વારંવાર તમારા ઘરમાં પુરુષ થઈ રહ્યા છે બીમાર તો આ કારણ હોઇ શકે છે.
વારંવાર બીમાર પડવું એ સારી વાત નથી. જો તમારું શરીર વારંવાર બીમાર પડી રહ્યું છે તો તેનું કોઈને કોઈ ખાસ કારણ હોઇ શકે છે. અનહેલ્થી ડાયટનું સેવન કરવું, કસરત ના કરવી, સાફ સફાઇ પર ધ્યાન ના આપવું, જરૂરી પોષકતત્વો શરીરને ના મળવા વગેરે જેવા અનેક કારણને લીધે શરીર બીમાર પડતું હોય છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય છે તેમને પણ બીમારીઓ અને ઇન્ફેકશન વારંવાર થતું હોય છે. ચાલો તમને જણાવીએ કે શું ધ્યાન રાખશો.
- 1. પુરુષને બીમારીઓથી બચવું છે તો કરવી પડશે ઇમ્યુનિટી મજબૂત
જે પુરુષોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેમની તબિયત ઋતુ બદલાવાની સાથે બગડી શકે છે. તમારે રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક જેવા કે નારંગી, હળદર, તુલસી વગેરેનું સેવન કરવું જોઈએ. દરરોજ હળદર અને તુલસી સાથે દૂધનું સેવન કરો. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાઓ અને ઋતુઓ બદલાતા તમારી જાત પર વધુ ધ્યાન આપો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ લીલા શાકભાજી અને ફળોનું સેવન કરો.
- 2. પુરુષો પણ રાખે સાફ સફાઇ પર ધ્યાન
બીમારીઓ અને ઇન્ફેકશનથી બચવા માટે તમારે સાફ સફાઇ પર પણ ધ્યાન આપવાનું રહેશે. પુરુષ મોટા ભાગે બહાર સાર્વજનિક ટોઇલેટનો ઉપયોગ કરતાં હોય છે અથવા તો ખુલ્લી જગ્યાને વાપરતા હોય છે આમ કરવાથી ગંભીર બીમારી થવાની સંભાવના વધી જાય છે એટલે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે સાફ ટાઈલેટનો જ ઉપયોગ કરો. આ સિવાય દરરોજ નાહવાના સમયે પ્રાઇવેટ પાર્ટની સફાઇ કરો, કપડાં ચોખ્ખા પહેરો આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે તમે ઘણી બીમારીઓથી બચી શકશો.
- 3. અનહેલ્થી આદત છોડી દેવી
જો તમે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો શિકાર હોવ તો પણ તમે ઝડપથી બીમાર પડી શકો છો. તમારે સ્વસ્થ આહાર લેવો પડશે, રાત્રે 8 વાગ્યા પછી ખોરાક ન ખાવો, આ સાથે, તમારું છેલ્લું ભોજન રાત્રે સૂવાના 3 થી 4 કલાક પહેલા લો, તે પછી કોઈપણ ખોરાક ટાળો. સવારે ઉઠ્યાની 40 મિનિટની અંદર તમારે તમારો નાસ્તો કરવો પડશે. જો તમને લાગતું હોય કે તમારું વજન વધી રહ્યું છે, તો પોર્શન સાઈઝ ઓછું કરો, એક જ વારમાં વધુ ખાવાને બદલે 5 વખત નાનું ભોજન લો.
- 4. રેગ્યુલર ચેકઅપ પુરુષ માટે પણ જરૂરી
તમારે સમય સમય પર જરૂરી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, જેમ કે પુરુષોએ 30 વર્ષની ઉંમર સાથે ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ. આ સિવાય પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે તમારે જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ. આ સાથે, તમે બ્લડ ટેસ્ટ દ્વારા અન્ય રોગોને પણ શોધી શકો છો. મૌખિક સ્વચ્છતા જાળવવા માટે વર્ષમાં બે વાર દંત ચિકિત્સકની મુલાકાત લેવી પણ જરૂરી છે. આ સાથે 30 પછી આંખની તપાસ પણ જરૂરી બની જાય છે અને પુરુષોને પણ હાર્ટ રિસ્કનો ખતરો રહે છે, તો ચોક્કસથી કાર્ડિયોલોજિસ્ટની મુલાકાત લો.