વાળો અરીસો લગાવવા માટે પ્રયત્ન કરો.

error: Content is protected !!