ડ્રાયફ્રૂટ ખજૂર લાડુ ફટાફટ બનીને થઈ જશે તૈયાર, ઘરમાં બધાને પસંદ આવશે.

ઠંડકની શરૂઆત થતાં જ આપણાં અનેક ઘરમાં વસાણાં બનવાની શરૂઆત થઈ ગઈ હશે. જો નહીં થઈ હોય તો હવે ઘરની મહિલાઓ બનાવવા લાગશે. આજે અમે તમારા માટે એવી જ એક વાનગી લઈને આવ્યા છે. ખજૂર અને ડ્રાયફ્રૂટના લાડુ. આ લાડુ ખૂબ સ્વાદિષ્ઠ અને હેલ્થી હોય છે. આ લાડુ બાકીના વસાણાં કરતાં બધાને ખૂબ પસંદ આવતા હોય છે.

આ લાડુની સૌથી સારી વાત એ છે કે આ લાડુ જે મિત્રોને ડાયાબિટીસ છે તેઓ પણ આરામથી કોઈપણ ડર રાખ્યા વગર ખાઈ શકે છે. તમને આ વાત જાણીને વધુ નવાઈ લાગશે પણ આ લાડુ બનાવવા બહુ સરળ છે. બહુ ઓછા સમયમાં આ લાડુ બની જતાં હોય છે. ચાલો વધુ સમય ના પસાર કરતાં જણાવી દઈએ સૌથી પહેલા આ લાડુ બનાવવા માટેની જરૂરી સામગ્રી.

  • ખજૂર – 200 ગ્રામ
  • દેશી ઘી – 6 ચમચી
  • છીણેલ કોપરું – 100 ગ્રામ
  • બદામ – 10 થી 20 નંગ
  • કાજુ – 20 થી 25 નંગ
  • સૂકી દ્રાક્ષ – 2 ચમચી
  • મખાના – 25 ગ્રામ
  • ઘઉનો લોટ – 100 ગ્રામ

હવે તમને જણાવી દઈએ તમને આ લાડુ બનાવવા માટેની સૌથી સરળ અને પરફેક્ટ રેસીપી.

1. સૌથી પહેલા ખજૂરને મિક્ષર જારમાં સારી રીતે ક્રશ કરી લો.

2. હવે ગેસ પર એક કઢાઈ મૂકો. હવે તેમાં 2 ચમચી ઘી ઉમેરી ગરમ કરો.

3. ઘી ગરમ થાય એટલે તેમાં કોપરું, જીણા કટ કરેલ કાજુ, બદામ, દ્રાક્ષને ઉમેરો અને બરાબર મિક્સ કરી થવા દો. આ પછી બધુ સોનેરી થવા દેવું આ પછી તેને એક મોટા વાસણમાં કાઢીને સાઈડ પર મૂકો.

4. હવે ફરી કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરો અને પછી તેમાં અડધો કપ કટ કરેલ મખાનાને નાખીને બરાબર મિક્સ કરો. આ 2 થી 3 મિનિટ થવા દેવું આઆમ કરવાથી મખાના ક્રિસ્પી થઈ જશે આ પછી તેને ડ્રાયફ્રૂટ કાઢેલ વાસણમાં કાઢી લો.

5. હવે કઢાઈમાં ફરી 2 ચમચી ઘી ઉમેરી ગરમ કરો અને તેમાં અડધો કપ ઘઉનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો અને લોટ સોનેરી થાય ત્યાં સુધી ચઢાવો, આઆમ કરવાથી લોટ બરાબર શેકાઈ જશે. હવે લોટ શેકાઈ જાય પછી તેને સાઈડ પર મુકેલ વાસણમાં કાઢો.

6. હવે કઢાઈમાં ફરી એક ચમચી ઘી ઉમેરી ગરમ કરો આ પછી તેમાં ક્રશ કરેલ ખજૂર ઉમેરી 2 થી 3 મિનિટ સુધી થવા દેવું આ પછી તેને પણ પેલા જ વાસણમાં જ કાઢી લો.

7. હવે એક મોટા વાસણમાં શેકેલ ડ્રાયફ્રૂટ, મખાના, ઘઉનો લોટ, શેકેલ ખજૂર બધુ મિક્સ કરો અને તેનાથી લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરો.

8. હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી તમને ફાવે એવા નાના કે મોટા લાડુ બનાવી લો.

9. લાડુ તૈયાર છે હવે આને 1 કલાક માટે બહાર જ સાઈડ પર રહેવા દેવા આ પછી તે લાડુને કોઈ સ્ટીલના ડબ્બા કે કાચની બરણીમાં ભરીને 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકશો. આ લાડુ દરરોજ એક ખાઈ લેવાથી આખો દિવસ તમે ફ્રેશ અનુભવ કરશો.

error: Content is protected !!