આ 5 કારણને લીધે વ્યક્તિ પાસે મહિનાના અંત સુધીમાં પૈસા વધતાં નથી.

ઘણીવાર વ્યક્તિ કશું ખાસ કામતો નથી તેમ છતાં પણ તે પોતાના માટે એક સારું ઘર ને ગાડી ખરીદવામાં સફળ થઈ જાય છે. તે સેવિંગ કરે છે જેના લીધે તે કોઈપણ મોટી વસ્તુ ખરીદી શકે છે. તો ઘણા એવા પણ લોકો હોય છે જે વધારે કમાતા હોય છે પણ મહિનો પૂરો થતાં થતાં તેમના ખિસ્સા ખાલી થઈ જતાં હોય છે. એવું નથી કે આ લોકોને ખર્ચ કરવા માટે આટલા પૈસા મળતા રહે છે.

પણ જેમ જેમ પગાર વઢે છે તેમ તેઓ પોતાના ખર્ચ પણ વધારી લેતા હોય છે. આ જ રીતે બીજી ઘણી આદત છે જેના લીધે અમુક લોકો પાસે પૈસા વધતાં નથી અને મહિનો પૂરો થતાં સુધીમાં ઘરમાંથી પૈસા માંગવાનો વારો આવી જતો હોય છે. જો તમારામાં પણ આ આદત છે તો સમય રહેતા બદલી દો.

1. પૈસા હાથનો મેલ છે. : એવા ઘણા લોકો છે કે જેઓ વિચારતા હોય છે કે પૈસા હાથનો મેલ છે અને જેને સમય મળતા લુટાવવા જોઈએ. આ વિચાર સારા સારા કમાતા લોકોને હોય છે. અહિયાં એક બાજુ જયા 40 રૂપિયાના છોલે ચાવલથી પણ પેટ ભરીને ખાઈને સૂઈ શકાય છે તો ત્યાં બીજી બાજુ 400 રૂપિયા પીઝામાં ખર્ચ કરતાં હોય છે. આ રીતના લોકો અવારનવાર પૈસાની તંગી જુએ છે.

2. કમાણી કરતાં ફાલતુ ખર્ચ વધુ : એક કહેવત છે કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા જોઈએ. આ કહેવત એ લોકો માટે છે જેઓ પોતાની કમાણી કરતાં વધુ ખર્ચ કરતાં હોય છે. જો તમારી સેલેરી 20 હજાર છે અને તમારો ખર્ચ 25 હજાર છે તો સામાન્ય વાત છે કે તમારાથી પૈસા બચવા એ મુશ્કેલ થઈ શકે. તમારે જરૂરત છે કે તમારે તમારા ખર્ચ પર કાબૂ કરવાની જરૂરત છે.

શોપિંગનો શોખ : જે લોકો પોતાની જરૂરત કરતાં વધુ શોખ માટે ખરીદી કરે છે તો અવારનવાર પૈસાની તકલીફ થાય છે. તમારે પ્રયત્ન કરવા જોઈએ કે સમજી વિચારીને ફક્ત એ જ વસ્તુઓ લેવી જોઈએ જેની તમને જરૂરત હોય. શોખ માટે તમે કોઈ બીજું કામ શોધી લો અને વધુ સારી રીતે કામ કરો અને તમારા શોખ પૂરા કરો.

શૉ ઓફ : જો તમને 900 રૂપિયામાં એકદમ સારી ક્વોલિટીનું જીન્સ મળે છે અને તેમ છતાં તમે 4900 જેટલા અધધ ખર્ચ કરીને જીન્સ ખરીદો છો તો એ પણ ચોખ્ખી જ વાત છે કે તમે શૉ ઓફ કરવામાં માનો છો અને મોંઘી વસ્તુ ખાલી દેખાડા માટે લો છો આમ કરવાથી તમે મહિનાના અંતમાં પૈસા વગરના થઈ જશો.

દરરોજ પાર્ટી : એક સમય હોય છે કોલેજનો જ્યારે વ્યક્તિ મિત્રો સાથે બહાર નીકળે છે તો સસ્તી અને સારી દુકાને બેસીને જલસાથી ખાવાનું ખાતો હોય છે.

ઘણીવર તો મિત્રો પૈસા ભેગા કરીને પણ ખાવાનો આનંદ માણતા હોય છે, પણ કમાણી શરૂ થતાં જ જ્યારે ઓફિસના મિત્રો સાથે સાંજે બહાર નીકળે છે તો મોંઘી જગ્યાએ જાય છે અને જે ખાવાનું અને ડ્રિંક ઓર્ડર કરે છે. તે વસ્તુઓ ફક્ત તેના ખિસ્સાને જ ભારે પડતો હોય એવો ખર્ચ છે. તમારી આ આદતને તમારે કંટ્રોલ કરવાની જરૂરત છે. જેથી તમે સારા પૈસા બચાવી શકશો.

error: Content is protected !!