મીઠો લીમડો – ફક્ત દાળ શાક માટે જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે.

મીઠો લીમડો આપણે ઘરે દાળ અને શાક ના સ્વાદ માં વધારો કરવા માટે વાપરીએ છીએ. પણ તેને ખાવાથી ઘણા બધા રોગ ની સમસ્યા દૂર થાય છે. રોજ 6 થી 7 લીમડા ના પાન નું સેવન કરવું જોઈએ. મીઠો લીમડો ના સેવન થી પેટ સંબંધી બધા રોગ નું નિવારણ થાય છે. મીઠો લીમડો ખાવાથી વાળ કાળા થાય છે. મીઠો લીમડો ને ઘર ના આંગણા માં વાવવો વસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. મીઠો લીમડો ની અંદર જિંક, કોપર, આયર્ન જેવા મિનરલ આવેલા હોય છે.

મીઠા લીમડાના ફાયદાઓ:

ડાયાબિટીસ માટે:

  •  રોજ સવાર માં 6 થી 7 મીઠો લીમડા ના પાન નું સેવન ખાલી પેટ કરવું જોઈએ. જો આ રીતે 3 મહિના સુધી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ માટે બહાર થી ઇન્સ્યુલીન લેવું પડતું નથી. કારણકે જે કોશિકા ઇન્સ્યુલીન નું ઉત્પાદન કરે છે તેની શક્તિ મીઠો લીમડા ના સેવન થી જડપી બની જાય છે.

ડાયેરિયા ને રોકવામાં મદદરૂપ થાય :

  •  મીઠા લીમડા માં કાર્બાજોલ આલ્કેલોઇડ્સ હોય છે. તેના લીધે તેમાં એંટી બેક્ટેરિયલ અને એંટી ઇંફ્લામેટ્રી ગુણ હોય છે.જે પેટ માટે ખૂબ ફાયદાકારક છે. જે પીટ ને દૂર કરે છે.અને ડાયેરિયા થવા માટેનું મુખ્ય કારણ જ પીત છે॰
  •  જ્યારે ડાયેરિયા થાય હોય ત્યારે 8 થી 10 પાન ને પીસી ને છાશ સાથે દિવસમાં 2 વાર લેવાથી રાહત થાય છે.

નાક અને શરીર માં જમા થતો કફ ને રોકે છે.

  •  જો તમને કફ કે સાઇનસ હોય તો તેના માટે અકસીર ઈલાજ છે. મીઠા લીમડા માં વિટામિન એ અને વિટામિન સી હોય છે. તેમાં એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ એજન્ટ હોય છે. જે જમા થયેલા કફ ને દૂર કરવામાં મદદ કરે છે.
  •  1 ચમચી મીઠા લીમડા ના પાવડર ને 1 ચમચી મધ સાથે ભેળવી ખાવાથી કફ દૂર થાય છે.

વાળ ના મૂળ ને મજબૂત બનાવે:

  •  વધારે કેમિકલ વાળા પ્રોડકસ અને પ્રદૂષણ ને લીધે વાળ ખરાબ થઈ જાય છે. પણ લીમડા માં વાળ ને જરૂરી એવ બધા જ પોષકતત્વો જોવા મળે છે. જો લીમડા ના પાન નો લેપ વાળ ના મૂળ માં લગાવાથી વાળ કાળા, મજબૂત અને લાંબા થાય છે.

લીવર ને મજબૂત બનાવે:

  •  જો તમે વધારે આલ્કોહોલ નું સેવન કર્તા હોય અથવા માછલી નો ખાવામાં ઉપયોગ કરતાં હોય તો તમારે રોજ 8 થી 10 પાન નું સેવન કરવું જોઈએ. આ પાન તમને ઓક્સિડેટિવ તણાવ થી બચાવે છે.
  •  1 કપ ઘી માં 5 પાન નાખી ગરમ કરી લેવું. પછી તેમાં દળેલી ખાંડ અને મારી નાખી થોડું ઉકાળી લેવું. ઠંડુ પડે પછી તેનું સેવન કરવું.

કેન્સર માટે

  •  તેમાં એંટી ઓક્સિડંટ તત્વો હોય છે. જે કેન્સર ની કોશિકા ને વધતી રોકવામાં મદદ કરે છે.

પિરિયસ માં થતાં દુખાવા ને નિયંત્રિત કરે

  •  1 ચમચી મીઠા લીમડા નો પાવડર 1 ગ્લાસ નવશેકા પાણી સાથે દિવસ માં 2 વાર લેવાથી દુખાવામાં રાહત મળે છે.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

અહિયાં જણાવેલ દરેક ઉપાય અને ટીપ એ ઈન્ટરનેટ પરથી અલગ અલગ જગ્યાએ થી ભેગી કરેલ માહિતી પરથી લખેલ છે. દરેક વ્યક્તિના શરીરની રચના અને તાસીર અલગ અલગ હોય છે એવામાં દરેક વસ્તુ અને ઉપાય વ્યક્તિ પર અલગ અલગ રીતે અને સમયે અસર કરતી હોય છે. જો તમને કોઈ બીમારી કે એલર્જી છે તો અમારી સલાહ છે કે તમે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટર કે નિષ્ણાંતની સલાહ જરૂર લો.

error: Content is protected !!