તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ પગ હલાવતી હોય તો તેને હળવાશથી ન લેતા.

ખુરશી પર બેસી રહીને અથવા ઊંઘતા પણ તમને પગ હલાવવાની આદત છે, તો હવે તમારે સતર્ક રહેવાની જરૂર છે. કેમ કે પગ હલાવવાની આ આદત સારી નથી. કેટલાક લોકો ગભરાટ કે કેટલાક મસ્તીમાં પગ હલાવે છે. પરંતુ જો તમને હંમેશા પગ હલાવવાની આદત છે, તો આ એક પ્રકારની બીમારીના સંકેત છે. આ આદત રેસ્ટલેસ સિન્ડ્રોમ નામની બીમારીના સંકેત હોઈ શકે છે.

શું હોય છે રેસ્ટલેસ સિન્ડ્રોમ

આ બીમારી આર્યનની અછતને કારણે થાય છે. 35 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં આ બીમારી જોવા મળે છે. પરંતુ આજકાલ પગ હલાવવાની આદત તો કોઈ પણ ઉંમરના લોકોમાં થાય છે. નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ આ રોગમાં ડોપામાઈન હોર્મોન શ્રાવિત હોવાને કારણે આવું વારંવાર કરવાનું મન થાય છે.

આ સમસ્યાને સ્લીપ ડિસઓર્ડર પણ કહેવાય છે. ઊંઘ પૂરી ન થવા પર માણસ થાક અનુભવે છે. આ લક્ષણ દેખાવા પર તરત બ્લડ ટેસ્ટ કરાવવા. આ ઉપરાંત આ રોગ કિડની, પાર્કિસન્સથી પીડિત દર્દીઓ તેમજ શુગર, બીપી, હૃદય અને મહિલાઓમાં ડિલીવરીના છેલ્લા દિવસોમાં હોર્મોનલ બદલાવને કારણે પણ થઈ શકે છે.

ઈલાજ શક્ય છે

આ બીમારી મોટાભાગે ઊંઘ પૂરી ન થવાથી અને આર્યનની અછતને કારણે થાય છે. તેથી આ બીમારીમાં આર્યનની અને અન્ય દવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત આ બીમારીને ઘરેલુ નુસ્ખાથી પણ દૂર કરી શકાય છે. તમે ડાયટમાં આર્યનયુક્ત ચીજો જેમ કે પાલખ, સરસવનું સાગ, કેળા વગેરે લઈ શકો છો. તેમજ રોજ કસરત, હોટ એન્ડ કોલ્ડ બાથ અને વાઈબ્રેટિંગ પૈડ પર પગ રાખવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.

આ ચીજોથી દૂર રહેજો

રાતના ભોજન બાદ ચા-કોફીથી દૂર રહેજો. આ ઉપરાંત ઊંઘતા પહેલા ટીવી, સ્માર્ટફોન, ગેજેટ્સ અને લેપટોપનો ઉપયોગ ન કરો. રાતે હળવું ખાવું જેથી ઊંઘ સારી આવશે. આ ઉપરાંત દારૂ અને સ્મોકિંગથી પણ દૂર રહેજો.

હવે જો તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિ પગ હલાવતી હોય તો તેને હળવાશથી ન લેતા. તે એક બીમારીના સંકેત છે. તેથી તરત ડોક્ટરની સલાહ લો.

error: Content is protected !!