લાડુ પેંડા – મોઢામાં મુકતા જ ઓગળી જશે અને ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે.

આજે આપણે ચુરમા લાડુ ના પેંડા બનાવીશું. આપણા ઘરે આજે ગણપતિ ની પધરામણી થઈ છે તો તેમના માટે લાડુ બનાવવા ની આપણે રેસિપી જોઈશું. તમે પણ પરફેક્ટ રીત થી બનાવવા હોય તો એકવાર આ વિડિયો જરૂર થી જોજો. તો ચાલો આપણે બનાવી લઈએ ચુરમા ના લાડુ પેંડા.

સામગ્રી:

  • ઘઉ નો જાડો લોટ
  • ડ્રાય ફ્રૂટ
  • ખસખસ
  • ઈલાયચી પાવડર
  • જાયફળ પાવડર
  • ઘી
  • ગોળ
  • સાકર
  • ચણા નો જાડો લોટ

રીત :


1- સૌથી પહેલા આપણે બે કપ ઘઉંનો જાડો લોટ લઈ લઈશું. હવે તેમાં મોવાણ નાખીશું. જો આમાં આપણે તેલ નું મોવાણ સરખું નાખીશું તો લાડુ ફરસા બનશે.

2- આપણે આમાં મુઠ્ઠી પડતું મોવાણ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું આ લોટ થોડો કઠણ જ રાખવાનો જેથી આપણા મુઠીયા એકદમ સરસ ચડી જાય અને છૂટોછૂટો દાણો પડે તેવો આપણે કઠણ લોટ બાંધી લઈશું.

3- મુઠીયા તમારે જે સાઈઝ ના બનાવવા હોય તે સાઈઝ ના તમે બનાવી શકો છો. જ્યારે આપણે મુઠીયા બનાવીએ ત્યારે તેમાં આંગળી નાખી ને હોલ પાડી લેવાના જેથી એકદમ સરસ બધી સાઈડ થી ચડી જશે જે તમે વિડિયો માં જોઈ શકો છો.

4- હવે આપણે ધીમા ગેસ પર મુઠીયા ને તળી લઈશું. આપણે દસ દિવસ સુધી ગણપતિ બાપ્પા રહે છે તો તમે તેમના પ્રિય આ ચુર્માં ના લાડુ ગમે ત્યારે બનાવી ને તેમને ધરાવી શકો છો.

5- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા મુઠીયા ફ્રાય થઈ ગયા છે એકદમ સરસ બ્રાઉન કલર ના થઈ ગયા છે તો હવે તેને કાઢી લઈશું. હવે બીજા મુઠીયા ફ્રાય થાય ત્યાં સુધી જે મુઠીયા આપણે કાઢ્યા છે તે ગરમ ગરમ હાથ માં દઝાવાઈ નઈ તે રીતે પરાઈ થી તેને ભાગી લઈશું.

6- હવે તેને ચાયણા માં નાખી ને ચારી લઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું ચૂર્મુ દાણેદાર નીચે પડે છે હવે આ રીતે આપણે બધા જ મુઠીયા ને ભાગી ને ચારી લઈશું.


7- જો ગરમ ગરમ માં મિક્સ ના કરવું હોય તો ઠંડુ પડે પછી તેને મિક્સર માં પણ ક્રશ કરી શકો છો. તમને જે રીતે અનુકૂળ લાગે તે રીતે તમે કરી શકો છો. તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું મુઠીયા નું ચરણ સરસ ચડાઈ ગયું છે

8- અમુક બાળકો ને લાડવા ના ભાવે તો જે આ મુઠીયાના નાના ટુકડા છે તે ભાવતા હોય છે. તો તેમાં બૂરું ખાંડ નાખી ને ખાઈ શકો છો અને આ ખાવા માં એકદમ સરસ લાગે છે.

9- હવે આપણા મુઠીયા નું દાણેદાર ચૂર્મું તૈયાર થઈ ગયું છે હવે બીજા મુઠીયા નું પણ આ રીતે ચુર્મુ રેડી કરી લઈશું. હવે જે કઢાઈ માં ફ્રાય કર્યાં હતાં તેમાં જ બે ચમચી ઘી લઈ લઈશું. હવે તેમાં આપણે ગોળ નાખીશું.

10- આજે આપણે ગણપતિ બાપ્પા માટે લાડવા બનાવીએ છીએ એટલે આપણે ગોળ ના લાડુ બનાવીશું. આપણે બે કપ લોટ લીધો હતો તો આપણે એક કપ ગોળ લઈ લઈશું. હવે આપણે ગોળ ને ઓગળી લઈશું.

11- આપણે હલાવતા હલાવતા ગોળ ને ઓગળી લઈશું. આનો એકદમ કડક પાયો નઈ થવા દેવાનો પણ થોડો ગોળ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. જો તમે પાયો કરશો તો લાડવા ચવડ લાગશે.

12- તમે વીડિયોમાં જોઇ શકો છો કે ગોળ અને ઘી બન્ને સરસ મિક્સ થઈ ગયું છે હવે ચૂરમાં માં આપણે ગોળ અને ઘી બન્ને એડ કરી લઈશું. હવે ફરી એજ કડાઈ માં એક ચમચી જેટલું ઘી નાખીશું.


13- હવે તેમાં આપણે બે ચમચી ચણા નો જાડો લોટ એડ કરીશું. જો તમારી પાસે જાડો લોટ ના હોય તો ઝીણો લો પણ નાખી શકો છો. હવે તેને થોડો શેકી લઈશું. આમ કરવાથી લાડુ એકદમ ટેસ્ટી લાગશે.

14- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ શેકાય ગયો છે હવે આપણે આ લોટ પણ ચુર્માં માં એડ કરી લઈશું. હવે આમાં ઈલાયચી અને ડ્રાયફ્રુટ એડ કરીશું.

15- હવે તેમાં આપણે એક ચપટી જાયફળ અને ઈલાયચી નો પાવડર નાખીશું. હવે એક ચમચી લાડવા ની સ્પેશિયલ જે સાકર આવે છે તે એડ કરીશું. હવે આપણે ચમચી થી બધું સરસ મિક્સ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે હાથ થી મિક્સ કરી લઈશું.

16- જો તમને મિશ્રણ થોડું કોરુ લાગતું હોય તો તમે ઘી નાખી શકો છો. હવે આપણે પહેલા ચુરમુ બનાવી લઈએ. જો તમારે લાડુ વાળવા હોય તો તમે તે પણ વારી શકો છો જે તમે વિડિયો માં જોઈ શકો છો.

17- હવે આપણે બીબુ લઈશું તેમાં એક લાડુ નાખી ને પ્રેસ કરીશું તો પેંડા બની જશે. જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે આપણા બધા પેંડા તૈયાર થઈ ગયા છે તો તેની ઉપર હવે આપણે થોડી થોડી ખસખસ લગાવી લઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ આપણા લાડુ પેંડા તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!