30 વર્ષની નેત્રહીન મહિલાએ યૂટ્યૂબ વિડિઓ બનાવીને આગવી ઓળખ ઉભી કરી..
લક્ષ્મીના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેના ભાઈ આદિ રેડ્ડીએ ‘મૂવી ક્રિક ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ કામ માટે લક્ષ્મીએ તેને પચાસ હજાર રૂપિયા આપ્યા. અંધ મહિલા હોવા છતાં તે જાત મહેનત કરી ને પણ આગળ આવી. જેથી તેનું નસીબ બદલાઈ ગયું. તે અંધ મહિલા ને મદદ કરી. જેથી તે મહિલા પોતાના પગ પર ઊભી રહે અને તેના રોજીંદા ખર્ચા પણ તે ઉઠાવી શકે. આ મહિલા અંધ હોવા છતાં પોતાની જાત મહેનત કરી ને આગળ આવી અને તેના જેવી બીજી મહિલાઓ ને પ્રેરણા આપી.
માત્ર 30 વર્ષની ઉંમરે બોડ્ડુ નાગા લક્ષ્મીના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું, જેને તેને જીવનભર સુખ આપ્યું. આ તે દિવસ હતો જ્યારે તેણે યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. અગાઉ, તેણે પોતાના જીવનનો આવો ખરાબ તબક્કો પણ જોયો હતો જ્યારે તે સંપૂર્ણપણે સામાજિક સુરક્ષા પેન્શન પર નિર્ભર હતી, તેનાથી જ તે પોતાના ખર્ચા અને પોતાનું સામાજિક જીવન જીવતી હતી. અંધ મહિલા કોઈ કામ પણ કરી શકે તેમ ન હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે આંધ્રપ્રદેશમાં લક્ષ્મી કૃષ્ણ રેડ્ડીનું જીવન એક યુટ્યુબ વીડિયોથી સંપૂર્ણપણે બદલાઈ ગયું. જેથી તે વધુ આગળ વધી શકી.
View this post on Instagram
ભારત ના આંધ્રપ્રદેશના નેલ્લોર રાજ્યમાં રહેતી લક્ષ્મી કૃષ્ણા રેડ્ડીની મોટી પુત્રીઓ માની એક છે. તેનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેને વધુ ગરબી માં રહી ને પોતાનું સામાજિક જીવન વિતાવ્યું. તેની બહેનો અને ભાઈઓ સાથે રહેતા હતા અને તેણે પોતાનું બાળપણ ગરીબીમાં જ વિતાવ્યું. લક્ષ્મીના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેના ભાઈ આદિ રેડ્ડીએ ‘મૂવી ક્રિક ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આ કામ માટે લક્ષ્મીએ તેને પચાસ હજાર રૂપિયા આપ્યા. અહીં જ તેનું નસીબ અને જીવન બદલાઈ ગયું.
નાગા લક્ષ્મીએ સપ્ટેમ્બર 2020 થી ‘કવિતા નાગા વલોગ’ નામની આદિ રેડ્ડીના સહયોગથી બીજી યુટ્યુબ ચેનલ માટે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેણે અપલોડ કરેલા પ્રથમ વિડીયોને જબરદસ્ત કૉમેન્ટ્સ મળી. હાલમાં આ ચેનલના 1.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. આ કામમાં આદિ રેડ્ડીની પત્ની કવિતાએ લક્ષ્મીનો સંપૂર્ણપણે સાથ આપ્યો. જેથી તે વધુ આગળ વધી. કવિતા સાથે મળીને તેમણે 89 વીડિયો બનાવ્યા હતા, જે અનેક રાજ્યો માં અને અનેક વિસ્તારોમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.
લક્ષ્મીએ તેની પાંચ મહિનાની સામાજિક સુરક્ષા પેન્શન એટલે કે પંદર હજાર રૂપિયા સૂદ ચેરિટી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા, અત્યારે તો કોઈ એમ નેમ પણ દાન માં આપવા તૈયાર નથી થતું પણ આ અંધ મહિલા એ દાન કર્યું. આવી મહિલાઓ તેમના કાર્યો માં સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે. તે પછી જ્યારે એક્ટર અને સામાજિક કાર્યકર સોનુ સૂદને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પ્રશંસા મળી ત્યારે તેનો ઉત્સાહ અનેક ઘણો વધ્યો અને તેણે ફરી એકવાર ચાર વીડિયો બનાવીને દર્શકોની પ્રશંસા અને નામના મેળવી. આ અંધ મહિલા ની વિડિયો માંથી ઘણું બધું શીખવા મળે છે.
લક્ષ્મીએ તાજેતરમાં મુખ્યમંત્રી રાહત ફંડ અને સૂદ ચેરિટી ફંડમાં પચીસ હજારની રકમનું દાન કર્યું છે. આ સાથે તેના ગામના યુવાનોને 60,000 ની કિંમતની સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી હતી.