મહાશિવરાત્રીનો દિવસ આ ત્રણ રાશિના જાતકો માટે રહેશે ખાસ, આ 3 રાશિના જાતકોએ આ રીતે કરવી પૂજા.

જ્યોતિષ શસ્ત્રોમાં મહાશિવરાત્રીની તિથીને બહુ શુભ માનવામાં આવે છે. આ તિથી પર ચંદ્ર પોતાની નબળી પરિસ્થિતિમાં હોય છે અને તે ચંદ્રમા ભગવાન ભોળાનાથની જટામાં શુશોભિત હોય છે. એવામાં મહાશિવરાત્રી પર શિવજીનું પૂજન કરવાથી વ્યક્તિનો નબળો ચંદ્ર મજબૂત થાય છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભોલેનાથને બધી 12 રાશિમાંથી 3 રાશિ ખૂબ પ્રિય હોય છે. આ રાશિના જાતકો જ્યારે પણ ભોળાનાથની આરાધના કરે છે તો તેમને મહાદેવ વિશેષ ફળ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ છે આ ત્રણ નસીબદાર રાશિ.राशि

મેષ : બધી 12 રાશિમાંથી પહેલી રાશિ હોય છે મેષ. આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ હોય છે. મેષ રાશિ ભગવાન ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. આ મહાશિવરાત્રી પર મેષ રાશિના જાતકો પર ભોળાનાથની ખૂબ કૃપા રહેશે. મેષ રાશિના જાતકોનું નસીબ ખૂબ ઉજળું છે. તેમના બધા કામમાં મહાદેવ તેમની સાથે જ હોય છે અને તેના લીધે જ મેષ રાશિના જાતકોને સફળતા મળે છે. જે પણ મિત્રો નોકરીમાં પ્રમોશન માંતે રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળશે. મેષ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જલાભિષેક કરવો જરૂરી છે.राशि

મકર : આ મહાશિવરાત્રી પર મકર રાશિના જાતકો પર ભોળાનાથની વિશેષ કૃપા રહેશે. સમાજમાં અને મિત્રો વચ્ચે તમારું ખૂબ માન-સન્માન મળશે. ધનવૃધ્ધિના અનેક રસ્તાઓ ખુલશે. મકર રાશિ મહાદેવની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિ પર શનિ અને શિવ બંનેની કૃપા હોય છે. જ્યારે પણ આ રાશિના જાતકો પર કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે છે તો એ ભગવાન શિવ દૂર કરતાં હોય છે. આ રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરતાં રહેવી જોઈએ. આ રાશિના જાતકોને ફળ ત્યારે જ મળે છે જ્યારે શિવ પૂજા નિયમિત કરવામાં આવે. મકર રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવા જોઈએ.राशि

કુંભ : આ રાશિના જાતકો માંતે આ મહાશિવરાત્રી ખાસ રહેવાની છે. નોકરીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમને જલ્દી જ સારી નોકરી મળશે. પૈસા કમાવવા માટેના અનેક નવા રસ્તા ખુલશે. કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ હોય છે. શનિદેવ બે બે રાશિના સ્વામી માનવામાં આવે છે. શનિદેવની આ રાશિ પર પણ શિવજીની કૃપા હમેશાં રહેતી હોય છે. કુંભ રાશિના જાતકોએ શિવ આરાધના સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તેમના બધા દુખ દૂર થઈ જાય છે. આ મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના જાતકોએ આ મંત્રની ઓછામાં ઓછી 5 માળા જરૂર કરવી.

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!