કસ્તુરી / કસુરી મેથી – ઘરે જ સુકવણી કરી બનાવો.
1- સૌથી પહેલા મેથી ની ભાજી ને છુટ્ટા પાણીથી ધોઈ લઈશું. તેને કોટનના કપડામાં લઇ લઈશું.અને તેને કોરી કરી લેવાની છે.
2- હવે મેથી ને કોરી કરો તો લાંબા સમય સુધી સારી રહે છે.આપણે અહીંયા વોશિંગ મશીન ડ્રાયરથી કોરી કરી લઈશું. તમારા ઘરે વોશિંગ મશીન ના હોય તો તેને છુટ્ટી કરી કપડાથી કોરી કરી લેવાની.
3- પછી તેને સાફ કરવાની તો જલ્દી સુકાશે અને આપણી ભાજી ચીકણી નહીં થાય.હવે તેને સાફ કરી સમારી લઈશું.
4- હવે મેથી ના પાંદડા પાંદડા લઈને સમારી લઈશું.અને પછી સુકવીસુ તો જલદી સુકાઈ જશે.
5- હવે મેથી ને સમારી ને સુકવસો તો ઘર માં પંખા નીચે એક થી દોઢ દિવસ માં સુકાઈ જશે.એકદમ લીલા કલર ની સુકવણી ની ભાજી તૈયાર થઈ જશે.
6- હવે આપણે પ્લાસ્ટિકની કોથળી ઉપર મેથી ને છૂટી છૂટી સુકવી લેવાની છે.ઘર માં સુકવાથી મેથી નો કલર લીલો જ રહે છે.
7- જો તમે તાપ માં સુકવશો તો મેથી પીળી પડી જશે શ્યામ પડી જશે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે ઘર માં સૂકવેલી મેથી નો કલર એકદમ લીલો જ રહે છે.અને આપણી મેથી સુકાય ગઈ છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.
સૂકવેલી કસૂરી મેથી એ બહાર પેકેટમાં મળે છે એ બહુ મોંઘી પડે છે. અત્યારે તમે માર્કેટમાં લેવા જશો તો મેથીની જુડી તમને બહુ સસ્તી મળશે. તો મારી આ રીતથી તમે ઘરે જ બનાવી શકશો બહાર મળે છે તેનાથી પણ વધુ સ્ટ્રોંગ અને હાઈજેનીક કસૂરી / કસ્તુરી મેથી.
જયારે પણ ઓફ સીઝન મેથીના ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ સુકાઈ ગયેલ મેથીને થોડીવાર પાણીમાં પલાળી રાખવી અને પછી આ પલળેલી મેથીને ભજીયા બનાવી શકો છો. તો તમે સ્ટોર કરી લેજો આ મેથી ઓફ સીઝનમાં અમે બીજી ઘણી રેસિપી તમને જણાવીશું.
વિડીયો રેસીપી :