મા – આજ મારી પાસે ” #મા ” નથી

અઢાર વર્ષની ઉંમરે લગ્ન કરીને સાસરે આવી ત્યારે જે અત્યારે છે એટલી સમજ, સુવિધા, સમૃદ્ધિ કંઈ નહોતું, એ સમયમાં એકબીજાને જોવા પણ નહોતા જતા કે જોવા નહોતાં આવતા, બસ વડિલોના કહેવાથી લગ્ન થઈ જતાં, અને જેવું મળ્યું હોય એવું નિભાવે જ છુટકો, આ પરંપરા,અને અમુક અંશે સાચી પણ હતી, પીયરે પણ એ સમયમાં એટલું બધું કામ રહેતું કે ભણવાનું તો નામ જ ના હોય, સાવ અભણ પણ સમયે બધું શિખવાડી દીધેલુ, સાસરે આવીને સમય જતા ત્રણ પુત્રોની માતા બનવું,

સંયુક્ત કુટુંબમાં રહેવું, ઘરનાં સૌ સભ્યો સાથે હળીમળી જવું, વડિલોનું નામ મોટું એટલે દરરોજ કોઈને કોઈ મહેમાન ઘરે હોય, એક જાતની છાપ પડી ગઈ હતી કે આ ઘર એટલે નાની એવી જગ્યા, જ્યાં કાયમનાં માટે જમવા સમયે કોઈને કોઈ મહેમાન હોય જ, જે પરંપરા ચાલી આવતી હતી તેને સંતાનો આગળ ધપાવતા હતા, ઘરમાં ખુબ જ કામ રહેતું છતાં બધું રાજીખુશીથી સાચવી લેતી, કોઈ પણ જાતની કોઈ દિવસ કોઈને ફરીયાદ નહીં,

સમય જતા સંયુક્ત કુટુંબને જુદા પડવું, બધાં શહેરોમાં રહેવા માટે જતા રહ્યા, અમે એકલાં ગામડામાં રહી ગયા, એવી કોઈ મીલ્કત નહીં પપ્પા પાસે ફક્ત કારીગરી, હવે ઘરમાં ફક્ત પાંચ વ્યક્તિ, ત્યારે અમે પણ સાવ નાના, બહું યાદ તો નથી પણ જ્યારથી યાદ છે ત્યારથી, થોડાં પૈસામાં ઘરનું પૂરું કરતાં, બધાં વાતો કરે કે અમે નાના હતા ત્યારે ખુબ જ તોફાની હતા, જ્યાં ત્યાં રખડતાં, ઝઘડતાં તો પણ અમને સારી રીતે સાચવી લીધા, આમ તો અમારા ત્રણેય ભાઈઓ મા વર્ષે નો બહું ફરક નહીં એટલે સરખા જ લાગીએ, અમને મોટા કર્યા પણ ખબર ના પડી કે કેમ મોટા થઈ ગયા,

અચાનક ધંધો ભાંગી પડ્યો, પપ્પા ખોટા રસ્તે ચડી ગયા, ઘરમાં પૈસા, દાણા ખુટ્યા ત્યારે પોતે કામે ચડી જઈને ઘર ચલાવતી અમને ભણાવતી , સવારે વહેલા જાગીને છાણ વીણવા જવું, આવીને ઘર કામ પતાવીને એ સમયમાં ટોપી ભરતાં કોઈ વડીલ બહેનોને ખબર હશે, ત્યાર બાદ રેંટિયો કાંતવા બેસતા પાછા રાતે ટોપી ભરવાની, પોતે ખાઈ છે કે નહીં એની અમને ખબર નહોતી પણ અમને સારી રીતે ખવરાવતી, જે જોઈએ તે બધું અપાવતી, ત્યારે શું હતું શું નહોતું એ તો ખબર નથી પણ વિચાર આવે કે ત્યારે એ કેમ ઘરનું બધું પુરું કરતી હશે? કોઈ દિવસ કોઈ સગાં વ્હાલાઓ પાસે હાથ નથી લાંબો કર્યો, બીજા પાસે તો સમજ્યા પણ પોતાના માબાપ ભાઈ પાસે પણ કોઈ દિવસ નહીં, એટલા સ્વાભિમાનથી જીંદગી જીવી છે,

કોઈ એવા દુખો નથી કે એને સહન ના કર્યા હોય, બધું તો શબ્દસહ લખી ના શકું, અને કદાચ લખવું હોય તો પણ ના લખી શકું એના માટે શબ્દો જ ના મળે, સમય જતાં અમે મોટા થયા, જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી ભણાવ્યા, અને કામે લાગી ગયા, ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ પણ સુધરી ગઈ, જે માન- સન્માન ગુમાવી દીધેલા તે ડબલ થઈને પાછા આવી ગયા, ” જે નાણાં વિનાનો નટીયો હતો એ આજે નાણે નટવરલાલ થઈ ગયા ”

અમને પણ એટલી જ મહેનતથી ઘડ્યા છે કે પોતાની સામે તો નહીં પણ અમારી સામે પણ કોઈ ખોટી રીતે આંગળી ના ચીંધી શકે, પોતાના શરીરનો ખ્યાલ રાખ્યા વિનાં અમારી જે કાળજી રાખી છે કે કોઈ દિવસ દવાની જરૂર નથી પડવા દીધી, અને હજી પણ એટલી જ કાળજી એમા દોરા વારનો પણ ફર્ક નહીં, અને હું સમજણો ત્યારથી અત્યાર સુધી એનામાં પણ કોઈ જ ફર્ક નહીં, બસ એજ બા, એજ બા, અને એજ બા, કોઈ પણ જાતના સ્વાર્થ વિના બસ હજી કર્યે જ જાય છે બધું,

મા એ જેટલું આપણાં માટે કર્યું હોય છે તેનો બદલો તો આપણે ના દઈ શકીએ પણ થોડી રાહત તો દેવી પડે, પણ કદાચ અમારા કોઈ એવા કર્મો હશે કે અમે થોડી પણ એને રાહત ના આપી શક્યા, અધૂરામાં પૂરું તેના માથે જવાબદારીઓ વધારી દીધી છતાં પણ તેને આ ઉંમરે પણ પડકાર આપીને જીલી લીધી, થોડા સમય પહેલાં મને શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ હતી, ડોક્ટરે કહ્યું હતું કે ઓછામાં ઓછા એક વર્ષ સુધી હું ઉભો નહીં થઈ શકું, પણ ડોક્ટરને ચેલેન્જ આપીને મને ફક્ત છ મહિનામાં હતો એવો ને એવો કરી દીધો, આવો હતો એનો પ્રેમ,

ત્રણેય ટાઈમ મને પ્રેમ ખવરાવે અને પ્રેમ પીવરાવે છે, આવું મા સિવાય કોઈથી ના થઈ શકે કે કોઈ કરી પણ ના શકે, લખતાં રહેશું તો કદાચ શબ્દો ખુટશે પણ લખવાનું નહીં ખૂટે, અંતે તો એટલું જ કહીશ કે કદાચ સ્વર્ગ માંથી કોઈ અપ્સરા મારી પાસે આવે અને કહે કે હું તને સ્વર્ગમાં લઈ જઈશ તું તારી મા ને છોડીને મારી સાથે ચાલ, તો હું તેને પણ કહી દવ કે હાલતીની થા હાલતીની,

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતા તણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

-દલપતરામ

આજ મારી પાસે ” #મા ” નથી 😢👏💐

ફેસબુક પોસ્ટ : મિત્ર હિતેશ યાદવ.

error: Content is protected !!