માતૃભાષાથી તમને કેટલો પ્રેમ છે? દરેક ગુજરાતીને વિચારતા કરી મૂકે તેવી વાત.

એણે પાસે આવીને કહ્યું, “દાદા પતંગ નહિ પણ kite બોલવાનું  નહિ તો ટીચર punished કરશે અને સ્ટેન્ડિંગ લાઈન લખવા આપી દેશે.” આટલું એ બોલી જ રહ્યો હતો ત્યાં ગાય આવી એટલે ઘરમાંથી રોટલી લઈ હું ‘ લે ગાય ગાય લે’ એટલું બોલ્યો ત્યાં પેલા બાળકને ફરી મને ટોક્યો અને બોલ્યો ” દાદા ગાય   નહિ  COW બોલવાનું ટીચરે કહ્યું છે. ગાય બોલશે તેને દસ પેજ સ્ટેન્ડિંગ લાઈન લખવા માટે આપશે” !

લે કાઉ લે રોટલી લે એવું બોલવું કેવું વિચિત્ર લાગે! માટે ગાય પણ નહિ બોલવાનું!શિક્ષા એ બાળકના ફક્ત કૂમળા માનસ પર અસર નથી કરતી પણ સાથે સાથે એને અંગ્રેજી ભાષા સિવાય અન્ય ભાષાઓમાં પ્રત્યે અરુચિ પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર જ કહેવાય.

ભાષા પ્રત્યેની નફરતના બીજ એ બાળ માનસને એની માતૃભાષાથી જોજનો દૂર કરી રહી છે એનાથી દરેક માતૃભાષા પ્રેમીએ ચેતવું રહ્યું. ફક્ત માતૃભાા દિવસ ઉજવવાથી માતૃભાષાનું અસ્તિત્વ નહિ ટકે પણ આપણે એને આચરણમાં મૂકીને એની હયાતને સાબિત કરવી રહી. જો આપણે અત્યારે નહિ ચેતીએ તો ઘરમાં આપણાં જ સંતાનો આપણને એ ભાષામાં બોલતા રોકે તો નવાઈ ન પામશો.

આવી તે કેવી કેળવણી જે વ્યક્તિને એની માતૃાષાથી છેડો ફાડવાનું ફરમાન કરે છે!? એક બાળમાનસમાં ભાષા પ્રત્યે થતો ભેદભાવ કેવી રીતે રોપી શકાય? હા દરેક માતા પિતા ઇચ્છે છે કે તેમનું સંતાન અંગ્રેજી માધ્યમમા શીખે. એનો વિરોધ નથી પણ તેઓએ એ તો ન જ કહેવું જોઈએ કે તમે બાળકને એની માતૃભાષાથી દૂર રાખો.

પાંચ વર્ષના બાળકને કોઈ જ જાણકારી નથી હોતી કે ભાષા શું છે. એક સર્વેક્ષણમાં તો એવું કહેવામાં આવ્યું છે કે બાળક નાની ઉંમરમાં જેટલી ભાષા શીખે એ એને આજીવન યાદ રહે છે. એક કોરી સિલેટ જેવા એના બાળમાનસમાં ભાષા નફરત પેસાડવી એ પણ અપરાધ જ છે.

આ બાબતને દરેક માતા પિતાએ ગંભીરતાથી લેવી રહી. અંગ્રેજી સાથે એ આપણાં ભારત વર્ષની અન્ય ભાષાની જાણકારી લે તો ગર્વ અનુભવતા જેવી બાબત ગણવી રહી. ૧૯૮૦ થી ૧૯૯૦ના દાયકામાં અમારું માધ્યમિક શિક્ષણ થયું. આઠમાં ધોરણમાં અંગ્રેજી વિષય પ્રવેશ્યો. પણ અમને અમારા ગુરુજનોએ ક્યારેય એવું નથી કહ્યું કે હવે તમારે ગુજરાતીમાં નહિ બોલવાનું કે વાત કરવાની છતાં અમે બધાં અંગ્રેજી શીખ્યા અને અમલ પણ કર્યો.

આ તો જસ્ટ વાત : બાકી બધાં જ પોતાનું મનનું જ કરવાના એ ખબર છે.

અને છેલ્લે : એક મિત્રના બાળકને ઉત્તરાયણ પછીના બીજા દિવસે પૂછ્યું ” ,કેટલી પતંગ ચગાવી? થોડી ક્ષણ માટે એ મારી સામે જોતો રહ્યો. એને કશું જ સમજાયું નહિ. ત્યાર પછી મારા સવાલને રીપીટ કરતા એનાં પિતાએ કહ્યું “બેટા અંકલ તને how many kite તે ઉડાવી? એવું પૂછે છે!

લેખક : (C) નરેન કે સોનાર ‘ પંખી’

તમારા પ્રતિભાવ ખૂબ જ અમૂલ્ય છે. કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી આવી અવનવી વાતો અમે તમને આપી શકીએ.

error: Content is protected !!