આવી સ્ત્રીઓ ઘર માટે ક્યારેય નથી લાવી શકતી બરકત, આ આદત તમને પણ છે તો યે જ બદલી દો આ આદત.

વિશ્વભરમાં સંસ્કાર અને પરંપરાઓના પાલનની બાબતમાં હિંદૂ સંસ્કૃતિ સૌથી વધારે પ્રખ્યાત છે. હિંદૂ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારનું પાલન કરવામાં આવે છે. આ સંસ્કારથી મનુષ્યમાં સદ્ગુણોનો વિકાસ થાય છે. આ સોળ સંસ્કારમાં પુંસવન સંસ્કાર, સીમંત સંસ્કાર, જાતકર્મ, નામકરણ, નિષ્કરણ, અન્નપ્રાશન, ચૌલકર્મ, મુંડન, વિદ્યારંભ, ઉપનયન સંસ્કાર, ચતુર્વેદ અધ્યયન સંસ્કાર, કેશાંત સંસ્કાર, જન્મોત્સવ સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કારનો સમાવેશ થાય છે.

આ તમામ અત્યંત મહત્વના છે પરંતુ તેમાં સૌથી વધારે મહત્વ વિવાહ સંસ્કારને આપવામાં આવે છે. કારણ કે આ કર્મ પછી બે અજાણ્યા વ્યક્તિ જીવનસાથી બને છે. આ સંસ્કાર બાદ પતિ અને પત્ની બંને એકબીજાના શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોના ભાગીદાર અને જવાબદાર બને છે.

પુરાણો અને શાસ્ત્રોમાં દાંપત્યજીવન અને આદર્શ પત્ની વિશે ઘણું લખાણ કરવામાં આવ્યું છે. કારણ કે સ્ત્રી બે ઘરની સુખ-શાંતિ માટે જવાબદાર હોય છે. પુરાણોમાં જે રીતે સ્ત્રીના સદ્ગણોની ચર્ચા કરવામાં આવી છે તે જ રીતે સ્ત્રીના એવી આદતો વિશે પણ લખવામાં આવ્યું છે કે જેનાથી પતિના દુર્ભાગ્યની શરૂઆત થાય છે. જેમકે.

  • – જે સ્ત્રી સવારે મોડે સુધી પથારીનો ત્યાગ નથી કરતી અને સ્નાન પણ સૂર્યાસ્ત પછી કરે છે તેનો પતિ સદા અભાગ્ય રહે છે.
  • – જે સ્ત્રી પોતાના ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન નથી રાખતી તેનો પતિ પણ કમનસીબ રહે છે.
  • – જરૂર કરતાં વધારે ભોજન અને લાલચુ સ્ત્રી પણ પોતાના પતિ માટે દુર્ભાગ્ય નોંતરે છે.

ભવિષ્યપુરાણ અનુસાર જે સ્ત્રી સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી અને પૂજા-પાઠ કરે, જે સ્ત્રી ધર્મના માર્ગે ચાલે છે તેવી સ્ત્રીનો પતિ સદા ધનવાન રહે છે.

નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.

error: Content is protected !!