ઈડલી, ઇડદા, ઉત્તપમ અને ઢોસાનું ખીરું બનાવવાની Perfect રીત

જય જલારામ કેમ છો? આશા છે તમે પરિવાર સાથે સેફ હશો. આજે આપણે ઈડલી, ઈડદા અને ઢોસા નું ખીરું બનાવીશું. આ ઇડદા તમે લીલી ચટણી સાથે ખાઈ શકો છો. આ રીતે બનાવશો તો ઈડલી અને ઇડદા એકદમ સોફ્ટ બનશે.તો એકવાર જરૂર થી આ વીડિયો ને અંત સુધી જોજો. અને ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • અડદ ની દાળ
  • ચોખા
  • પૌવા
  • મેથી ના દાણા
  • ખાવા નો સોડા
  • મીઠું
  • દહીં

રીત

1- આપણે અહીંયા જે ખીચડી ના ચોખા આવે છે તે તમે લઈ શકો છો. તો ત્રણ વાડકી ચોખા લઈશું. અને તેની સામે એક વાડકી અડદ ની દાળ લઈશું. અને એક વાડકી પૌવા લઈશું. અને એક ચમચી સૂકી મેથી દાણા આવે છે તે લઈ લઈશું.

2- હવે આને બે થી ત્રણ વાર ધોઈ ને આ પૌવા,દાળ અને મેથી આને અલગ ધોઈ ને પલાળી લઈશું. હવે ચોખા ને પણ ધોઈ ને પલાળી લઈશું. હવે જે ચોખા લીધા હતા તેને ત્રણ બાઉલ એક તપેલી માં એડ કરી દઈશું.

3- હવે તેને સારી રીતે ધોઈ લઈશું. આને ત્રણ વખત ધોઈ ને પલાળી એ તો ઈડલી સરસ વાઇટ થાય છે. હવે બીજા બાઉલ માં દાળ અને પૌવા ને ધોઈ ને પલાળી લઈશું. અને મેથી ના દાણા પણ એડ કરીશું.

4- હવે આને ધોઈ ને ત્રણ ચાર કલાક માટે રહેવા દઈશું. પછી તેને અલગ અલગ મિક્સર માં પીસી લઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે. જો જરૂર લાગે તો આમાં થોડું પાણી એડ કરીશું.

5- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈ ગયું છે એકદમ લીસુ થાય એવું પીસી લેવાનું છે પછી આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. હવે તેમાં ચોખા પીસી લઈશું. આપણા ચોખા પલળી ગયા છે હવે તેમાં જરૂર લાગે તો પાણી એડ કરીશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ચોખા નું ખીરૂ પણ રેડી થઈ ગયું છે.

6- હવે જે દાળ નું ખીરું હતું તેમાં એડ કરી દઈશું. આમાં બે ચમચી ખાટું દહીં પણ એડ કરેલું છે. હવે બધું ખીરું મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણ ને ગરમ જગ્યાએ રાખીશું તો જલ્દી આથો આવી જશે. જો તમારી દાળ સરસ પલળી હશે તો અડધો કલાક માં જ તેનો આથો આવી જશે.

7- હવે આને ઢાંકી ને ત્રણ થી ચાર કલાક માટે રહેવા દઈશું. ઠંડક ના કારણકે આપણું બેટર ચાર કલાક માં રેડી થઈ જશે. આપણે પહેલા પાણી એડ નથી કરવાનું જરૂર પડે અને બનાવીએ ત્યારે ખીરું પાતળું કરવાનું. હવે પાંચ કલાક થઈ ગયા છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ આથો આવી ગયો છે. અને એકદમ જાળી પડી ગઇ છે.

8- તમે પણ બનાવશો તો આવું જ એકદમ પરફેક્ટ બનશે. હવે આ ખીરું વધારે છે તો તેને એક બાઉલ માં કાઢી લઈશું. હવે તેને અડધું કરી લઈશું. હવે તેના સ્વાદ મુજબ મીઠું નાખીશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ આથો આવી ગયો છે.

9- હવે એક ચપટી ખાવાનો સોડા નાખીશું. અને તેને ફેટી લઈશું. જો આથો સારો આવી ગયો હોય તો અડધા ખીરા માં ચપટી સોડા નાખીશું. હવે આપણે ઈડલી બનાવી લઈશું. હવે આપણે ઈડલી નું કૂકર લઈ લઈશું. હવે પાણી ગરમ કરીએ તે પહેલાં આપણે એક લીંબુ ની છાલ નાખીશું. જેથી કૂકર માં ક્ષાર નઈ લાગે.

10- હવે પાણી ને બરાબર ઉકળવા દઈશું. હવે ત્યાં સુધી ઈડલી નું સ્ટેન્ડ રેડી કરી લઈશું. તેમાં થોડું તેલ લગાવી લઈશું. હવે આપણે સ્ટેન્ડ અંદર મૂકી ખીરું આપણે હલાવી ને આપણે ખીરું એક એક ચમચો મુકીશું. ખીરું થોડું ઓછું જ મુકીશું જેથી ફૂલે તો ઈડલી બહાર ના આવે. જેથી ઈડલી ફૂલી ને સરસ થઈ જશે. હવે ઢાંકણ બંધ કરી કુક કરી લઈશું.

11- હવે તેને વરાળે આઠ મિનિટ માટે કુક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું,કે આપણી ઈડલી કેવી બની. તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ સોફ્ટ બની ગઈ છે. હવે આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે.

12- હવે તેને કાઢી લઈશું. હવે તેને થોડી ઠંડુ થવા દઈશું, હવે જે સુરત ના લાઈવ ઢોકળા બનાવે છે તે જોઈશું કઈ રીતે બને છે હવે તેને ઢોકળીયા માં ખીરું પાથરી લઈશું. હવે તેની ઉપર થોડો મરી પાવડર લગાવી લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. હવે તેને પાંચ થી છ મિનિટ માટે ઢાંકી ને રહેવા દઈશું. જેથી આપણા ઈડલા એકદમ સરસ થઈ જશે. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ઇડલા એકદમ સરસ થઈ ગયા છે આપણી ઈડલી એકદમ સોફ્ટ રેડી થઈ ગઈ છે તો તમે એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડીયો રેસીપી :

error: Content is protected !!