કારા ચટણી – પહેલા ક્યારેય નહીં ખાધી હોય આવી ટેસ્ટી અને યમ્મી ચટણી, ઇડલીના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દેશે.

કારા ચટણી

દરેક પ્રકારના ફરસાણ સાથે સર્વ કરવામાં આવતી ચટણીઓ તેના સ્વાદને અનેક ગણો સ્વાદિષ્ટ બનાવે છે ચટણી વગર બધી જ વાનગીઓ અધુરી જ લાગે છે.

અહી હું સાઊથ ઇંડીયન વાનગીઓ જેવાકે ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા વગેરે સાથે સર્વ કરી શકાય તેવી ચટણીની રેસીપી આપી રહી છું. જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે ખાવાથી આ બધી વાનગીઓ ખરેખર ખૂબજ સાદિષ્ટ લાગતી હોય છે. તેથી ઢોસા, મેંદૂવડા, ઇડલી કે ઉત્તપા સાથે ખાવાથી ખૂબજ તેનો સ્વાદ અનેક ગણો વધી જશે. તો મારી આ સાઉથ ઇંડીયન ચટણીની રેસિપિને ફોલો કરીને તમે બધા પણ સાઉથ ઇંડીયન વાનગી સાથે જરુરથી બનાવજો.

બનાવવામાટેની સામગ્રી :

  • 2ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલસ્પુન અડદની દાળ
  • 1 ટેબલ સ્પુન ચણા દાળ
  • 3 નંગ સૂકા લાલ મરચા અથવા 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ½ ઓનિયનના નાના ટુકડા
  • 2-3 કળી લસણ
  • 1 મોટું ટમેટું બારીક કાપેલું
  • 1 નાનો પીસ આંબલી
  • ½ ટી સ્પુન સોલ્ટ અથવા તમારા સ્વાદ મુજબ
  • 3 ટેબલ સ્પુન પાણી

2: કારા ચટણી બનાવવાની રીત:

સૌ પ્રથમ એક પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ લ્યો. ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન ચણાની દાળ, 1 ટેબલ સ્પુન અડદની દાળ અને 3 નંગ સૂકા મરચા અથવા 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર ઉમેરી રોસ્ટ કરી લ્યો.

ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં ½ ઓનિયનનાં નાના ટુકડાં કરીને ઉમેરો. 2-3 કળી ( વધારે નહી ) લસણ ઉમેરો. બધું સાથે સોતે કરો. ત્યારબાદ બારીક કાપેલું 1 ટમેટું તેમાં ઉમેરી દ્યો અને સોતે કરો. એકદમ મશી થાય ત્યાં સુધી સોતે કરો. હવે તેને ઠંડું થવા દ્યો.

ત્યારબાદ ગ્રાઇન્ડર જારમાં ભરીને તેમાં 1 નાનો પીસ આંબલી, ½ ટી સ્પુન મીઠું (અથવા તમારા સ્વાદ મુજબ) અને 3 ટેબલ સ્પુન પાણી ઉમેરી બ્લેંડ કરો. સ્મુધ પેસ્ટ થઇ જાય એટલે બાઉલમાં કાઢી ઢોસા, ઇડલી, ઉત્તપા વગેરે સાથે સર્વ કરો.

આ સાઉથ ઇંડિયન કારા ચટણી ખૂબજ સ્પાયસી અને ટેસ્ટી લાગશે. બધાને ખૂબજ ભાવશે. આ બન્ને પ્રકારની હોટેલ સ્ટાઈલ સાઉથ ઇંડીયન કોકોનટ ચટણી ઢોસા ,ઇડલી, મેંદુવડા કે મદુર વડા કે ઉત્તપા સાથે સર્વ કરવા માટે તમે પણ તમારા રેસિપિના લિસ્ટમાં એડ કરી દેજો.

સાભાર : શોભના વણપરિયા

યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)

દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.

error: Content is protected !!