કેટરીના કૈફે શેર કર્યા ઘરના ફોટો અને સાથે બતાવ્યું પોતાનું મંગળસૂત્ર, કિંમત ખબર છે?

કેટરીનાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરના અમુક ફોટો શેર કર્યા છે અને આ પોસ્ટમાં તેણે ત્રણ ફોટો શેર કર્યા છે જેમાં એક ફોટોમાં તેનું મંગળસૂત્ર ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જો કે મંગળસૂત્ર પહેરેલી કેટરીના ખુબ સુંદર દેખાઈ રહી છે.

બોલીવુડના આ કપલે ખુબ ભવ્ય રીતે અને ખુબ જ નજીકના મિત્રો અને પરિવારજનો સહીત રાજસ્થાનમાં ખુબ સુંદર રીતે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્ન માટે ઉત્સાહિત મીડિયા રિપોર્ટર એ તેમની દરેક હરકત પર ખુબ નજર રાખી રહ્યું હતું એવું નહિ કે ફક્ત વિક્કી અને કેટરીના પર જ નજર હોય મીડિયા વાળા તો રીતસર કેટરીનાના પરિવાર જેમ કે તેની માતા બહેન બધા પર નજર રાખી રહ્યા હતા તો બીજી તરફ વિક્કીના પિતા ઉપર પણ તાકતી નજર રાખી રહ્યા હતા.

લગ્ન પછી કેટરીના અને વિક્કી પોતાના નવા અને અલાયદા ઘરમાં રહેવા માટે શિફ્ટ થઇ ગયા છે. ત્યાંથી તેમણે લગ્ન પછીના નવા ઘરના પ્રવેશના ફોટો પણ તેમની સોશિયલ મીડિયા સ્ટોરીમાં શેર કરી હતી. તમને જણાવી દઈએ કે હમણાં કેટરીનાએ પણ પોતાના ઘરમાં બેઠી હોય એવા ત્રણ ફોટો શેર કર્યા છે. ફોટો શેર કરતા લોકેશનમાં તેણે હોમ સ્વીટ હોમ એવું લખ્યું છે અને સાથે ઘર અને લીલા હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું છે.

તેણે પોસ્ટમાં ત્રણ અલગ અલગ ફોટો શેર કર્યા છે. જેમાં તે જેકેટ પહેરીને દેખાઈ રહી છે. આ ફોટોમાં સૌથી ખાસ વાત છે તેણે પહેરેલું મંગળસૂત્ર. તમને જણાવી દઈએ કે ગોલ્ડન અને બ્લેક મોતીથી બનેલ કેટરીનાનું આ મંગળસૂત્ર એ ફેમસ ડિઝાઈનર સબ્યસાંચીનું બંગાળ ટાઇગર કલેક્શનનું છે. તમને જણાવી દઈએ કે આ મંગળસૂત્રના વચ્ચે પેન્ડન્ટની જગ્યાએ બે ડાયમંડ પણ છે. જે જોવામાં ખુબ ખાસ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

લગ્ન પછી આ કપલ એ બાકીના કપલની જેમ લાબું હનીમૂન કરવા માટે ક્યાંય બહાર ગયા હતા નહિ તેઓ થોડા દિવસનું મીની હનીમૂન કરીને પરત આવી ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે તેઓ એઝ એ કપલ મુંબઈ ઉતર્યા હતા અને સ્પેશિયલ મીડિયા સામે આવીને પોઝ આપ્યા હતા. એ પછી તેઓ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. એ પછી પણ આ કપલ એકબીજા સાથે રહેવા માટેનો થોડો પણ સમય બગાડતા નથી.

લગ્ન પછી કેટરીનાએ ઘરમાં શિરો બનાવ્યો હતો ત્યારે તેણે ફોટો સ્ટોરીમાં શેર કર્યો હતો અને પછી વિક્કીએ પણ એ જ શીરાનો ફોટો પોતાના એકાઉન્ટની સ્ટોરીમાં શેર કરી હતી. પછી બંનેએ નવા ઘરના ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે બંનેએ એકબીજાના હાથ પકડેલ ફોટો મુક્યો હતો. આ પછી હમણાં જ વિક્કી પોતાની શૂટિંગ પુરી કરવા માટે બહાર ગયો હતો ત્યારે કેટરીના કૈફ વિક્કીને મુકવા માટે એરપોર્ટ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જાણીને નવાઈ લાગશે પણ આ કપલ પણ સામાન્ય કપલની જેમ સાથે રહેવાનું ખુબ પસંદ કરે છે. વિક્કી એ 31 તારીખે આઉટ ઓફ સીટી હતો પણ નવું વર્ષ ઉજવવા માટે તે સ્પેશિયલ પરત આવ્યો હતો કે જેથી તે કેટરીના સાથે નવું વર્ષ ઉજવી શકે. પછી કેટરીના વિક્કીને મુકવા એરપોર્ટ આવી હતી એ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ શેર થયો હતો.

હવે તમને આ મંગળસૂત્રની કિંમત વિષે જણાવીએ. એક ફેમસ અને વિશ્વાસપાત્ર વેબસાઈટ મુજબ કેટરિનાના આ મંગળસૂત્રની કિંમત 5 લાખની આસપાસ કહેવાય છે. તમને અમે અમારા પેજમાં કોઈપણ ચીલાચાલુ વાતો નહિ પણ કેટલીક રસપ્રદ અને જાણવાજેવી વાતો જણાવીશું. જો તમે હજી મારુ પેજ લાઈક નથી કર્યું તો ચોક્કસ કરજો અને હા અમે દરરોજ સવારમાં કષ્ટભંજન હનુમાનજી અને પરપોટીયા મહાદેવના ફોટો શેર કરીએ છીએ તો એકવાર જરૂર અમારું પેજ ચેક કરજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો. આભાર જય જલારામ.

error: Content is protected !!