મંદિરના ઓટલે દર્શન કરીને ખવાય છે, વિસામો. જાણો તેની પાછળ છે કંઈક ખાસ વાત.

આપણે નાનપણથી આપણાં વડીલો અને પરિવાર સાથે મંદિરમાં દર્શને જતાં હોઈએ છીએ, ત્યારે એક રિવાજ આપણે અનાયાસે જ પાળતાં શીખ્યાં છીએ તે છે, દર્શન કર્યા બાદ મંદિરના પગથિયાં ઉતરીને જરાવાર ઓટલે બેસવાનો રિવાજ. આની પાછળ એવું કહેવાય છે કે જરાવાર વિસામો ખાવો જોઈએ. પરંતુ તેની પાછળ છે કંઈક એવું વિધાન જે જાણીને તમને નવાઈ લાગશે. પરંતુ જો જાણી લીધા બાદ તમે તેને અપનાવશો તો જરૂર થશે લાભ.

મંદિરમાં દેવી – દેવતાની મૂર્તિના દર્શન કરો ત્યારે ખુલ્લી રાખજો આંખ, જાણો મહત્વની વાત.

આપણે જ્યારે મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિના અને તેના શણગારની તેમજ આખા મંદિરની શોભાના દર્શન કરીએ છીએ ત્યારે આપણાં મનમાં એ સમયે જોયેલું બધું યાદ રહી જાય છે. ભગવાનની સ્મિત કરતી મૂર્તિને આપણે યાદ ગમે ત્યારે કરી લઈ શકીએ એવી રીતે દર્શન કરવાના હોય છે. ઇશ્વરની મૂર્તિ તો મંદિરમાં હોય છે પણ તેની સ્મૃતિ આપણે સાથે લઈને ઘરે જતાં હોઈએ છીએ. જેથી જ્યારે પણ ઇચ્છા થાય આપણે યાદ કરી લઈને તેના દર્શન કરી લઈ શકીએ. પરંતુ લોકો કંઈક એવી ભૂલ કરી લે છે કે મંદિરમાં જાય ત્યારે પણ આંખો બંધ કરીને જ દર્શન કરે છે. ખરેખર તો એવું ન કરવું જોઈએ.

મંદિરે જઈને કરાય છે દર્શન અને પછી ઓટલે બેસવાનો છે રિવાજ, જાણો તેની પાછળ છે આ આશય…

આપણે દર્શન કરીને જ્યારે વળીએ છીએ ત્યારે ભગવાનને પીઠ નથી બતાવતા. થોડાં પગલાં સુધી આપણે ઊંધાં વળીને ચાલીએ છીએ અને પછી તરત પગથિયાં ઉતરી જઈએ છીએ. આપણે નાનપણથી એવા સંસ્કાર મળ્યા હોય છે કે પગથિયે કે મંદિરના પરિસરના ઓટલે થોડીવાર જરૂર બેસવું જોઈએ. તેની પાછળ જે કારણ છે, એ જાણીને તમને જરૂર નવાઈ લાગશે. હકીકતે, આ રીતે દર્શન કરીને ઓટલે કે પગથિયે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. આ શ્લોકનો મહિમા આપના મૃત્યુની ક્ષણ સુધી આપને સહાય કરે અને નિર્વિકારે જીવવાની શક્તિ આપે તેવો છે. આવો જાણીએ શું છે એ શ્લોક…

મંદિરના ઓટલે કે પગથિયાં પર બેસીને આ શ્લોક જરૂર બોલવો જોઈએ…

હવેની ભાગદોડવાળી જિંદગીમાં આ રિવાજ લગભગ જતો રહ્યો છે. વડીલ વર્ગ પણ ભૂલી જ ગયો છે અને જેમને ખ્યાલ હશે તો તેઓ પણ આવનાર પેઢીને આ શ્લોકનો વારસો આપવાનું ભૂલી ગયાં હશે. તે બોલવાનો રિવાજ પણ ઓરસાઈ ગયો છે.

શ્લોકઃ અનાયાસેન મરણમ, વિના દૈન્યેન જીવનમ દેહન્તે તવ સાનિધ્યમ દેહિમે પરમેશ્વરમ

શ્લોકનો અર્થઃ હે પરમેશ્વર જો મારું અનાયાસે પણ મૃત્યુ થાય, તો એ સમયે પણ તમારા હું દર્શન કરી શકું. હે ઇશ્વર મને કોઈ જ તકલિફ વિનાનું મૃત્યુ આપજો. મારી મૃત્યુની ઘડીએ હું કોઈની પણ પરવશતા ન ભોગવું એવું કરજો. કોઈ મને પથારીવશ રહીને પડખું ફેરવરાવે ત્યારે હું જાતે ફરી શકું અને જમાડે ત્યારે જાતે જ ખાઈ શકું. એવું જીવન આપજો, મને જેમાં હું મારા જીવનના અંત સુધી આપનું સાનિધ્ય પામું એવું કરજો.

આ રીતે પિતામહ ભિષ્મએ પણ ઇચ્છામૃત્યુનું વરદાન ઇચ્છ્યું હતું. હવે, તમે જ્યારે પણ દર્શને જાવ તો આંખો ખોલીને નિરાંતે દેવ દર્શન કરજો. ઓટલે બેસીને આંખો બંધ કરીને આ શ્લોક બોલતાં બોલતાં દેવ દર્શનનું ધ્યાન જરૂર ધરજો.

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!