કિચન ટિપ્સ : પહેલા ક્યારેય નહીં જાણી હોય, જાતે અજમાવેલ ઉપાય.

અવારનવાર અમુક મહિલાઓ ખાવાનું બનાવવાથી ડરતી હોય છે. એવું નથી હોતું કે તેમને જમવાનું બનાવતા નથી આવડતું હોતું પણ રસોડામાં તેમનાથી કોઈ ભૂલ થઈ જશે અને ખાવાનો ટેસ્ટ બગડી જશે એ ડર આ મહિલાઓને સતાવતો હોય છે. તેમને હમેશા એવું લાગતું હોય છે કે તેમના દ્વારા બનાવવામાં આવશે એ ભોજન કાચું રહી જશે અથવા તો તે બળી જશે.

તમને જણાવી દઈએ કે આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લાવ્યા છીએ કે જેનાથી તમે હવે કોઈપણ પ્રકારના ડર વગર રસોઈ બનાવી શકશો. આટલું જ નહીં પણ આ ટિપ્સથી તમારા ભોજનનો ટેસ્ટ વધી જશે.

કોઈપણ તમારા ભોજનમાંથી કોઈપણ ખામી પકડી શકશે નહીં. તો ચાલો તમને જણાવી દઈએ આ ખાસ ટિપ્સ. આ પોસ્ટ સેવ કરીને જરૂર રાખજો.

1. દૂધ ફાટી જાય તો તેમાંથી પનીર બનાવી શકાય છે. પનીર બનાવતા તેમાંથી પાણી છૂટું પડતું હોય છે એ પાણી તમારે ફેંકવાનું નથી તેનાથી રોટલી કે પરાઠાનો લોટ બંધશો તો રોટલી અને પરાઠા કે ભાખરીનો ટેસ્ટ ડબલ થઈ જશે. રોટલી નરમ અને ટેસ્ટી બનશે.

2. તમારા દ્વારા બનાવેલ ભજીયા જોઈએ એવા ક્રિસ્પી કે જાળીદાર નથી બનતા તો ભજીયાનું બેટર બનાવો તેમાં થોડો ચોખાનો લોટ ઉમેરી દેવો.

3. થોડી જૂની કે પછી ઘરમાં ખાવા માટે ના પાડતા હોય એવી બ્રેડને ક્રશ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આનો ઉપયોગ તમે કટલેટ કે પછી કબાબ બનાવવામાં કરી શકો છો. આના ઉપયોગથી કટલેટ કે કબાબ બંધાયેલ રહેશે. આ સાથે તે ખૂબ ટેસ્ટી પણ બનશે.

4. જો તમારા દ્વારા બનતી મીઠાઇ એ બહુ ખાસ નથી બનતી તો આ એક ખાસ ટિપ છે. આ મીઠાઇમાં તમે એક ચપટી મીઠું એડ કરી દો. યાદ રાખજો એક ચપટી જ કહ્યું છે.

5. રોજિંદા ભાતને વધુ ખાસ બનાવવા માટે તેમાં એક ચમચી ઘી અને અમુક ટીપાં લીંબુ ઉમેરો. આમ કરવાથી ભાત સફેદ અને દાણેદાર બનશે.

6. કોઈપણ ગ્રેવીવાળા શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે જ્યારે તમે ડુંગળી સાંતળો છો તો તેમાં એક નાની ચમચી ખાંડ ઉમેરો. ખાંડ કેરેમલાઇઝ થઈ ગયા પછી ગ્રેવીનો રંગ ખૂબ સારો બનશે.

7. પૂરી તળ્યા પછી તેમાં તેલ વધુ રહે છે તો તમારે આ એક કામ કરવાનું છે. પૂરી વણી લેવી અને પછી તેને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવી. આમ કરશો તો પૂરીમાં તેલ રહેશે નહીં.

8. સોજીનો શીરો બનાવવો હોય અને તેના ટેસ્ટમાં તમારે ચાર ચાંદ લગાવવા છે તો તેમ અડધી ચમચી બેસન મિક્સ કરો. બધા આંગળા ચાટતા રહી જશે.

9. પરફેક્ટ ફ્રેંચફ્રાઈસ બનાવવા માટે સૌથી પહેલા બટેકામાંથી ફ્રાઈસ કટ કરીને ધોઈને તેને ઉકળતા પાણીમાં 2 થી 3 મિનિટ રહેવા દો. પછી તેને તેમાંથી કાઢીને ટિશ્યૂ પર કે નેપકિન પર પાથરીને કોરી કરી લો.

આ પછી તેને કોર્ન ફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ પછી આ ફ્રાઈસને ઝિપ લોક બેગમાં ભરીને ફ્રીઝરમાં લાંબા સમય માટે સ્ટોર કરી શકો. પછી જ્યારે જરૂર પડે તેને તમે તળીને ખાઈ શકો છો.

10. મેયોનિઝને ફ્લેવર આપવી છે તો નોર્મલ પ્લેન મેયોનિઝમાં લીલી ચટણી અથવા તો ટોમેટો સોસ અથવા તો ચીલી સોસ ઉમેરો આ સિવાય તમે લીલા ધાણા કે ફૂદીનો પણ બારીક સમારીને મિક્સ કરી શકો છો. આમ કરવાથી મેયોનિઝનો ટેસ્ટ નવીન બની જશે.

11. ફ્રાઈસ સાથે ખાવા માટે ડિપ કે પછી સેન્ડવીચ પર લગાવવા સારું સ્પ્રેડ બનાવવું છે તો 10 થી 12 લસણની કળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો આ પછી પાણી નિતારેલ દહીમાં આ મિશ્રણ મિક્સ કરી લો આ પછી તેમાં જીણા સમારેલ ધાણા અને ફૂદીનો મિક્સ કરો.

12. કોઈ ગ્રેવીમાં ઘી બટર કે તેલ વધુ પડી ગયું છે તો તે ગ્રેવીને ફ્રીઝમાં મૂકી દો આમ કરવાથી ઉપર આવેલ તેલ ઘી જામી જશે અને તેને તમે સરળતાથી કાઢી શકશો. પછી જ્યારે આ ગ્રેવીવાળી વાનગી પીરસવાની થાય ત્યારે તેને ગરમ કરીને સર્વ કરો.

13. ભીંડાનું શાક ટેસ્ટી નથી બનતું અને હમેશા ચીકણું જ રહે છે તો તમે શાકમાં થોડા ટીપાં લીંબુ નાખી શકો. આ સિવાય એકાદ ચમચી બેસન પણ છાંટી શકો આમ કરશો તો ભીંડાના શાકમાંથી ચીકાશ તો દૂર થશે જ આ સાથે ભીંડાનું શાક વધુ ટેસ્ટી બની જશે.

14. મહેમાન આવે ત્યારે લીંબુ શરબત બનાવવામાં બહુ સમય લાગે છે તો તમે આ રીતે પહેલાથી તૈયારી કરી શકો છો. આની માટે તમારે સૌથી પહેલા 2 કપ ખાંડને 1 કપ પાણીમાં ઓગાળી લો. આ પછી તેમાં 4 થી 5 લીંબુનો રસ ઉમેરી લો.

આ પછી તેને આઈસ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો. હવે જ્યારે પણ લીંબુ પાણી બનાવવું હોય ત્યારે તેમાંથી બે આઈસ ક્યૂબ એક ગ્લાસમાં કાઢો. પછી ટેસ્ટ મુજબ મીઠું ઉમેરો અને પાણી કે સોડા તમને જે પસંદ હોય એ ઉમેરી પી શકો છો.

15. મલાઈમાંથી ઘી બનાવતા કીટું એટલે કે કચરો વધારે નીકળે છે તો જ્યારે તમે મલાઈમાંથી માખણ બનાવો ત્યારે મલાઈને મિક્સરમાં ફેરવો તો તેમાં બરફના ટુકડા ઉમેરો.

આમ કરવાથી માખણ સારા પ્રમાણમાં નીકળશે. આ પછી જે પાણી અલગ નીકળે તેને ફેંકશો નહીં તેનો ઉપયોગ તમે હાંડવાના ખીરામાં કે પછી ઇડલીના ખીરામાં કરી શકો છો.

16. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી આલુ બનાવવા માટે બટેકાના પાતળા પૈતાને બરફના પાણીમાં થોડીવાર પલાળી રાખો. આ પછી તેને તળી લો.

17. દૂધીનો ઉપયોગ તમે જ્યારે પણ છીણીને કરો ત્યારે તેમાંથી જે પાણી નીકળે તેનાથી તમે લોટ બંધી શકો છો તેનાથી રોટલી કે પરાઠા કે ભાખરી સોફ્ટ બનશે અને આ ખાવા માટે હેલ્થી પણ છે.

error: Content is protected !!