ધરે જ મલાઈમાંથી અને પછી માખણ માંથી ધી બનાવવાની પરફેક્ટ રીત , How to make Desi Ghee at home

કેમ છો? સ્વાગત છે તમારું અમારી વેબસાઈટ પર. આજે હું તમારા માટે આપણા બધાની દરરોજની એક ખુબ જ જરૂરિયાતની વસ્તુની રીત લાવી છું. ‘ઘી’ એ આજકાલ બધાના રોજિંદા જીવનમાં ખુબ જ ઉપયોગી વસ્તુ છે. સવારમાં ઉઠીએ એટલે નાહી-ધોઈને ઘરમાં ભગવાનને દિવા-બત્તી કરીએ એટલે તેમાં ઘીનો ઉપયોગ કરવા જોઈએ. પછી દરરોજ તો આપણે ઘીની બનેલ વસ્તુઓ નથી ખાતા હોતા પણ રોજની જરૂરિયાત એવી રોટલી કે ભાખરી ઘી જોઈએ જ.

એમાં પણ હવે તો સીઝન આવશે શિયાળાની એટલે તેમાં આપણે વસાણા બનાવીશું. આખુંવર્ષ ઘરમાં બધાને હેલ્થી અને સ્વસ્થ રાખવા માટે આપણે શિયાળામાં ઘણા વસાણા બનાવતા હોઈએ છે. એ વસાણામાં પણ ઘી વાપરવું પડતું હોય છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે પહેલાના સમયમાં વડીલો કહેતા હતા કે દેવું કરીને પણ ઘી ખાવ. ઘી ખાવાથી શરીરને ઘણાબધા ફાયદા થતા હોય છે એ તો આપણને બધાને ખબર જ છે.

આજે હું તમારી માટે મારા સાસુ જે રીતે ઘી બનાવે છે એ ખાસ ટિપ્સ સાથેની રીત લાવી છું. આમ તો જનરલી બધા ઘી તૈયાર જ લાવતા હોય છે. પણ તમને જણાવી દઉં કે જો તમે ઘરે જ દૂધની મલાઈ કાઢીને ઘી બનાવશો તો તે તમને સસ્તું તો પડશે જ સાથે સાથે એ તમારી જાતે બનાવેલ હશે એટલે કશું મિક્સ કર્યાની પણ બીક નહિ રહે. ચાલો તમને જણાવી દઈએ અમુક ખાસ ટિપ્સ. પછી અંતમાં ઘી બનાવવા માટેનો વિડિઓ મુક્યો છે એ પણ જોવાનું ચુકતા નહિ.

તમે ઘરમાં દૂધ લાવો છો તો તેને હવે ગરમ કરવાનું રાખો, પછી એ દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થાય એટલે તેને આખી રાત માટે ફ્રીઝમાં મૂકી દો. જો આખી રાત નથી મૂકી શકતા તો પણ 5 કલાક તો મૂકી જ દો. આમ કરવાથી દૂધમાંથી મલાઈ સારી નીકળશે. પછી જયારે પણ એ દૂધ વાપરવા માટે લો ત્યારે તેની ઉપરથી મલાઈ કાઢી લો અને તેને એક વાસણમાં ભેગી કરો. મલાઈ ભેગી કરેલ વાસણ ફ્રીઝમાં જ રાખો.

હવે જયારે એ મલાઈનું વાસણ ભરાઈ જાય ત્યારે તમે તેમાંથી ઘી બાનવી શકો છો. ઘણા તમને કહેશે કે ડબ્બામાં બંધ કરીને મલાઈ મુકો કે પછી ખુલ્લામાં મુકો એવી ઘણી વાતો પણ તમને જણાવી દઉં મલાઈ શેમાં મૂકીએ છીએ એ મહત્વનું નથી મહત્વનું છે કે મલાઇના વાસણમાં મલાઈ કાઢી લીધા પછી તેને ફ્રીઝમાં જરૂર મુકો જો ભૂલથી પણ કોઈ વાર બહાર રહી જશે તો તેમાં વાસ આવશે અને પછી ઘી બનાવશો ત્યારે ઘરમાં બહુ સ્મેલ આવશે. પણ NP ઘી તો એકદમ સરસ બનશે જ.

ઘી બનાવવા માટે મલાઇનું વાસણ ભરાઈ જાય એટલે તમારે પહેલું કામ એ કરવાનું છે કે મલાઈના વાસણને ફ્રીઝમાંથી બહાર કાઢીને થોડું નોર્મલ કરો તેમાં ચમચી નાખીને હલાવી શકીએ એટલું નોર્મલ કરો. પછી તેમાં બે ચમચી દહીં ઉમેરો અને પછી મલાઈ અને દહીં બધું બરાબર મિક્સ કરી લો. પછી બે થી ત્રણ કલાક માટે તેને સાઈડ પર મૂકી રાખો. આ પ્રોસેસ કરવાથી માખણ બહુ જ સરસ નીકળશે. આ માખણ તમે રોટલા, બ્રેડ કે પછી એમજ કે પછી આપણા કાન્હાને લાલાને મિસરી ઉમેરીને ધરાવી શકો છો.

હજી થોડી લાંબી પ્રોસેસ છે તો એક કામ કરો અહીંયા સાસુમા એ બનાવેલ ઘીનો વિડિઓ આપું છું તે જોઈ લેજો. બહુ સરળ રીત છે તમે જો પહેલી વાર ઘી બનાવો છો તો તમે બે વાટકી મલાઈ ભેગી કરીને પણ બનાવી શકો છો. એકવાર ટ્રાય જરૂર કરજો પછી બહારથી ઘી લાવવાની જરૂરત નહિ રહે.

વિડિઓ :

અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો હજી ઘઉંના લોટના ઉપયોગથી ઘી બનાવવાનો વિડિઓ મુકીશું જે આનાથી પણ વધુ સરળ રેસિપી છે તો ફોલો કરવાનું ભૂલતા નહિ શેર કરજો પાછા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!