આજ સુધી કેમ વીરપુરમાં જલારામબાપાના ધામમાં અન્ન ખૂટતું નથી? રસપ્રદ કથા.
જય જલારામ, આશા છે તમે બધા મજામાં હશો. આજે હું તમને અહીંયા ખુબ જ રસપ્રદ અને જાણવા જેવી વાત જણાવવાની છું. જલારામ બાપા એ નામ આજે લગભગ જ કોઈ ગુજરાતી નહિ જાણતું હોય. લોહાણા જ્ઞાતિમાં જન્મેલ એવા જલારામબાપાના નામથી આજે આખો રઘુવંશી પરિવાર ઓળખાય છે. આજે ગુજરાતના લગભગ દરેક ગામ અને શહેરમાં જલારામબાપાના મંદિર હોય છે જ પણ વીરપુર જલારામધામના દર્શન ના કરીએ ત્યાં સુધી બાપાને મળ્યાનો સંતોષ ના થાય.
વીરપુર એક એવી જગ્યા છે જ્યાં આજે દરરોજ અઢળક લોકોને ભોજન કરાવવામાં આવે છે. બાકીના મંદિરની જેવું અહીંયા નથી કે તમે તમારા સ્વજનોના નામથી પૈસા કે વસ્તુઓ દાનમાં આપી શકો. તમે કોઈપણ મંદિરમાં જશો તો તમને જ્યાં ત્યાં ઘણી જગ્યાએ દાન પેટી, કે પછી દાન અહીંયા સ્વીકારવામાં આવે છે એવા ઘણા બોર્ડ દેખાશે પણ આ વીરપુરમાં તમે ભૂલથી પણ ક્યાંય પૈસા મૂકી ના દો એ ધ્યાન રાખવા માટે સેવા ભક્તો હજાર હોય છે. છે ને નવાઈની વાત? હજી નવાઈ તો તમને ત્યારે લાગશે જયારે હું તમને એક હકીકત જણાવીશ.
જલારામ બાપાએ બહુ સામાન્ય વ્યક્તિ હતા. તેઓ પહેલાથી સાધુ-સંતોની સેવામાં જ ધ્યાન આપતા હતા તેઓ પત્ની વીરબાઈ સાથે મજૂરી કરતા અને જે પણ મળે તેમાં પોતાનું અને પોતાના દ્વારે આવતા ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવતા. પણ જેમ જેમ બાપાની નામના વધતી ગઈ તેમ તેમ ત્યાં ભોજન કરવા આવનાર લોકોની પણ સંખ્યા વધતી ગઈ. દિવસ તો એવો પણ આવે છે કે તેમને એકદિવસ પત્નીના દાગીના પણ આપી દેવા પડે છે. પણ તેમ છતાં તેઓ ક્યારેય કોઈ ભુખ્યાને ખાલી પેટે પાછા વાળતા નથી.
એક દિવસ એક સાધુ બાપાની ઝૂંપડીએ આવે છે. તેઓ બાપાને ભગવાન રામની એક મૂર્તિ આપે છે અને પોતાના ઘરમાં સ્થાપિત કરવા જણાવે છે. રામ ભક્ત જલારામ બાપાને એ સાદું એવું પણ જણાવે છે કે થોડા જ સમયમાં પ્રભુ રામભક્ત હનુમાનજી પણ અહીંયા આવશે. બાપા પુરી શ્રદ્ધાથી પ્રભુ રામની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરે છે. થોડા જ દિવસમાં બાપાના ઘરમાં હનુમાનજીની મૂર્તિ પણ પ્રગટ થાય છે. હનુમાનજી પછી અનુક્રમે માતા સીતા અને ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિઓ પ્રગટ થાય છે. આમ રામદરબાર જલારામ બાપાના ઘરે સ્થાપિત થાય છે.
કહેવાય છે કે પ્રભુ રામ સહીત સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના સ્વયંપ્રાગટ્યના લીધે જ એ પ્રસંગ પછી જલારામ બાપાના ઘરમાં ક્યારેય અનાજ ખુટ્યું નથી. અનાજ તો ક્યારેય ખૂટતું નથી તે પછી જલારામ બાપા અનેક સાધુ સંતો અને ભુખ્યાને ભોજન કરાવે છે. તેમના ત્યાં થયેલ આ ચમત્કારને કારણે તે સમયે ગામના ઘણા લોકો તેમની સાથે આ સેવાકાર્યમાં જોડાય છે. બસ ત્યારથી લઈને આજ સુધી જલારામ બાપાની આ ભુખ્યાને ભોજન કરાવવાની પ્રથા સતત ચાલી જ રહી છે.
બાપાના જીવનના આવા તો ઘણા પરચાઓ છે એવું નથી કે તેમના જીવનકાળ દરમિયાન જ તેમણે અનેક લોકોને મદદ કરી હોય. આજે પણ આપણી આસપાસ એવા ઘણા કિસ્સા છે જેનાથી ઘણીવાર જાણવા મળે છે કે જલારામ બાપા આજે પણ હાજરાહજૂર છે. આવા અનેક કિસ્સાઓ તમને આ પેજ પર જાણવા મળશે તો અમારું પેજ લાઈક જરૂર કરજો. તમારા જીવનમાં પણ એવો કોઈ ચમત્કાર થયો હોય કે પછી કોઈ બાધા કે માનતા પુરી થઇ હોય તો અમને ઇનબોક્સમાં જણાવજો. અમે એ ઘણા લોકો સુધી પહોચાડશું.
એક ભક્તને થયો બાપા જલારામનો સાક્ષાતકાર. (વિડિઓ ખાસ જુઓ.)
ચાલો આવજો. જય જલારામ ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ માહિતી સાથે.