માળી એ કર્યો વિનાશ.

આજે એક માળીને જોયો જે ખુબ નિર્દયતાથી પોતે જ ઉગાડેલ છોડને કાપી રહ્યો હતો. તેના ચહેરા પર સહેજ પણ પસ્તાવો નહોતો કે નહોતું તેને એ નાના છોડને કાપવાનું દુઃખ. દુઃખ તો એકને જ હતું, છોડ કપાઈ રહ્યો હતો ત્યારે એ દુઃખ ફક્ત એ ધરતીને હતું કે જેણે ખુબ પ્રેમથી એ છોડના બીજને પોતાની અંદર સાચવ્યું હતું. ધીમે ધીમે તેને પોષણ આપીને તેને સુંદર રીતે ફૂટવા દીધું. ઘણી રાહ જોયા પછી એ નાનકડો કુમળો છોડ તૈયાર થયો હતો.

પણ જયારે એ છોડ ફૂલ ખીલે એવી સ્થિતિમાં પહોંચ્યું એ પહેલા તો માળીએ એ છોડને જ કપાવી નાખ્યો. ધરતીએ કેટ કેટલા સપના જોયા હતા કે છોડ મોટો થશે તેની પર સુંદર નાની નાની કળીઓ બેસશે. પછી એ કળીઓમાંથી રંગબેરંગી ફૂલ ખીલશે. એ ફૂલ પર ભમરા, પતંગિયા અને નાના જીવ જંતુઓ આવશે. ધરતીના આ બધા સપના પર માળીએ પાણી ફેરવી દીધું.

કાંઈક આવી જ પરિસ્થિતિ હોય છે એ સ્ત્રીની જયારે તેના પેટમાં રહેલ બાળકને જન્મ પહેલા જ મૃત્યુના દ્વારે મોકલી દેવામાં આવે છે. શું ખરેખર આજના સમયમાં આવનાર બાળક સ્ત્રી છે કે પુરુષ એ જરૂરી છે? તમારો પ્રતિભાવ મને કોમેન્ટમાં જરૂર જણાવજો.

error: Content is protected !!