ઘૂંટણનો દુખાવો થઈ જશે ગાયબ, અપનાવો આ સરળ અને અસરકારક ઉપાય.

આજકાલ ઘૂંટણઓ દુખાવો ઘણા બધા લોકોને હેરાન કરતાં હોય છે. હાલમાં આધુનિક ટેકનોલોજીનો જમાનો ચાલી રહ્યો છે. જય શારીરિક તકલીફ ના પડે એની માટે લોકો અવનવા સાધનો વાપરવા લાગ્યા છે. વિજ્ઞાનએ એવા એવા આવિષ્કાર કર્યા છે જય મશીનથી કામ લઈને શરીરને આરામ આપવામાં આવી રહ્યો છે. પણ આ આરામ લોકોને વધારે તકલીફ આપી રહી છે.

ઘૂંટણનો દુખાવો પણ એ રોગોમાંથી એક છે. ઘૂંટણનો દુખાવો અસાધ્ય નથી, પરંતુ તે ચોક્કસપણે પીડાદાયક છે કારણ કે લોકો આ પીડાને કારણે ચાલી શકતા નથી અને અંતે ફરીથી ઘૂંટણની સર્જરીનો માર્ગ અપનાવે છે. ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે માત્ર સર્જરી કે અંગ્રેજી દવાઓ જ જરૂરી નથી, પરંતુ કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને તમે આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

લસણ, અજમો, સરસવ તેલ અને લવિંગ : 50 થી 60 ગ્રામ લસણ, 25 થી 30 ગ્રામ અજમો, 150 થી 200 ગ્રામ સરસવ તેલ, 10 થી 15 ગ્રામ લવિંગને ગરમ કરીને બોટલમાં ભરી લો અને ઘૂંટણની માલિશ કરો. દરરોજ નિયમિત માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે.

મેથી અને કલોંજી : ઘરેલુ નુસખામાં મેથી અને કલોંજી લગભગ દરેક ઘરમાં મળે જ છે, ઘૂંટણના દુખાવાથી હેરાન લોકોએ મેથી પાવડર કરી અને 1 ગ્રામ કલોંજી 1 ચમચી મેથી પાવડરને નવશેકા પાણી સાથે બપોરે અને રાત્રે ખાવાનું ખાઈ લીધા પછી લેવું. તેનાથી તમને સારો ફાયદો થશે.

સરસવ તેલ અને સૂંઠ પાવડર : સૂંઠ પાવડર અને તેલ મિક્સ કરીને પેસ્ટ જેવુ બનાવી લો પછી આ પેસ્ટને સવારે સાંજે ઘૂંટણ પર લગાવો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

નારિયળ તેલ : ઘરેલુ ઉપાયમાં નારિયળ તેલ ઘૂંટણ દુખાવા માટે કારગર મનાય છે. નારિયળ તેલથી ઘૂંટણની માલિશ કરવાથી ચમત્કારિક આરામ મળે છે.

લીંબડો અને એરંડીનું તેલ : દેશી અને ઘરેલુ નુસખા લગભગ બધી બીમારીઓ માટે ઉપયોગી હોય છે. એ જ રીતે એરંડીના તેલનો ઉપયોગ ઘૂંટણના દુખાવા માટે કરી શકાય છે. લીમડાનું તેલ અને એરંડી તેલને સરખી માત્રામાં ગરમ કરો અને સવારે સાંજે ઘૂંટણ પર માલિશ કરો દુખાવાથી રાહત મળશે.

error: Content is protected !!