ગમે એવો માથાનો દુખાવો હશે ગણતરીની મિનિટમાં મળી જશે રાહત.

માથાનો દુખાવો સામાન્ય બીમારી થઈ ચુકી છે. વર્તમાન સમયમાં જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે તેના કારણે માનસિક તાણનું પ્રમાણ પણ વધારે રહે છે. જેમાં માથાનો દુખાવો થવો એ હવે સામાન્ય વાત થઈ ચુકી છે. માથાનો દુખાવો નાના બાળકોથી માંડી મોટાને પણ સતાવતી હોય છે.

આજકાલ સામાન્ય કહેવાતો માથાનો દુખાવો એ કેટલો સામાન્ય છે એ તો જેને દુખાવો થતો હોય તેમને જ વધારે ખબર પડે. ઘણીવાર એ દુખાવો અસહ્ય થઈ જતો હોય છે. ના તો કોઈ કામમાં મન લાગે છે કે ના તો કોઇની સાથે વાત કરવી ગમે છે. અરે એટલે સુધી કે ઘણીવાર તો તમારી નજીકના કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતાં હોય ત્યારે તેમનું સાંભળવું પણ પસંદ નથી આવતું.

માથાના દુખાવાના અનેક કારણ હોય શકે છે, જેમાં માઈગ્રેન, માનસિક તાણ, પૂરતી ઉંઘનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. માથું દુખવાની શરૂઆત થાય એટલે લોકો સામાન્ય રીતે પેનકીલર ખાઈ લેતાં હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી તેની સાઈડ ઈફેક્ટ પણ થાય છે. તો તમારું સ્વાસ્થ્ય દવાઓના કારણે ન બગડે તે માટે અહીં કેટલાક ઘરગથ્થુ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

નીલગિરી : માથાનો દુખાવો જ્યારે ભયંકર રીતે વધી ગયો હોય ત્યારે નીલગિરીના તેલથી માથામાં મસાજ કરવી. આ સમયે આંખ બંધ રાખવી અને વિચારોને નિયંત્રિત કરવા. માથાનો દુખાવો 10 મિનિટમાં દૂર થઈ જશે.

આદુ : માથાનો દુખાવો દૂર કરવા માટે આદુ પણ અસરકારક છે. આદુને પાણીમાં ઉમેરી અને 10 મિનિટ ઉકાળવું. જ્યારે પાણીમાંથી વરાળ નિકળવા લાગે તો તેની બાફ લેવી. તુરંત લાભ થશે. બાફ લેતા સમયએ માથા પર ઓઢવું જેથી વરાળ તમારા ફેસ પર આવે અને નાક અને મોઢા દ્વારા શરીરમાં જાય.

લીંબૂ : લીંબૂના ઉપયોગથી પણ માથાના દુખાવાને દૂર કરી શકાય છે. આદુનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં લેવો અને તેને પી જવું. 10 મિનિટ આરામ કરશો એટલે માથાનો દુખાવો દૂર થઈ ગયો હશે.

ફુદીનો : માથાના દુખાવામાંથી રાહત આપવા માટે ફુદીનાના પાન પણ ઉપયોગી છે. માથાનો દુખાવો દૂર કરવા ફુદીનાના પાનનો રસ કાઢી અને તેને માથા પર લગાવવો. 10 મિનિટ આરામ કરવાથી તુરંત રાહત મળશે.

ચા : તમને જો ચા પીવાની આદત છે અને તમે સમયસર ચા નથી પીધી તો પણ તમને માથાનો દુખાવો થઈ શકે છે. તો આવા સમયએ તમે એક મસ્ત તમને પસંદ હોય એવી ચા પી શકો છો. સેમ આવું જ કોફી પીવાવાળા મિત્રો સાથે પણ થઈ શકે છે.

ખાવામાં નાની મોટી ભૂલ : તમને લાગશે કે ખાવા પીવાથી માથાના દુખાવામાં શું થવાનું હતું પણ તમને જણાવી દઈએ કે તમે જ્યારે પણ એવું કશું ખાવ છો કે જેનાથી પેટમાં ગેસ કે પછી કબજિયાત થઈ ગઈ છે. તો તેના લીધે પણ માથાનો દુખાવો થઈ શકે છે. એટલે ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે બહારનું કે પછી ઘરમાં કોઈ નવીન જમવાનું ખાધું છે તો તેને પચાવવા માટે તમે કોઈ ચૂરણ કે પછી ઝંડુ પંચરિષ્ટ રાત્રે સૂતા પહેલા પી લેવું જેથી બીજા દિવસે તમારું પેટ સાફ થઈ જાય અને માથાનો દુખાવો તમને હેરાન કરે નહીં.

મસાજ : તમે કોઈ ઠંડક આપતા કે પછી તમને પસંદ હોય એ સુગંધનું તેલ માથામાં લગાવીને માતા કે તમારી બહેન કે પછી દાદી નાની પાસે માથામાં ચંપી કરાવી શકો છો. આ ચંપીથી તમને ઘણી રાહત મળશે.

વાળ ખેંચો : આ ઉપાય તમને થોડો અજીબ લાગશે પણ તમને જણાવી દઈએ કે આ હું મારા ઘરમાં ઘણીવાર અપનાવું છું. જો તમને કાનથી ઉપર લમણું દુખે છે તો તમે તે લમણાં પાસે ઉપર આવેલ માથાના વાળમાંથી થોડી લટ પકડી લેવી અને તેને સહેજ જોર આપીને ખેંચવી. મારુ માનો આ ખરેખર અસર કરે છે.

સૂંઠ મીઠું : એક ચમચી સૂંઠ પાવડર લેવો પછી તેમાં એક ચપટી મીઠું ઉમેરવું. હવે તેમાં જરૂર મુજબ હુંફાળું પાણી ઉમેરીને પેસ્ટ જેવું બનાવી લો. ધ્યાન રાખો આ પેસ્ટ કપાળ પર લગાવવાની છે એટલે બહુ લિકવિડી નહીં રાખવાનું. પછી આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે ફેસપેક લગાવીએ એ રીતે કપાળ પર લમણાં સાથે લગાવવું. વાળમાં લાગી જાય તો પણ કોઈ ચિંતા કરવી નહીં.

error: Content is protected !!