બહુ જ ભૂખ લાગી છે અને કાંઈક ટેસ્ટી અને ચટપટું ખાવું છે? તો ફટાફટ ગણતરીની મિનિટમાં બનાવો આ ચાટ.

કેમ છો? જય જલારામ તમને ચાટ અને ભેળ તો પસંદ જ હશે તો આજે આપણે બનાવીશું ઘર ની સામગ્રી માંથી અને એકદમ ટેસ્ટી બનતી એક નવી ચાટ જોઈશું. તો ચાલો આપણે શીખી લઈએ. અત્યારે પાપડ,ચકરી આ બધું બનાવવાની સીઝન છે. તો દરેકના ઘર માં બનતી હશે. આપણ ને કઈ ચટપટું ખાવાનું મન થાય તો આ ચાટ બનાવી શકો છો. તો ચાલો ચાટ બનાવતા શીખી લઈશું. જો તમે હજી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અહીંયા ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો.

સામગ્રી

  • બટર
  • પાપડ
  • ડુંગળી
  • ધાણા ફુદીના ની ચટણી
  • મીઠી ચટણી
  • ઝીણી સેવ
  • નમકીન
  • ટામેટા
  • ચીઝ
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા એક પાપડ લઈશું. તેને ગેસ પર શેકી લઈશું. હવે તેની પર બટર લગાવી લઈશું. આપણો પાપડ ગરમ હશે એટલે બટર તરજ ઓગળી જશે.

2- હવે બટર લગાવ્યા પછી પાપડ ના નાના મોટા ટુકડા કરી લેવાના. ત્યારબાદ તેની પર ઝીણું સમારેલું થોડું ટામેટું નાખીશું. ત્યારબાદ થોડી ડુંગળી નાખીશું.

3- હવે તેની પર ઘર માં જે નમકીન હોય તે ભભરાવી લઈશું. ત્યારબાદ તેની પર ધાણા ફુદીના ની ચટણી નાખીશું.અને બાળકો ને બહુ વારંવાર ભૂખ લાગતી હોય છે.તો આપણ ને એમ થાય કે શું આપવું.તો આ ચાટ બનાવી ને આપશો તો તે ખુશ થઈ જશે.અને આવું બાળકો ને વધારે પસંદ આવે છે.

4- હવે તેની પર થોડી મીઠી ચટણી નાખીશું. ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. હવે તેની પર આપણે થોડી ઝીણી સેવ નાખીશું. હવે ફરી થી થોડી ડુંગળી નાખીશું. અને ફરી થોડું ટામેટું નાખીશું.

5- હવે તેમાં આપણે થોડું ચીઝ નાખીશું. જો તમારી પાસે ચીઝ હોય તો તમે નાખી શકો છો. અહીંયા આપણી પાસે છે એટલે એડ કરીશું. હવે ફરી થી થોડી ગ્રીન ચટણી નાખીશું.

6- હવે ફરી થી મીઠી ચટણી નાખીશું. અને ફરી ઝીણી સેવ નાખીશું. અને થોડી કોથમીર નાખીશું. આ એકદમ ઝટપટ બની જતી ચાટ તૈયાર થઈ ગઈ છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

7- આ ચાટ તમે ને તમારા ના બાળકો ને ખવડાવજો. આ એકદમ ટેસ્ટી અને નવી રીત લાગશે.તમારા બાળકો ખૂબ ખુશ થઈ ને ખાશે. તો તમે પણ ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!