ડ્રાયફ્રુટ ખજૂર રોલ – 10 થી 15 મિનિટમાં બની જાય છે ડ્રાયફ્રુટ ખજૂર રોલ.

આજે આપણે દિવાળી પૂરતી નહીં પરંતુ શિયાળા ની રેસીપી છે. જે તમે તમારા બાળકોને ખવડાવશો તેમને હેલ્થમાં ખૂબ ફાયદો થશે. આને બનાવી ખૂબ સરળ છે. આ 10 થી 15 મિનિટમાં બની જાય છે. અને બાળકો માટે ખૂબ લાભદાયી છે. તો ચાલો આજે આપણે ખજૂર રોલ બનાવીશું.

સામગ્રી

  • ખસખસ
  • ખજૂર
  • કાજુ, બદામ અને પિસ્તા
  • મધ
  • ઘી

રીત-

સૌથી પહેલા આપણે એક પેનમાં ખસખસ દોઢ ચમચી લઈશું. અને તેને શેકી લઈશું. આપણે ખસખસને થોડી સેકી લઈશું. તો તેની સુગંધ પણ સારી આવશે. તેમાં હવાનું પ્રમાણ રહેશે નહીં. હવે આપણી ખસખસ શેકાય ગય છે તો તેને એક પ્લેટ માં કાઢી લઈશું. હવે આપણે અડધી ચમચી થી પણ ઓછું ઘી લઈશું.કાજુ, બદામ અને પીસ્તા ને સમારી ને તેમાં નાખીશું.અને તેને થોડું સેકી લઈશું. આમાં અખરોટ પણ સારી લાગે છે. જો તમને અખરોટ ભાવતી હોય તો તમે નાખી શકો છો.

આપણે કાજુ, બદામ અને પિસ્તાને એકદમ નાના ટુકડા નથી કરવાના તેને થોડા મોટા જ રાખવાના છે. આ ડ્રાયફ્રુટ ઘી માં સેકાય પછી તેનો ટેસ્ટ સારો આવે છે.અને એકદમ ક્રિસ્પી થઈ જાય છે. આપણે તેને ધીમા ગેસ પર ફ્રાય કરવાનું છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે અડધી ચમચી જેટલું ઘી નાખીશું.

હવે આપણે 200 ગ્રામ ખજૂર લીધું છે.તેના બિયા કાઢી નાખ્યા છે. હવે આપણે તેમાં ખજૂર એડ કરીશું. હવે ખજૂર લોટ જેવું ના થાય ત્યાં સુધી તેને ધીમા ગેસ પર શેકી લઈશું. આ મીઠાઈ માં આપણે કોઈપણ ખાંડનો ઉપયોગ કરવાનો નથી. તો પણ આપણી મીઠાઈ સરસ બનશે. ખજૂર બાળકોને ખવડાવવાથી લોહીમાં સુધારો થાય છે.હવે આપણે તેને પ્રેસ કરતા કરતા સેકી લઈશું.તેવું કરતા ખજૂર નરમ થઇ જશે.

હવે આપણું ખજૂર થોડું થોડું મિક્સ થવા લાગ્યું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ તેમ બધું ખજૂર મિક્સ થઈ જશે. જેવું આપણે લોટ બાંધીએ છેતેવું થવા દેવાનું છે. દર શિયાળામાં બાળકો માટે આ વાનગી બનાવી ખૂબ જરૂરી છે. આનો એક પીસ બાળકોને સવારે આપી દઈએ તો આખા દિવસની એનર્જી આવી જાય છે. આ ખાવામાં ખૂબ હેલ્ધી છે. આમ તો બાળકો ને ખજૂર ખાવાનું કહીએ તો ના પાડે કે નથી ખાવું પણ આવી રીતે કંઇક બનાવીએ તો ખાય લે છે.

આ તમે સાત થી આઠ દિવસ બાળકોને રોજ સવારે એક એક પીસ ખવડાવ સો આ શિયાળો એક એવી સિઝન છે કે જેમાં તમે બાળકોનું હેલ્થ નું જેટલું ધ્યાન રાખો એટલું સારું. આ શિયાળામાં તમે બે-ત્રણ મહિના બાળકોને કંઈકનું કંઈક આવી સારી વસ્તુ બનાવીને ખવડાવી લો તો આખા વર્ષ સુધી તેમનામાં એનર્જી સારી રહે છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ખજૂર ઓગળી ને એક રસ થવા આવ્યું છે.આ રેસિપી બનાવવામાં બવ ટાઈમ લાગતો નથી. 10 થી 15 મિનિટમાં જ બની જાય છે.

હવે આપણું ખજૂર એકદમ લોટ જેવું થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું.અને હવે થોડું ઠંડુ થવા દઈશું. હવે ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રુટ છે તે તેની અંદર ભરવાના છે તો તે કોરા તો ભરાશે નહીં. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ માં થોડી ખસખસ નાખીશું. આપણે આ મીઠાઈ માં ખાંડ તો નાખવાના નથી. તો તેમાં આપણે ૧ નાની ચમચી જેટલું મધ તેમાં એડ કરીશું. હવે આપણે તેમાં એક ચમચી ખજૂર નો ડોલ જે આપણે તૈયાર કર્યો છે તે એડ કરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું.

આપણે તેને હાથ થી બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રુટ ખજૂર સાથે મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થાય એટલે તેને રોલ વાળી લઈશું. તેને બહુ ઠંડુ નથી કરવાનું જેથી રોલના વડાય. રોલ વળાય તેવું થોડું ગરમ રાખીશું. હવે આપણે એક પ્લાસ્ટિક નું કાગળ લઈશું.આપણે જે જભલા નું પ્લાસ્ટિક આવે છે તે નથી લેવાનું. થોડું કડક હોય તેવું લેવાનું.જેથી આપને વણી એ તો તેમાં ક્રિસ ના પડે. હવે આપણે પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવી લઈશું.જેથી આપણો રોલ ચોંટી ના જાય.

હવે આપણે પ્લાસ્ટિક પર ખજૂર જે નરમ કરી લીધું હતું તે લઈશું. અને તેની પર બીજું પ્લાસ્ટિક મૂકી દેવાનું. હવે આપણે તેને થોડું વણી લઈશું. હલકા હાથે પ્રેસ કરીને વણતાં જઈશું.આપણે તેને ચોરસ તૈયાર કરવાનું છે. હવે વચ્ચે ડ્રાયફ્રુટ્સ મૂકી દેવાનું. ડ્રાયફ્રુટ્સ મૂક્યા પછી આપણે કોથળીની સાથે તેને રોલ વાળી ને પ્રેસ કરતા જવાનું.અને તેને રોલ કરતા જવાનું.

હવે જે સાઈડમાં થોડું ખુલ્લું દેખાય તો તેને બંધ કરી દેવાનું. આપણો રોલ ડ્રાયફ્રુટ્સ થી તૈયાર થઈ ગયો છે. જે વધારાનું છે તેને ચપ્પાથી કટ કરી લઈશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે આપણે જે કટ કર્યું હતું તેને વેસ્ટ નથી કરવાનું તેના આપણે લાડુું બનાવી લેવાના. હવે આપણે હાથમાં થોડું ઘી લગાવીને પ્રેસ કરી લઈશું.હવે આપણે તેને થોડું ડેકોરેશન કરી લઈશું.થોડું કાજુ અને પીસ્તા ની કતરણ લઈશું. આની ઉપર ચાંદી ની વરક પણ લગાવી શકાય.આપણે નાના બાળકોને ખાવા માટે બનાવીએ છીએ. એટલે આપણે ખસખસ થોડી લગાવીશું. ખાવામાં પણ સારું રહેશે અને દેખાવમાં પણ સારું રહેશે.

હવે તમે પિસ્તા અને બદામની કતરણ નાખી અને ખસખસ થોડી નાખી ને રોલ ને થોડું પ્રેસ કરતા કરતા જઈશું. તો તેના પર બધું ચોંટી જશે અને હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો રોલ સરસ દેખાય છે. આપણો રોલ હમણાં કપાશે નહીં જેથી આપણે તેને આજ પ્લાસ્ટિકમાં ટાઈટ વિટી ને રબર લગાવી ને તેને અડધો કલાક માટે તેને ફ્રીઝ માં મૂકવાનું છે. ફ્રીઝરમાં નથી મૂકવાનું. પછી તેના એકદમ સરસ પીસ પાડી લઈશું. હવે ત્યાં સુધી જે આપણે વધેલું મિશ્રણ કાઢ્યું હતું.તેના આપણે લાડુ બનાવી લઈશું.

આપણા થોડા ડ્રાયફ્રુટ્સ વધ્યા હતા તે પણ તેમાં એડ કરીશું. હવે આપણે તેને હાથ થી લાડુ વારી લઈશું. હવે તેની પર આપણે ખસખસ લગાવી દઈશું. જો તમને રોલ વાળતા ના ફાવે તો તમે લાડુ પણ બનાવી શકો છો.જે આપણે ખજૂર ગરમ કર્યું હતું ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખી દેવાનું અને બધું મિક્સ કરી લેવાનું. ઠંડુ થાય પછી તેના લાડુ વારી દેવાના. ત્યારબાદ ઠંડુ થાય પછી તેમાં થોડી ખસખસ ઉપરથી ભભરાવી દેવાની.હવે અડધો કલાક થઈ ગયો છે. તો આપણે રોલ કાઢી લઈશું.

હવે આપણો રોલ ઠંડો થઈ ગયો છે.હવે આપણે તેના પીસ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ડ્રાયફ્રૂટ્સ અંદર સરસ દેખાય છે ને?આ રીતે આપણે રોલ બનાવી લેવાના. હવે આપણે એક પ્લેટમાં લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ખજૂર રોલ તૈયાર થઈ ગયા છે તો જરૂરથી આ રેસિપી તમે આ દિવાળીમાં ચોક્કસથી આ મીઠાઈ બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!