મખાનાના ફાયદાઓ સાથે બનાવતા શીખો ટેસ્ટી ટેસ્ટી મખાના ડ્રાય ફ્રૂટ ખીર.

મખાનાં ના ફાયદાઓ અને મખાના ડ્રાય ફ્રૂટ ખીર:

પોપ્યુલર મખાના ને કમળના બીજમાંથી બનાવવામાં આવે છે. મખાના એક જાતના નવા પોપકોર્ન છે. તે ક્રંચી, સ્વાદમાં મમરા જેવા છતાંયે સ્વાદિષ્ટ, અને પૌષ્ટિક છે. કમળના બીજ તરીકે જાણીતા મખાનાના બીજને શુભ મનાતા હોવાથી હંમેશા કોઇ તહેવાર અથવા ધાર્મિક કાર્યો દરમ્યાન દેવને પૂજનમાં અર્પણ કરવામાં આવે છે. ફરાળમાં પણ ખાઇ શકાય છે. મખાના એક જાતના નવા પોપકોર્ન છે.

તેમાંથી પોરિંજ, પુડિંગ્સ, નાસ્તા, વેજીટેબલ, સ્વીટ વગેરેની વાનગીઓ બનાવવામાં આવે છે. તે ટ્રાંસ ફેટથી મુક્ત હોવાથી તેનો ઉપયોગ કરવો ખૂબજ આરોગ્યપ્રદ છે. એવું કહેવામાં આવે છે કે, મખાનાની તુલાનામાં બદામ, અખરોટ, કાજુ અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ પણ ન્યુટ્રિશનલ વેલ્યુમાં કમ છે.

મખાનાનાં અસંખ્ય ફાયદાકારક ગુણધર્મો : *મખાના ભરપૂર ફ્લેવોનોઇડ્સ હોવાથી રક્તવાહિનીના જોખમને ઘટાડે છે. બળતરા ઘટાડે છે. *મખાનામાં એંટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી શરીરને સ્વસ્થ રાખે છે. *તેમાં એંટિઓક્સિડેંટ્સ હોવાથી એજીંગ પ્રોસેસ ડાઉન કરે છે અને હેલ્થ ઇમ્પ્રુવ કરે છે. * મખાના બરોળમાં થતી રક્તકણોની ક્રીયાને ડિટોક્સિફાઇ કરી યોગ્ય રીટે કાર્ય કરવામાં મદદ કરેછે* મખાનામાં પોટેશિયમનું પ્રમાણવધારેઅને સોડિયમનું પ્રમાણ ઓછુ હોવાના કારણે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને સિસ્ટોલિક બ્લડ પ્રેશરના લેવલને જાળવી રાખવા માટે શ્રેશ્ઠ છે. * શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને પાણીનું સ્તર જાળવી રખવામાં મદદરુપ થાય છે. સૌંદર્ય, વાળ અને રીપ્રોડક્ટિવ સિસ્ટમ માટે ખૂબજ લાભદાયક છે.

* મખાના કેલ્શિયમથી સમ્રુધ્ધ હોવાથી શરીરની કેલ્શિયમની જરુરિયતને પુર્ણ કરે છે, તેમજ દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. ઓસ્ટિયોપોરોસિસ વાળા લોકોને પણ ફાયદાકારક છે. આર્થરાઇટિસ અને તેને સંબંધિત સમસ્યાઓમાં પણ ખૂબજ સારા છે. આ અને આવા અનેક પ્રકારના હેલ્થ માટેના ફાયદાઓ માખાનામાં રહેલા હોવાથી સારા એવા પ્રમાણમાં હંમેશા, કોઇને કોઇ પ્રકારની વાનગી બનાવીને હેલ્થ બેનીફીટ્સ મેળવતા રહેવું જોઇએ. તેના માટે આપણે તહેવારો, પ્રસંગો અને ઉપવાસના દિવસોમાં ફરાળમાં આ ખીર જરુરથી બનાવીશુ.

તો એના માટે આજે હું તમને બધાને હેલ્ધી ડ્રરાય ફ્રૂટ મખાના ખીરની રેસિપિ આપી રહી છું બાળકો અને વડીલોને માટે તો બહુજ ફાયદા કારક છે. કેમકે મખાના પચવામાં ખૂબજ હલકા છે. વ્રુધ્ધ લોકોની પાચન શક્તિ નબળી પડી ગઇ હોય છે અને બાળકો ભારે ખોરાક પચાવી શકતા નથી. તેથી બન્ને માટે લાભદાયક છે. તો જરુરથી બનાવજો.

હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ મખાના
  • 2 ક્પ ફુલ ફેટ મિલ્ક
  • 1½ ટેબલ સ્પુન સુગર
  • 1½ ટેબલ સ્પુન કંડેંસ્ડ મિલ્ક
  • 1 ટેબલસ્પુન ઘી
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 8-10 રેસા કેશર- ઓપ્શનલ
  • 15 કાજુ ‌- ફાઇનલી ચોપ્ડ
  • 15 પિસ્તા – ફાઇનલી ચોપ્ડ
  • 10 બદામ – ફાઇનલી ચોપ્ડ
  • 1 ટેબલ સ્પુન પિસ્તા સ્લિવર્સ – કતરણ

હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ મખાનાને ચોખ્ખા પાણીથી ધોઇ લ્યો. કારણકે કમળના બીજને રેતીમાં શેકીને ધાણીની જેમ તેમાંથી ફૂલ( પોપ્કોર્ન ) બનાવવામાં આવે છે.

(ફેક્ટરીમાં ઇલેક્ટ્રીસીટીથી મશીનમાં બનાવવામાં આવે છે).ત્યાર બાદ તેને ગળણીમાં નાખીને તેમાંથી પાણી નિતારી લ્યો. (મખાનાને ઘીમાં રોસ્ટ કરીને અધકચરા ગ્રાઈંડ કરીને પણ તેની ખીર બનાવી શકાય છે).

ધોઇને પાણી નિતારેલા મખાનાને ગ્રાઇંડરમાં અધકચરા ગ્રાઇંડ કરી લ્યો. હવે એક થીક બોટમનું પેન લઇને તેમાં 1 ટેબલ સ્પુન ઘી લ્યો. ત્યારબાદ પેનમાં લીધેલું ઘી ગરમ કર્યા વગર જ તેમાં ગ્રાઇંડ કરેલા મખાના ઉમેરી બન્નેને બરાબર મિક્સ કરી દ્યો.

હવે ઘી અને મખાનાનું મિશ્રણ મિડિયમ ફ્લૈમ પર મૂકી અધકચરા કરેલા મખાના કૂક કરો. કૂક થાય ત્યાં સુધી હલાવતા રહો. બરાબર કૂક થઇ જાય પછી જ 2 કપ ફુલ ફેટ મિલ્ક ઉમેરો. (જો તમે હેલ્થ કોંશિયશ હોવ તો લો ફેટ મિલ્ક ઉમેરો). મિડિયમ ફ્લૈમ પર ઉકાળો.

મિશ્રણ ઉકળીને થોડું ઘટ્ટ થાય એટલે તેમાં 1 ½ ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્સ કરી ફરી 1-2 મિનિટ ઉકળવા દ્યો.ચમચા વડે હલાવતા રહો. જેથી બોટમ પર મિશ્રણ બેસીને દાઝી ના જાય.(તેમ થવાથી ખીરની અરોમા સ્મોકી થઇ જશે). થોડું વધારે ઘટ્ટ થાય એટલે તેમાં 15 કાજુ ‌- ફાઇનલી ચોપ્ડ, 15 પિસ્તા – ફાઇનલી ચોપ્ડ અને1 0 બદામ – ફાઇનલી ચોપ્ડ ઉમેરીને મિક્સ કરીને 2 મિનિટ ઉકાળો.

તેમાં 1 ½ ટેબલ સ્પુન કંડેંસ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ ઉકાળી લ્યો. બરાબર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર મિક્સ કરી ગેસની ફ્લૈમ બંધ કરી. ઉતારી લ્યો. હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર ગરમ અથવા ઠંડી કરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો. ઉપરથી પિસ્તાના સ્લિવર્સથી ગાર્નિશ કરો.

ખૂબજ યમ્મી, સાથેસાથે હેલ્થ માટેના અનેક ફાયદાઓથી સમ્રૃધ્ધ એવી આ હેલ્ધી મખાના ખીર ઉપવાસના ફરાળમાં તેમજ તહેવારોમાં બનાવો. આ હેલ્ધી ડ્રાય ફ્રૂટ મખાના ખીર ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનતી હોવાથી બધા જ ને ચોક્કસ ભાવશે. તો ફ્રેન્ડસ… મારી આ રેસિપિ તમને કેવી લાગી એ મને લાઇક કરી, કોમેંટમાં જરૂરથી જણાવજો.

સાભાર : શોભના વણપરિયા

યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)

દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.

error: Content is protected !!