હવે જ્યારે પણ બુધવારના દિવસે મગ બનાવો તો આવીરીતે જ બનાવજો.

આજે આપણે ખાટા મગ બનાવીશું. જે લોકો ને મગ ખાવા માં આનાકાની કરતા હશે એમને ખૂબ પસંદ આવશે તો તમે પણ આ વીડિયો જોઈ ને ચોક્કસથી ટ્રાય કરજો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી. તમને અમારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.

સામગ્રી:

  • મગ
  • મીઠું
  • હળદર
  • દહીં
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • કોથમીર
  • લસણ
  • લીલા મરચાં
  • જીરું
  • હિંગ
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે મગ ને બાફી લઈશું. આપણે અહીંયા એક વાડકી મગ લઇ લીધા છે પણ તેને પલાળી ને રાખ્યા હતા તો હવે બે વાડકી મગ થઈ ગયા છે.

2- હવે તેમાં થોડું મીઠું નાખીશું. હવે તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું.હવે આપણે કુકર બંધ કરી ત્રણ સીટી વગાડી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે મગ આપણા સરસ બફાઈ ગયા છે.

3- હવે ઘર માં નાના થી મોટા લઇ ને આપણે હેલ્ધી આહાર આપવો હોય તો તે બાફેલા મગ છે. હવે આપણે મગ ને વઘારી લઈશું.

4- હવે પહેલા એક કડાઈ લઇ લઈશું.હવે તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેમાં એક ચપટી જીરું એડ કરીશું.જીરું તતડી જાય એટલે તેમાં હિંગ નાખીશું.

5- હવે આપણે બે લીલા મરચા અને છ થી સાત કડી લસણ તેને આપણે અધકચરું ખાંડી લીધું તે આપણે એડ કરીશું.હવે તેમાં મસાલા કરી લઈશું.

6- હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું,મરચું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો.

7- હવે આમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું. હવે બધું મિક્સ કરી ને તેમાં મગ એડ કરી દઈશું.હવે આપણે ઘર માં બનાવેલું દહીં ત્રણ થી ચાર ચમચી એડ કરીશું.

8- હવે આપણે દહીં મોડું નથી લીધું ખાટું જ લઈશું.હવે તેમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું.હવે તેમાં બે થી ત્રણ ચમચી પાણી એડ કરીશું. જો તમે આ રીતે મગ બનાવશો તો કઢી બનાવવાની જરૂર નહીં પડે.

9- હવે આ મગ તમે રોટલી સાથે ભાત સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો.જે લોકો ને મગ નથી ભાવતા તે પણ ખુશી ખુશી થી ખાઈ લેશે.

10- હવે તેમાં થોડી કોથમીર એડ કરીશું.હવે તેને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું.પછી તેને સર્વે કરીશું.બિલકુલ ઓછા તેલ માં અને ટેસ્ટી મગ આપણા રેડી થઈ જાય છે આ મગ બાળકો થી લઇ ને મોટા ને દરેક ને પસંદ આવશે.તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!