રાજસ્થાની સ્પેશિયલ મિર્ચી વડા – ચોમાસામાં વરસતા વરસાદમાં ચા પીતા પહેલા જો આ નાસ્તો મળી જાય તો જલસો થઈ જાય.

મિર્ચી વડા એ રાજસ્થાનની ફેમસ વાનગી છે. આપણે લોકો સાંજના નાસ્તામાં જેમ ઘણીવાર સમોસાં, કચોરી કે પછી બીજો કોઈ નાસ્તો કરીએ છીએ એવી જ રીતે આ મિર્ચી વડા પણ ખવાતા હોય છે. આજે હું તમને આ મિર્ચી વડા બનાવવા માટેની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. એકવાર તમે જો આવીરીતે બનાવીને ટ્રાય કરશો તો હું ગેરંટી આપું છું કે ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે. એમાં પણ જો આની સાથે લીલી થોડી તીખી ચટપટી ચટણી મળી જાય તો આનંદ આવી જાય. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો.

અને હા એક ખાસ વાત મિત્રો મારા આ પેજને તમારી હેલ્પની જરૂરત છે. તમારા બીજા મિત્રોને આ પેજ ફોલો કરવા કહો અને જો તમે પેજ ફોલો નથી કર્યું તો હમણાં જ કરો. બસ તો ચાલો હવે ફટાફટ જાણી લઈએ આ ટેસ્ટી રાજસ્થાની મિર્ચી વડાની રેસીપી.

મિર્ચી વડા બનાવવા માટેની જરૂરી સામગ્રી.

  • મરચાં – લાંબા, જાડા અને આછા લીલા રંગના આવે છે તે લેવા – 5-6 નંગ
  • બેસન – 1 કપ
  • બાફેલા બટાકા – 2-3 નંગ
  • લાલ મરચું – 1 ચમચી
  • ગરમ મસાલો – 1 ચમચી
  • આમચૂર પાવડર – અડધી ચમચી
  • તેલ – તળવા માટે
  • મીઠું – સ્વાદ મુજબ

મિર્ચી વડા બનાવવા માટેની સરળ અને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

1. રાજસ્થાની ફેમસ મિર્ચી વડા બનાવવા માટે સૌથી પહેલા આપણે બટાકા બાફી લઈશું, હવે જ્યારે બટાકા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો. ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી લો અને હવે તેને એક બાઉલમાં લઈ લો. તેને બરાબર મેશ કરી લો.

2. હવે આ બટાકામાં આપણે મસાલો કરીશું. સૌથી પહેલા તેમાં લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ બધુ બરાબર મિક્સ કરી લો.

3. હવે લીલા મરચાં ધોઈને એકદમ કોરા કરી લેવા. હવે તેમાં ઊભો ચીરો પાડો. ચીરો એક જ લગાવવાનો છે. આ પછી તમને ચીરામાંથી અંદર મરચાંના બીજ દેખાતા હશે તે બીજને કાઢી નાખવા. આઆમ કરવાથી મિર્ચી વડાની તીખાસ ઓછી થઈ જશે. તમને તીખું પસંદ હોય તો તમે બીજ નહીં કાઢો તો પણ ચાલશે.

4. હવે એકબાજુ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. જયા સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મિર્ચી ભરી લઈશું.

5. હવે ચીરા મુકેલ મરચાંમાં આપણે તૈયાર કરેલ બટાકાનું પુરણ ભરી લઈશું. હવે એક બાઉલ લેવું અને તેમાં બેસન લેવું અને પાણી ઉમેરીને ઘાટું ખીરું તૈયાર કરો. તમે બેસનના ખીરામાં મસાલો પણ કરી શકો આપણે જેમ બટાકાના ભજીયા માટે કરતાં હોઈએ છે એવી રીતે.

6. હવે તેલ પણ ગરમ થઈ ગયું હશે અને આપણું ખીરું પણ તૈયાર છે અને મરચાં પણ ભરીને તૈયાર છે. હવે બેસનમાં ભરેલા મરચાંને ડૂબાડીને આખા મરચાં પર બેસન કોટ થઈ જાય પછી તેને ગરમ તેલમાં તળવા માટે મૂકી દો.

7. મરચું તળવા માટે તેલમાં નાંખો ત્યારે મરચાંને ડીંટાથી પકડવા જેથી આખા મરચાં પર બેસન હોય એ બરાબર રહે.

8. હવે મિર્ચી વડા તળાતા હોય ત્યારે ધીરે ધીરે ઝારા થી કે પછી ચમચીથી ગરમ તેલ ભજીયા પર નાખતા રહો જેથી વડા બરાબર તળાઈ જાય.

9. હવે સોનેરી રંગના થઈ જાય એટલે સમજો કે તમારા મિર્ચી વડા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. આને તમે લીલી ચટણી કે પછી ટામેટાંના સોસ સાથે ખાઈ શકો છો.

10. હવે ગરમાગરમ મિર્ચી વડા ખાધા પછી મસાલેદાર ચા મળી જાય તો મજા આવી જાય. તો એકવાર વડા ખાઈ લો પછી ચા કે કોફી પણ જરૂર લેજો.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!