સેમ ટુ સેમ કેટરીના કૈફ જેવી જ દેખાય છે આ યુવતી ફોટો જોઈને તમને પણ નહીં થાય વિશ્વાસ.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની બાર્બી ડોલ કહેવાતી અભિનેત્રી કેટરીના કેફ એ પોતાના લુકની સાથે સાથે પોતાના સ્ટાઇલિશ અવતાર માટે પણ ઓળખાતી હોય છે. ફિટનેસ કવીન કેટરીના કૈફ પોતાની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખતી હોય છે તેના માટે તે ઘણી વસ્તુઓ ખાવાથી પોતાની જાતને રોકી રાખતી હોય છે. કેટરીનાની ફિટનેસ જોઈને ઘણી અભિનેત્રીઓ અને યુવતીઓ તેના જેવુ દેખાવ ઇચ્છતી હોય છે.

આ સિવાય કેટરીના કૈફ તેની સુંદરતા માટે પણ જાણીતી છે. તે એક એવી બોલિવૂડ અભિનેત્રી છે જે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગે છે. હવે બિલકુલ કેટરીના જેવી દેખાતી એક છોકરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ છોકરીનું નામ એલિના રોય જણાવવામાં આવી રહ્યું છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે. આટલું જ નહીં, કેટરિના કૈફ જેવા દેખાવને કારણે અલીના રોયની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. આવો જાણીએ એલિના રોય વિશે.

વાઇરલ થઈ રહેલ ફોટોમાં તમે જોઈ શકો છો કે અલીના ઘણી હદ સુધી સેમ કેટરીના જેવી જ દેખાય છે. પહેલીવાર જ્યારે કોઈ આ ફોટો જુએ તો તે આ યુવતીને કેટરીના જ સમજી લેતા હોય છે. કેટરીના જેવી દેખાવાને લીધે તે બહુ ઓછા સમયમાં ફેમસ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો તેને ફોલો કરે છે.

તમને જણાવી દઈએ કે અલીના ટીક ટોક પર બહુ ફેમસ થઈ હતી. ઘણા લોકો તેને ટીક ટોકની કેટરીના કૈફ કહીને બોલાવે છે. અલીના જ્યારે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરે છે તો તેના ચાહકો પણ ઘણીવાર પૂછી બેસતા હોય છે કે તે ખરેખર કેટરીના છે કે પછી અલીના?

અલીનાને સોશિયલ મીડિયા પર એટલી પસંદ કરવામાં આવી રહી છે કે ફેન્સ તેના કોલાજ શેર કરી રહ્યા છે. ઘણા લોકો કેટરિના કૈફ સાથે તેની તસવીરો પણ ટેગ કરી રહ્યા છે.

તમે અલીનાના ઇન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને વધારે પડતાં એવા જ ફોટો જોવા મળશે જેવા ફોટો કેટરીનાએ પડાવ્યા હોય છે અથવા તો કેટરીનાનો તે લુક વાઇરલ થયો હોય. આ સિવાય અલીના સોશિયલ મીડિયા પર વિડીયો પણ શેર કરતી હોય છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થતાં હોય છે. કેટરીના જેવી દેખાય છે તેના લીધે તેની પાસે ભરપૂર કામ છે. એક ઇંટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે તેને એક ફિલ્મમાં કામ મળ્યું છે જેમાં તે પત્રકાર તરીકે જોવા મળશે.

જે બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી. અલીના રોય મુંબઈની રહેવાસી છે, જોકે તેના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. રિયલ કેટરીના કૈફની વાત કરીએ તો તે જલ્દી જ અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર-3’માં જોવા મળશે. આ સિવાય કેટરિના કૈફ ‘મેરી ક્રિસમસ’, ‘ફોન ભૂત’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળવાની છે.

error: Content is protected !!