અમદાવાદ નજીક આવેલ આ મંદિર છે ખૂબ ચમત્કારિક, 500 વર્ષ પહેલા અનોખી રીતે મળ્યું હતું શિવલિંગ.
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ગલીએ ગલીએ આવેલ મહાદેવના મંદિરમાં ભક્તો પોતાના ભોળા ભગવાન શિવને મનાવવા અને પ્રસન્ન કરવા માટે મંદિરોમાં ભીડ કરી રહ્યા છે. આજે અમે તમને અમદાવાદ નજીકના એક અનોખા મહાદેવના મંદિર વિષે જણાવી રહ્યા છે.
આ મંદિર મેહસાણા-અમદાવાદ હાઇવેના મેવડથી ફક્ત 3 કિલોમીટર દૂર મસીયા મહાદેવનું ખૂબ પુરાણું મંદિર આવેલ છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિરમાં મીઠું, મરિયા અને ગોળનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ મંદિર 500 થી પણ વધુ વર્ષ જૂનું છે.
આ શિવલિંગની ઉત્પત્તિની કથા ખૂબ રસપ્રદ છે વાત એમ છે કે અહિયાં એક સંત હતા તેમની ઘોડીને મસો થયો હતો અને કોઈપણ રીતે તે મટતો હતો નહીં. આ પછી તે સંત ખૂબ ચિંતામાં રહેવા લાગે છે ત્યારે એક રાત્રે આ સંતને સપનું આવે છે તેમાં તેમને એક ગામમાં એક આંબલી નીછે ઉકરડો હટાવવાનુ કહેવામાં આવે છે. અને ત્યાં એક ગુણ મીઠું ચઢાવવા માટે પણ કહેવામાં આવે છે આમ કરવાથી ઘોડીનું મસાનું દર્દ મટી જશે.
આ પછી સંત એ જગ્યાએ જાય છે અને સાફ સફાઇ કરી ખોદકામ સમયએ સંતને કોદાળી વાગે છે જેથી તેમને લોહી નીકળે છે આ પછી ત્યાં શિવલિંગ મળી આવે છે. આ વાત આખા ગામમાં ફેલાઈ જાય છે અને લોકો અહિયાં મસા જેવા રોગ માટે બાધા રાખવા લાગે છે.
શ્રાવણ મહિનામાં અહિયાં ખૂબ ભીડ જોવા મળે છે. અહિયાં દર સોમવારના દિવસે મેળો ભરાય છે અને શ્રાવણ મહિનામાં અહિયાં ખૂબ ભવ્ય યાત્રા પણ કાઢવામાં આવે છે. અહિયાં ઘણા બધા લોકો આવીને આ યાત્રામાં શામેલ થાય છે. અહિયાં પાસે જ ઘણા બધા સત્સંગ હૉલ, ધર્મશાળા અને બીજી ઘણી સુવિધાઓ છે.
ગામમાં રહેતા નારણભાઈ હમણાં મંદિરમાં સેવા કરે છે. તેમણે એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ બાળપણમાં આ મંદિર આવતા અને ભજન કીર્તન કરતાં આ પછી તેઓ સેવા કરવા આવતા થયા.