આ વિધિ પ્રમાણે કરો માતા લક્ષ્મીની પૂજા, જીવનમાં ક્યારેય નહીં રહે પૈસાની કમી.

મિત્રો આજે લગભગ દરેકની એક જ જરૂરિયાત હોય છે અને એ છે પૈસા. પૈસા ક માટે આજકાલ લોકો કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જતાં હોય છે. પણ તમારે એવું કશું જ કરવાની જરૂરત નથી. જો તમારા નસીબમાં ઓછા પૈસા લખેલા છે અને અનેક પ્રયત્ન કરવા છતાં પણ તમારું નસીબ તમને સાથ નથી આપતું તો ચિંતા કરશો નહીં. આજે અમે તમને એક એવો ઉપાય જણાવી રહ્યા છે જેને અપનાવીને તમે પૈસા સંબંધિત દરેક મુશ્કેલીમાંથી રાહત મેળવી શકશો.

અમે જે ઉપાય જણાવી રહ્યા છે તે માતા લક્ષ્મી સાથે જોડાયેલ છે. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી દે છે તેમને ક્યારેય ધનની કોઈ કમી રહેતી નથી. અમે જે ઉપાય જણાવી રહ્યા છે તે ઉપાય બિલકુલ અલગ છે તમે આ ઉપાય જો પૂરા નિયમ અને સાચી રીતે કરશો તો જીવનભર પૈસા સંબંધિત કોઈ તકલીફ નહીં રહે.

આ ઉપાય કરવા માટે તમારે આ સામગ્રીની જરૂરત પડશે. તેમ ફૂલનો હાર, તાંબાનો લોટો, શંખ, રૂમાલ, ચાંદીનો સિક્કો, સામન્ય સિક્કો, સફેદ ફૂલ, 5 ઘીના દિવા, 11 અગરબત્તી અને એક નારિયળ.

સૌથી પહેલા માતા લક્ષ્મીની સામે ઘીના 5 દીવા પ્રગટાવો. તમે આ અલગથી કરી શકો છો અથવા તમે તેને 5 વાટવાળા દિવામાં પણ મૂકી શકો છો. પછી દેવી લક્ષ્મીનું નામ લો અને 11 અગરબત્તીઓ પ્રગટાવો અને તે માતાજી પાસે મૂકો. હવે તાંબાના વાસણમાં પાણી ભરો અને તેના પર નારિયેળ મૂકો.

આ પછી દેવી લક્ષ્મીની મૂર્તિને ફૂલોની માળા ચઢાવો. હવે લક્ષ્મીજીની સામે રૂમાલ ફેલાવો. આ રૂમાલ પર ચાંદીનો સિક્કો અને એક સાદો સિક્કો રાખો. આ સિક્કાઓ અને કુમકુમ, હળદર અને ચોખાથી દેવી લક્ષ્મીની પૂજા કરો. હવે શંખ વગાડી દેવી લક્ષ્મીની આરતી કરો. આરતી પૂરી થયા પછી ફરીથી શંખ વગાડવો.

હવે આરતી પહેલા માતા લક્ષ્મીને આપો અને પછી રૂમાલ પર મુકેલ સિક્કાને આરતી આપો. આ પછી માતાજી સામે હાથ જોડી માથું નમાવો અને તમારી જે પણ પૈસા સંબંધિત તકલીફ છે તે જાણવો. આ બધા કાર્ય થઈ જાય પછી ચાંદીનો સિક્કો ઘરની તિજોરીમાં મૂકો. આમ કરવાથી તમારી આવકમાં વધારો થશે સાથે ઘરમાં પૈસાનો વધારાનો ખર્ચ ઓછો થશે. તમે રૂમાલ પર જે સામાન્ય સિક્કો રાખ્યો હતો તેને રૂમાલ સહિત કોઈ ગરીબ ભિખારીને આપી દો. પૂજામાં જે નારિયળનો ઉપયોગ કર્યો હતો તે નારિયળ વધેરીને ઘરમાં બધા પ્રસાદ તરીકે લઈ લો.

error: Content is protected !!