હું અને પેસ્ટ્રી – લગ્ન પછી એક યુવતીના જીવનમાં સતત પરિવર્તન આવતા હોય છે. તમે પણ અનુભવશો.

વેબસાઇટ બનાવી હતી ત્યારથી વિચાર હતો કે કાઈક અલગ કરવું છે. સમાચાર અને બૉલીવુડ અને એવી સતરંગી અને અતરંગી લેખ નહોતા લખવા પણ જો એવું ના લખીએ તો બચે છે થોડી ટેસ્ટી વાનગીઓની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથે થોડી વાર્તાઓ. હવે વિચાર્યું કે મારા અનુભવની પણ એવી ઘણી વાતો છે જે મારે મિત્રોને જણાવવી છે. તો આજે હું એવી જ એક રસપ્રદ ને મસ્ત વાત લઈને આવી છું.

મિત્રો મારુ આ પેજ ખૂબ નાનું છે. તમને મારી વાતો અને બીજા લેખ પસંદ છે તો મારુ આ પેજ ફોલો કરજો. તમારા મિત્રોને પણ આ પેજ ફોલો કરવા જણાવજો. તો હા હવે વાત એમ છે કે લગ્ન પછી લગભગ બધી જ યુવતીનું જીવન બદલાઈ જતું હોય છે. મારા જીવનમાં પણ અનેક બદલાવ આવ્યા, સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીના દરેક કાર્યમાં પરિવર્તન આવી ગયું.

હું હોસ્ટેલમાં ભણેલી એટલે જ્યારે પણ ઘરે આવું ત્યારે મમ્મી બધું મારા ભાવતું બનાવે અને બહારથી પણ લાવે હવે તમને ખ્યાલ જ હશે કે આ બધી મોંઘી કેકની દુકાનો ને એ બધી કેક તો હવે મળતી થઈ આજથી 12 કે 13 વર્ષ પહેલાં આવી કેક કે પેસ્ટ્રી મળતી નહીં અને જે મળતી એ પેલી સાદી ચોકલેટ, પાઈનેપલ અને સ્ટ્રોબેરી એવી ફ્લેવરની પેસ્ટ્રી મળતી. મારા મમ્મી જ્યારે પણ માર્કેટ શાક લેવા જાય ત્યારે મારા માટે એ ચોકલેટ પેસ્ટ્રી લાવે જ. હવે જ્યારે લગ્ન થઈ ગયા હોય અને નવા નવા હોઈએ તો કાંઈ પણ કહેતા થોડી શરમ આવે એ બહુ સામાન્ય વાત છે.

લગ્નના થોડા જ મહિના પછી એકદિવસ મારા સાસુ સોસાયટીમાં એમના મહિલા મંડળ સાથે બેસવા ગયા હતા અને હું ઘરમાં એકલી મને બહુ બધા લોકો સાથે બેસવું બહુ ગમે નહીં એટલે હું મારા સાસુ સાથે જતી નહીં પણ ઘરે બેસીને ટીવી જોતી. ઘરમાં એકલી હોવાથી મમ્મીની બહુ યાદ આવતી હતી થોડું મન પણ ઉદાસ થઈ ગયું એટલે હું તો બેઠી હતી એકલી અને થોડીવારમાં મારા સાસુ આવ્યા ઘરે અને તેમના હાથમાં શુ હતું ખબર છે?

એમના હાથમાં હતી પેસ્ટ્રી. મને કહે લે વેચવાવાળી આવી હતી તો થયું તારા માટે લઈ જાવ પણ તને કઇ ભાવશે એ નહોતી ખબર એટલે ત્રણે એક એક લાવી છું.

આટલું જોઈ અને સાંભળીને તો એય ને મારી આંખમાંથી ગંગા જમના વહેવાના શરૂ થયા. પહેલા તો મને રડતી જોઈ મારા સાસુ ડરી ગયા કે અચાનક આને શુ થયું કેમ રડવા લાગી. પછી મને શાંત કરી પાણી આપ્યું અને રડવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું મારી મમ્મી પણ આવી રીતે સાંજે બહાર શાક લેવા જાય ત્યારે આવી જ પેસ્ટ્રી લાવતા હતા તો એવી પેસ્ટ્રી તમે લાવ્યા એ જોઈને મને રડવું આવી ગયું. મારા સાસુ કહે લે તો હું પણ તારી મમ્મી જ છું ને.

તો બસ મિત્રો આનાથી વધુ સારી લાઈફ શુ હોય. એટલે જ લવ યુ ઝીંદગી. મિત્રો આવી જ બીજી ઘણીબધી વાતો છે જે હું તમને જણાવવા માંગુ છું. તો ફોલો કરજો.

error: Content is protected !!