કીર્તિદાન ગઢવીના જીવનની એવી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે.
કીર્તિદાન ગઢવી એ નામ આજે કોઈ માટે નવું નથી. આપણાં ગુજરાતમાં લગભગ કોઈ એવું નહીં હોય જે કીર્તિદાનને ઓળખતું નહીં હોય. તેમણે જે રીતે ગુજરાતના ડાયરાને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમણે ગુજરાતના આ ડાયરાને આપણાં ગુજરાતના લોકસંગીતને ઘણી ઓળખાણ અપાવી છે. તમને જણાવી દઈએ કે તેમનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય જ્યારે તેમાં પૈસાનો વરસાદ નહીં થયો હોય.
કીર્તિદાન ગઢવીનો જન્મ એ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે થયો હતો. તેમણે પોતાનું ભણવાનું એમ એસ યુનિવર્સિટીથી પૂરું કર્યું હતું. ગાયને બચાવવા માટેની એક રેલીમાં તેમણે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. અહિયાં તેમણે 4.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તેઓ જ્યારે ભાવનગર શિફ્ટ થયા હતા ત્યારે તેઓ સંગીતના શિક્ષક બન્યા હતા.
તમે પણ ઘણીવાર તેમના કાર્યક્રમ અને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. આજે અમે તમને કીર્તિદાન ગઢવી વિષે કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છે. તેઓ અવારનવાર પોતાના કાર્યક્રમ અને બીજા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ 2015માં તેઓ એક રેલીમાં જામનગરમાં શામેલ થયા હતા આ રેલીમાં તેમણે 4.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તમને જણાવી દઈએ કે એવા ઘણા કાર્યક્રમ હોય છે જેમાં તેઓ ઘણીવાર સમાજની માટે અમુક કાર્ય કરવાના હોય તેની માટે પૈસા ભેગા કરતાં હોય છે. આમ તેઓ આપણાં ગુજરાત માટે ઘણા સત્કાર્ય પણ કરતાં હોય છે.
તમે પેલું લાડકી ગીત સાંભળ્યું જ હશે. તેમની સાથે આ ગીતમાં સચિન જિગર, તનિષ્ક અને રેખા ભારદ્વાજ પણ તેમની સાથે હતા. તેમણે આ ગીત 2015માં એમTV કોક સ્ટુડિયોમાં ગાયું હતું. આ ગીતથી તેઓ ગુજરાતના એક ડાયરાના કલાકારથી એક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયા હતા. તેમના દ્વારા ગાવામાં આવતા એક એક ગીત એક એક લોકગીત એ લોકોને ખૂબ પસંદ આવે છે.
તેમને World Amazing Talentનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો આના લીધે તેઓ વર્લ્ડ ટેલેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હતા. આ સિવાય નવરાત્રીના અનોખા શો છેલ્લા 17 વર્ષથી કરવા બદલ તેમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. તમને જણાવી ડી કે જ્યારે પણ વિદેશમાં તેમનો કોઈ કાર્યક્રમ હોય છે તો ત્યાં પણ તેમની પર ડોલરનો વરસાદ જરૂર થાય છે.
તેમના દ્વારા ગાવામાં આવેલ ‘ગોરી રાધાને કાળો કાન’ એ દરેક પ્રસંગ કે જેમાં ગરબા ગાવામાં આવતા હોય છે તેમાં જરૂર ગાવામાં આવે છે. આ સિવાય તેમના ઘણા બધા ભજનો જેવા કે ‘નગર મે જોગી આયા’ આ સિવાય તેમણે ફેમસ સિંગર કિંજલ દવે અને એવા જ બીજા ઘણા કલાકારો સાથે ઘણા કૃષ્ણ ભજન ગાયા છે.